ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના (Gujarat assembly election 2022) મતદાનના હવે ગણતરીના દિવસો અને કલાકો ગણાઈ રહ્યા છે. પ્રથમ તબક્કાની (first phase of polling) 89 બેઠક ઉપર એક ડિસેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા સવારે આઠ કલાકથી સાંજના પાંચ કલાક સુધી થશે. 29 નવેમ્બરના સાંજે પાંચ કલાકથી પ્રથમ તબક્કાની 89 બેઠક(89 seat of first phase) ઉપર સંપૂર્ણ આચાર સહિતા લાગુ (Fully applicable including conduct) થઈ છે. વિધાનસભાની ચૂંટણીમાં અનેક અધિકારીઓને મહત્વની અને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. ચૂંટણીમાં અધિકારીઓની કેવા પ્રકારની જવાબદારી હોય છે? તે માટે જુઓ etv ભારતનો વિશેષ અહેવાલ.
પ્રિસાઇડિંગ ઓફિસર:વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat assembly election 2022) ઓફિસરની જવાબદારી વિશેષ હોય છે. જે પણ મતદાન મથક હોય છે ત્યાં આ અધિકારી મતદાન બુથનો સૌથી મહત્વનો વ્યક્તિ ગણવામાં આવે છે. આ અધિકારીને નીચે 3થી 5 કર્મચારીઓની ટીમ તૈયાર કરવામાં આવે છે. પ્રિસાયન્ડિંગ ઓફિસર જ મતદાનના દિવસે મતદાન કરાવવું અને જો કોઈપણ પ્રકારની સમસ્યા થાય તો ઉપરા અધિકારીને જાણ કરવામાં આવે છે. જ્યારે EVM મશીનના રિસીવ અને ડિસ્પેચ સુધીની તમામ જવાબદારી ઓફિસરની હોય છે. આ ઉપરાંત ઓફિસર જ મતદાન મથકમાં કેટલા ટકા મતદાન થયું તેની માહિતી જે તે સેક્ટર અને જિલ્લા અધિકારીને મોકલાવે છે. આ ચૂંટણીમાં 57,000 જેટલા અધિકારીઓની પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં 27,978 પ્રિસાઈડીંગ ઑફિસર્સ બીજા તબક્કામાં 29,062 પ્રિસાઈડીંગ ઑફિસર્સ ની નિમણુક કરવામાં આવી છે.
RO (રિટર્નિંગ અધિકારી):ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં (Gujarat assembly election 2022) RO એટલે કે રિટર્નિંગ અધિકારીની પણ વિશેષ જવાબદારી ચૂંટણી પંચ દ્વારા સોંપવામાં આવે છે. આ પણ એક સરકારી કર્મચારી જ હોય છે પરંતુ ચૂંટણી દરમિયાન તેઓને રિટર્નિંગ અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવે છે. મહત્તમ કક્ષે આ રિટર્નિંગ અધિકારી ક્લાસ વન અને અપર ક્લાસ ટુ જેવા અધિકારીઓને જવાબદારી સોંપાય છે. જ્યારે કામગીરીની વાત કરવામાં આવે તો વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થાય ત્યારથી જ ઉમેદવારોના ફોર્મ સ્વીકારવાનું, ઉમેદવારના ફોર્મની સ્ક્રૂટિની કરવાનું, ઇવીએમ તપાસવાનું, ઇવીએમને જે તે મતદાન મથક ઉપર પહોંચાડવાની મહત્વની જવાબદારી તેમની હોય છે. જ્યારે મતદાન મથક ઉપર કોઈપણ પ્રકારની સમસ્યા સર્જાય ત્યારે રિસાઈન્ડીંગ ઓફિસર જે ટર્નિંગ અધિકારીને તાત્કાલિક ધોરણે જાણ કરે છે.
પોલિંગ ઓફિસર:ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat assembly election 2022) ઓફિસરની વાત કરવામાં આવે તો મતદાન મથકની અંદર રિટનિંગ અધિકારીની નીચે ફરજ બજાવવાની હોય છે. મતદાન કરવા આવનારા મતદારોને મતદાન અંગેની માહિતી તથા દિશા નિર્દેશ કરવાનું હોય છે. જ્યારે કોલિંગ ઓફિસરની મદદથી જ મતદાન પ્રક્રિયા શરૂ થાય છે. પોલિંગ ઓફિસર જ મતદાનનો સમય પૂર્ણ થયા બાદ EVM મશીનને રિટર્નિંગ અધિકારીની હાજરીમાં સીલ કરવામાં આવે છે. ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 78,985 પોલીંગ ઑફિસર્સ બીજા તબક્કામાં અને 84,263 પોલીંગ ઑફિસર્સની નિમણુક કરવામાં આવી છે.