- દેશમાં છેલ્લા 24 કલાકમાં 1.32 લાખ નવા કેસો નોંધાયા
- નવા મૃત્યુ બાદ મૃત્યુઆંકની કુલ સંખ્યા 3,35,102 થઈ
- ડિસ્ચાર્જની કુલ સંખ્યા 2,61,79,085 થઈ
નવી દિલ્હી: વિશ્વના અન્ય દેશોની જેમ કોરોનાની બીજી લહેરે ભારત પર પણ વિનાશને નોતર્યો પરંતુ હવે એક સારા સમાચાર એ છે કે, સંક્રમણની આ બીજી લહેરની અસર ધીમે-ધીમે ઓછી થઈ રહી છે. આ સાથે નવા કેસોમાં પણ ઘટાડો થયો છે.
આ પણ વાંચો: કોરોના અપડેટ: 1.27 લાખ નવા કેસ, 24 કલાકમાં 2,795 લોકોનાં મોત
નવા મૃત્યુ બાદ મૃત્યુઆંકની કુલ સંખ્યા 3,35,102 થઈ
ભારતમાં કોરોનાના 1,32,788 નવા કેસો આવ્યા પછી પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2,83,07,832 થઈ ગઈ છે. 3,207 નવા મૃત્યુ બાદ મૃત્યુઆંકની કુલ સંખ્યા 3,35,102 થઈ ગઈ છે. 2,31,456 નવા ડિસ્ચાર્જ પછી ડિસ્ચાર્જની કુલ સંખ્યા 2,61,79,085 થઈ. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 17,93,645 છે.
આ પણ વાંચો: gujarat corona update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,561 પોઝિટિવ કેસ નોંધાયા, 4,869 દર્દી ડિસ્ચાર્જ
ડિસ્ચાર્જની કુલ સંખ્યા 2,61,79,085 થઈ
ભારતમાં ગઈકાલ સુધીમાં કોરોના વાયરસ માટે કુલ 35,00,57,330 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી કાલે 20,19,773 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.