જૂનાગઢ:રાજ્ય વિધાન સભાના પ્રથમ ચરણમાં આગામી પહેલી ડિસેમ્બરના દિવસે મતદાન (Gujarat Assembly Election 2022) યોજના જઈ રહ્યું છે. જેમાં જૂનાગઢ બેઠક પર પ્રથમ વખત ત્રિપાખિયો ચૂંટણી જંગ થવા જઈ રહ્યો છે. જેમાં ભાજપ તરફથી સંજય કોરડીયા આમ.આદમી.પાર્ટી તરફથી ચેતન ગજેરા અને ભાજપ તરફથી વર્તમાન ધારાસભ્ય ભીખાભાઈ જોશી ચૂંટણી જંગમાં જોવા મળી રહ્યા છે.
ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચારની શરૂઆત વહેલી સવારથી પ્રચાર: 1 તારીખે મતદાન છે ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા કાર્યક્રમ બનાવીને ચૂંટણી પ્રચારની શરૂઆત (BJP and AAP are busy in election campaign ) કરી દેવામાં આવી છે. વહેલી સવારથી જ ભાજપના ઉમેદવાર સંજય કોરડીયા તેમના કાર્યકરોના કાફલા સાથે સમગ્ર જુનાગઢ મતવિસ્તારમાં પોતાના અને ભાજપનો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતન ગજેરા પણ વિધાનસભા બેઠક પર પંજાબના ધારાસભ્યો અને તેમના કાર્યકરોની હાજરીની વચ્ચે પક્ષનો ચૂંટણી પ્રચાર કરતાં જોવા મળી રહ્યા છે. જેની બિલકુલ વિપરીત કોંગ્રેસના ઉમેદવાર (Junagadh Congress is confident of victory ) અને કાર્યકરો હજુ સુધી ચૂંટણી પ્રચારને લઈને આળસ ખંખેરી હોય તેવા દ્રશ્યો જોવા મળતા નથી.
આપ અને ભાજપ કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર કોંગ્રેસનો એક પણ કાર્યકર જોવા મળ્યો નહીં:મતદાનને આડે હવે માત્ર 15 દિવસ જેટલો સમય બાકી છે, ત્યારે ચૂંટણી પ્રચાર (junagadh bjp aap election campain ) ધીમે ધીમે રંગ લાવી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં કોંગ્રેસનો એક પણ કાર્યકર ચૂંટણી પ્રચાર કરતો જૂનાગઢ વિધાનસભા પર જોવા મળ્યો ન હતો વધુમાં શહેર અને જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ મસ મોટું તાળું જોવા મળતું હતું ચૂંટણીમા કોંગ્રેસની આળસ નીતિને કારણે થઈ રહ્યું છે. વધુમાં કોંગ્રેસ એમ માની રહી છે કે ચોક્કસ જ્ઞાતિ અને જાતિના મતદારો થકી તેઓ ફરી એક વખત જૂનાગઢ વિધાનસભા બેઠક પર જીતવામાં સફળ રહેશે, પરંતુ કોંગ્રેસનો આળસ ચૂંટણી પરિણામોમાં ખૂબ મોટું અને ગંભીર નુકસાન જુનાગઢ વિધાનસભા બેઠક પર કોંગ્રેસને કરાવી જાય તે પ્રકારે કોંગ્રેસના ઉમેદવારથી લઈ અને તમામ કાર્યકરો ચૂંટણી પ્રચારમાં આળસ દાખવી રહ્યા છે.
કોંગ્રેસનો એક પણ કાર્યકર જોવા મળ્યો નહીં આપ અને ભાજપ કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર:ભાજપના ઉમેદવાર સંજય કોરડીયા રાજ્ય અને દેશનું ભાજપનું નેતૃત્વ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા લોક ઉપયોગી કામો નરેન્દ્ર મોદી અને ભુપેન્દ્ર પટેલ સરકારની ઉપલબ્ધિઓ તેમજ ભાજપની વિશાળ કાર્યકર્તાઓની શક્તિને આધારે ચૂંટણી પ્રચારમાં લાગી છે અને તેમની આ શક્તિ જૂનાગઢ બેઠક પર ભાજપ ને વિજેતા બનાવશે તેવો વિશ્વાસ ભાજપના ઉમેદવાર સંજય કોરડીયા એ વ્યક્ત કર્યો હતો તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતન ગજેરા એ ભ્રષ્ટાચાર લોકોને પડતી અનેક મુશ્કેલીઓ તેમજ સુશાસનને લઈને લોકો આ વખતે આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા જઈ રહ્યા છે તેઓ ભારત સમક્ષ કરેલી પાચીતમાં તેમણે કર્યો હતો.