ગુજરાત

gujarat

ETV Bharat / bharat

MPના મુરૈનામાં વાજતેગાજતે સમાધી લઈ રહ્યા હતા 105 વર્ષના બાબા! ત્યારે જ પહોંચી ગઈ પોલીસ, પછી... - બાબાને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયા

મધ્યપ્રદેશના તસ્સીપુરા ગામમાં ગુરુવારે પપ્પડ બાબા (Pappad Baba)ના નામથી પ્રસિદ્ધ એક સાધુએ સમાધી લેવાનો પ્રયાસ કર્યો હતો. બાબા સમાધી લે તેની પહેલા જ ત્યાં પોલીસ પહોંચી ગઈ હતી અને ખાડામાંથી બાબાને બહાર કાઢ્યા હતા.

MPના મુરૈનામાં વાજતેગાજતે સમાધી લઈ રહ્યા હતા 105 વર્ષના બાબા! ત્યારે જ પહોંચી ગઈ પોલીસ, પછી...
MPના મુરૈનામાં વાજતેગાજતે સમાધી લઈ રહ્યા હતા 105 વર્ષના બાબા! ત્યારે જ પહોંચી ગઈ પોલીસ, પછી...

By

Published : Oct 8, 2021, 2:15 PM IST

  • મધ્યપ્રદેશના મુરૈનામાં વાજતેગાજતે 105 વર્ષના બાબાએ સમાધી લેવાની કરી તૈયારી
  • બાબા સમાધી લે તે પહેલા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બાબાને ખાડામાંથી બહાર કાઢ્યા
  • તસ્સીપુરા ગામમાં પપ્પડ બાબાના નામે પ્રખ્યાત બાબાએ સમાધી લેવાનો કર્યો પ્રયાસ

મુરૈના (મધ્યપ્રદેશ): સિવિલ લાઈન પોલીસ સ્ટેશન વિસ્તારના કૈથોદ્રા ગ્રામ પંચાયતના તુસ્સીપુરા ગામમાં ગુરુવારે પપ્પડ બાબા (Pappad Baba)ના નામથી પ્રખ્યાત એક સાધુએ સમાધી લેવાનો પ્રયાસ કર્યો હતો. બાબા સમાધી લે તે પહેલા જ ત્યાંની પોલીસ પહોંચી ગઈ હતી અને બાબાને ખાડામાંથી બહાર કાઢ્યા હતા. જોકે, અત્યારે પોલીસે બાબાને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

કુશવાહ સમાજમાં છે માન્યતા

તુસ્સીપુરા ગામમાં પપ્પડ બાબાના નામથી પ્રખ્યાત થનારા 105 વર્ષીય વૃદ્ધ રામસિંહ કુશવાહની ક્ષેત્રમાં ઘણી ઓળખ છે. કુશવાહ સમાજમાં તેમની ઘણી માન્યતા છે. બાબાએ બુધવારે જ ગામમાં આવેલા દુર્ગાદાસના આશ્રમમાં આવેલા હનુમાનજી મંદિરની સામે સમાધી લેવાની જાહેરાત કરી હતી. આ માટે તેમણે જમીનમાં એક ખાડો પણ ખોદાવ્યો હતો.

આ પણ વાંચો-'બાબા કા ઢાબા' ચલાવનારા કાંતા પ્રસાદે ઉંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો

સમાધી લેવાની ગામમાં કરાવી જાહેરાત

બાબાએ સમાધી લેવાની જાહેરાત ગામમાં કરાવી દીધી હતી. અહીં ગુરુવારે સવારે 5 વાગ્યાથી આ પૂજા-અર્ચના શરૂ થઈ ગઈ હતી. આશ્રમમાં હજારો લોકો એકત્રિત થઈ ગયા હતા. ત્યાં ભજન-કીર્તન અને અન્ય ધાર્મિક કાર્યક્રમ થવા લાગ્યા હતા.

આ પણ વાંચો-"મારી ધરપકડ કરી શકે, તેવી કોઈના બાપમાં તાકાત નથી" - બાબા રામદેવ( Baba Ramdev )

ચાર ફિટ ઉંડા ખાડામાં લેટી ગયા હતા બાબા

બપોરે 2 વાગ્યાની આસપાસ બાબા 4 ફિટ ઉંડા ખાડામાં લેટી ગયા હતા. તેમણે લોકોને માટી નાખવા કહ્યું હતું , પરંતુ લોકો તેના માટે તૈયાર નહતા. લોકોએ કહ્યું હતું કે, જ્યારે તમે દેહ ત્યાગ દેશો ત્યારે અમે માટી નાખીશું. તો બાબા સમાધી લેવાના છે તે અંગે કોઈએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે આવીને બાબાને બહાર કાઢ્યા હતા.

IPCમાં સજાની કઈ જોગવાઈ છે? જાણો

સામાન્ય રીતે કાયદાના મતે જો કોઈ ઈચ્છાથી મૃત્યુ સ્વીકારે છે. તો તે આત્મવિલોપનની શ્રેણીમાં આવે છે અને તેમાં જે સહયોગ કરે છે. તે પણ IPCની ધારા 120 બી હેઠળ સહ આરોપી ગણાય છે. આ મામલો આસ્થાથી જોડાયેલો છે. આ માટે તેમાં IPCની ધારા નથી બનતી. જોકે, પોલીસની જવાબદારી છે કે, કોઈ પણ વ્યક્તિને મરવાથી બચાવવામાં આવે.

ABOUT THE AUTHOR

...view details