ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

ગુજરાતની ટોચની ઝવેરાત ધરાવતી મહિલા ઉમેદવારોમાં પહેલો નંબર લઇ જાય છે કોંગ્રેસના ઉમેદવાર, બીજા કોણ છે જૂઓ - Rita Patel

સોનાના ચળકાટથી મહિલાઓ પરે ન રહી શકે તે સાદગીની મૂરત બનીને રહેતાં મહિલા ઉમેદવારો માટે પણ એટલું જ સાચું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માં ગુજરાતની સૌથી વધુ ઝવેરાત ધરાવતી મહિલા ઉમેદવારો ( Women Candidate jewellery ) વિશે જાણીએ. આમાં ભાજપ (BJP), કોંગ્રેસ ( Congress )કે આમ આદમી પાર્ટી ( AAP ) તમામ મહિલા ઉમેદવારો ( Rich Women Candidates of Gujarat ) શામેલ છે.

ગુજરાતની ટોચની ઝવેરાત ધરાવતી મહિલા ઉમેદવારોમાં પહેલો નંબર લઇ જાય છે કોંગ્રેસના ઉમેદવાર, બીજા કોણ છે જૂઓ
ગુજરાતની ટોચની ઝવેરાત ધરાવતી મહિલા ઉમેદવારોમાં પહેલો નંબર લઇ જાય છે કોંગ્રેસના ઉમેદવાર, બીજા કોણ છે જૂઓ

By

Published : Nov 23, 2022, 3:13 PM IST

ન્યૂઝ ડેસ્ક ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )માં ફોર્મ પરત કરવાની અંતિમ સમયમર્યાદા વીતી ગયાં બાદ તમામ પક્ષના ઉમેદવારો વિશેની ઘણી માહિતીઓ સ્પષ્ટ ( Rich Women Candidates of Gujarat ) થઇ રહી છે. ગુજરાત ચૂંટણીમાં કોઇપણ પક્ષે 33 ટકા મહિલા ઉમેદવારો તો નથી ઊભા રાખ્યાં પણ જેટલાં છે તેમના વિશેની મહિલાઓને ગમે એવી એક માહિતી ( Women Candidate jewellery ) આપના સુધી પહોંચાડીએ છીએ.

ઝવેરાતથી ઝગમગતી ઉમેદવારોગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )માં ઉમેદવારોએ પોતાની ચલઅચલ સંપત્તિ જાહેર કરવી પડતી હોય છે નહીં તો કદાચ આ જાણવાનો લહાવો સામાન્ય મહિલાઓને ન પણ મળે. ત્યારે ગુજરાત ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રણેય પક્ષોએ કુલ 182 બેઠકમાં કુલ 37 બેઠક માટે મહિલા ઉમેદવારોને ટિકીટ આપી છે. તેઓએ ભરેલાં ફોર્મમાં સોનાચાંદીના દાગીના, હીરાના દાગીના વગેરે સંપત્તિ દર્શાવાઇ છે તેમાં ગુજરાતની ટોચની ઝવેરાત ધરાવતી ત્રણ મહિલા ઉમેદવારોની વાત કરીએ તો પહેલો નંબર લઇ જાય છે કોંગ્રેસના સયાજીગંજ વિધાનસભા ઉમેદવાર અમી રાવત ( Ami Ravat ). તેમની પાસે સૌથી વધુ 140 તોલા સોનું છે. તેઓ હંમેશા ખૂબ સાદાઇથી જનતાની સમક્ષ રહ્યાં છે પણ તેમની પાસે સોનાનો 140 તોલાનો ઝગમગાટ ( Rich Women Candidates of Gujarat ) છે.

કુલ 182 બેઠકમાં કુલ 37 બેઠક માટે મહિલા ઉમેદવારો છે

સૌથી વધુ હીરાના દાગીના આ ઉમેદવાર પાસે ભાજપ કોંગ્રેસ અને આપ પાર્ટીની મહિલા ઉમેદવારોની સંખ્યા જોઇએ તો ભાજપની 17 કોંગ્રેસની 14 અને આપની 6 મહિલા ઉમેદવારો છે. તેમાં હીરાના સૌથી વધુ દાગીના ધરાવે છે ભાજપના રીવાબા જાડેજા ( Rivaba Jadeja ). તેમની પાસે 14.80 લાખના હીરાના દાગીના ઉપરાંત 120 તોલા સોનું છે. રીવાબા જાડેજા ભાજપના જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )લડી રહ્યાં છે.

આ મહિલાઓ પણ ધરાવે છે નોંધપાત્ર સોનું ભાજપની મહિલા ઉમેદવારોમાં ડો. રાજુલ દેસાઇ ( Dr Rajul Desai )ને બહારના ગણીને પાટણ બેઠક પર વિરોધની સુગબુગાહટ થઇ હતી એ વાત બાજુએ રાખીએ તો આ મહિલા ઉમેદવાર પાસે ગુજરાતની ઝવેરાતથી ઝગમગતી મહિલા ઉમેદવાર તરીકેનો ત્રીજો નબંર આવે છે. તેમની પાસે 70 તોલા સોનું છે. તેમના બાદ ચોથા ક્રમે છે ગાંધીનગરના પૂર્વ મેયર ગાંધીનગર ઉત્તર બેઠકના ભાજપના મહિલા ઉમેદવાર રીટા પટેલ ( Rita Patel ) જેમની પાસે 58 તોલા સોનું છે. તો પાંચમા નંબરે પણ ભાજપના મહિલા ઉમેદવાર જ છે ઢેલીબેન ઓડેદરા ( Dheli Odedara ). તેમની પાસે 50 તોલા સોનું હોવાની માહિતી આપવામાં આવી છે.

કુલ 1505. 34 તોલા સોનું જાહેરત્રણેય પક્ષની કુલ 37 મહિલા ઉમેદવારોએ કરેલી તેમની એફિડેવિટ્સમાં કુલ 1505. 34 તોલા સોનું જાહેર થયું છે. પક્ષ પ્રમાણે કુલ સોનું કોની પાસે વધુ છે તે જોઇએ તો તેમાં ભાજપની મહિલા ઉમેદવારો છે. તેમની પાસે કુલ 810.34 તોલા સોનું છે. કોંગ્રેસની ઉમેદવારો પાસે કુલ 601 તોલા સોનું અને આમ આદમી પાર્ટીની મહિલા ઉમેદવારો પાસે કુલ 94.5 તોલા સોનું છે.

સૌથી ઓછું સોનું કોની પાસે આ સાથે જણાવીએ કે ગુજરાત ચૂંટણી લડતી ( Gujarat Assembly Election 2022 ) કુલ 37 મહિલા ઉમેદવારોમાં 20 તોલાથી ઓછું સોનું ધરાવતી 21 મહિલાઓ છે અને સૌથી ઓછામાં ઓછું સોનું કોની પાસે છે તે જોઇએ તો આમ આદમી પાર્ટીના પાવીજેતપુરના ઉમેદવાર પાસે સૌથી ઓછું 0.5 તોલા સોનું દર્શાવવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details