ગાંધીનગર ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) માં યુવા મતદારોને આકર્ષવા માટે અને યુવાઓ વધુમાં વધુ મતદાન કરી શકે તેને ધ્યાનમાં લઈને ચૂંટણી પંચ ( Election Commission ) દ્વારા વર્ષ ગુજરાતની સામાન્ય ચૂંટણી 2022માં એક વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેમાં 182 વિધાનસભા બેઠક દીઠ વિધાનસભામાં એક યુવા મતદાન મથક ( Yuva Matdan Mathak )તૈયાર કરવામાં આવ્યું છે કે જેમાં અધિકારી તરીકે પણ યુવાઓને જ નિમણૂક કરવામાં આવી છે.
કેવી રીતે યુવા મતદાનમથક કરશે કાર્યરાજ્યના મુખ્ય ચૂંટણી નિર્વાચન અધિકારી પી ભારતીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election 2022 ) માં વધુને વધુ યુવાનો મતદાનમાં રસ લેતા થાય તે માટે ( Election Commission ) વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા છે. યુવા મતદારો પણ ચૂંટણી સંચાલનમાં ઉત્સાહપૂર્વક ભાગ લે અને લોકશાહીમાં યુવા મતદારોની વધુમાં વધુ ભાગીદારી થાય તે હેતુથી ગુજરાતમાં દરેક જિલ્લા દીઠ એક મતદાન મથક ( Yuva Matdan Mathak )તૈયાર કરવામાં આવ્યું છે જેમાં મતદાન મથકનો તમામ સ્ટાફ યુવા હશે.
મતદાન મથક પર સેલ્ફી બૂથ ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) દરમ્યાન મતદારોને શ્રેષ્ઠ સુવિધાઓ અને સુગમ ચૂંટણી પ્રક્રિયાનો અનુભવ પૂરો પાડવાના હેતુથી દરેક વિધાનસભા મતવિસ્તારમાં ઓછામાં ઓછા એક મતદાનમથકને ‘ આદર્શ મતદાન મથક’ તરીકે સ્થાપિત કરવામાં આવશે. પી.ભારતીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 182 જેટલાં આદર્શ મતદાર મથક ઉભા કરવામાં આવશે. આ મતદાર મથકોને યોગ્ય રીતે સુશોભિત કરવામાં આવશે. મતદારોને મતદાન મથકનો સારો અનુભવ પ્રાપ્ત થાય તે હેતુથી અમુક મતદાન મથકોમાં વિશિષ્ટ સજાવટ કરવા, મતદાન મથકે સેલ્ફી બૂથની વ્યવસ્થા( Selfie in Voting Booth ) કરવામાં આવી છે.