10 વર્ષની બાળકીને ઈસ્ત્રીથી દઝાડી નવી દિલ્હીઃ દ્વારકાના સનસિટી વિસ્તારમાં બાળકીને ઘરે કામ કરાવીને તેની સાથે મારપીટ કરવાનો મામલો સામે આવ્યો છે. જ્યારે પરિવારજનોને આ વાતની જાણ થઈ તો તેઓ દંપતીના ઘરે પહોંચ્યા અને તેમને જોરદાર માર માર્યો. સામે આવેલી માહિતી મુજબ પતિ-પત્ની બંને એરલાઈન્સમાં કામ કરે છે. ઈન્ડિગો એરલાઈન્સમાં મહિલા ફ્લાઈટ ચલાવે છે. પતિ વિસ્તારા એરલાઇન્સમાં ગ્રાઉન્ડ સ્ટાફ છે.
માસુમ સાથે અમાનવીયતા: દંપતી બે મહિના પહેલા જ આ ઘરમાં શિફ્ટ થયા હતા અને આ બાળકીને જેને તેઓએ ઈસ્ત્રીથી દઝાડી દીધી છે. તે 24 કલાક તેમની સાથે રહેતી હતી. આજે મોકો મળતા જ બાળકી ફ્લેટમાંથી ભાગી ગઈ હતી. મહિલા તેની પાછળ દોડી આવી હતી. ત્યાર બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો.
" સવારે 9 વાગે દ્વારકા દક્ષિણ પોલીસ સ્ટેશનને આ બાબતની માહિતી મળી હતી. ઘરકામ માટે રાખવામાં આવેલી સગીરા સાથે ગેરવર્તણુક કરવામાં આવી હતી. સ્થળ પર પોલીસને એક 10 વર્ષની બાળકી મળી હતી, જે છેલ્લા 2 મહિનાથી એક દંપતી સાથે ઘરકામ કરતી હતી. દંપતીએ તેના પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. જ્યારે સગીરાના એક સંબંધીને તેની સાથેની વર્તણુકની જાણ થઈ, તો તે પછી તેઓ કપલના ઘરની બહાર પહોંચ્યા. બધા ત્યાં ભેગા થયા અને મારામારી શરૂ કરી." - એમ હર્ષવર્ધન, ડીસીપી
ચાઈલ્ડ લેબર એક્ટ હેઠળ ગુનો:10 વર્ષની બાળકીની મેડિકલ તપાસ કરવામાં આવી છે. આ મામલે પોલીસે ચાઈલ્ડ લેબર એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. જે દંપતી પર આરોપ લગાવવામાં આવ્યો છે. તેને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. કસ્ટડીમાં લેવામાં આવેલા આરોપીઓની ઓળખ 36 વર્ષીય કૌશિક બાગચી અને 33 વર્ષીય પૂર્ણિમા બાગચી તરીકે થઈ છે. પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Chhattisgarh News: માસુમ સાથે મહિલા શિક્ષિકાની અમાનવીયતા, 4 દિવસ સુધી બાથરૂમમાં બંધ કરી માર માર્યો
- Bareilly news: સંતાકૂકડી રમતી 4 વર્ષની બાળકી કારમાં લૉક થઈ ગઈ, ગૂંગળામણને કારણે થયું મોત