ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

જાણો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સભાઓની ચૂંટણી પરિણામો પર શું અસર પડશે? - ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી

કોગ્રેસના પૂર્વ પ્રમુખ અને સાંસદ રાહુલ ગાંધી એકવીસમી નવેમ્બરે ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીને લઇને બે સ્થળે સભા ગજવી હતી. રાહુલ ગાંધીની પહેલી સભા અનુસૂચિત જનજાતિ માટે અનામત સુરત (Mahuva assembly seat) જિલ્લાની મહુવા વિધાનસભા બેઠક પર અને બીજી સભા ભાજપના ગઢ રાજકોટમાં દક્ષિણ વિધાનસભા બેઠક (South Assembly seat in Rajkot)પર યોજાઇ હતી. આ સભાની કેટલી અસર થઇ એ પરિણામ આવ્યા પછી જ ખબર પડશે.

Etv Bharatજાણો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સભાઓની ચૂંટણી પરિણામો પર શું અસર પડશે?
Etv Bharatજાણો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સભાઓની ચૂંટણી પરિણામો પર શું અસર પડશે?

By

Published : Dec 7, 2022, 7:47 PM IST

ગાંઘીનગર:કોગ્રેસના પૂર્વ પ્રમુખ અને સાંસદ રાહુલ ગાંધી એકવીસમી નવેમ્બરે ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીને લઇને બે સ્થળે સભા ગજવી હતી. રાહુલ ગાંધીની પહેલી સભા અનુસૂચિત જનજાતિ માટે અનામત સુરત (Mahuva assembly seat) જિલ્લાની મહુવા વિધાનસભા બેઠક પર અને બીજી સભા ભાજપના ગઢ રાજકોટમાં દક્ષિણ વિધાનસભા બેઠક (South Assembly seat in Rajkot)પર યોજાઇ હતી. આ સભાની કેટલી અસર થઇ એ પરિણામ આવ્યા પછી જ ખબર પડશે.

મહુવા વિધાનસભા બેઠક: અનુસૂચિત જનજાતિ માટે અનામત સુરત (Surat Assembly Elections) જિલ્લાની મહુવા વિધાનસભા બેઠક પર આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ જોવા મળશે. ભાજપે વર્તમાન ધારાસભ્ય મોહન ઢોડિયાને રિપીટ કરી તમામ અટકળોનો અંત આવ્યો છે. આ પહેલા કોંગ્રેસે અહીં મહિલા ઉમેદવાર હેમાંગીની ગરાસિયા અને આમ આદમી પાર્ટીએ યુવા ચહેરા અને આદિવાસી નેતા એવા કુંજન ઢોડિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા.

જાણો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સભાઓની ચૂંટણી પરિણામો પર શું અસર પડશે?

ભાજપમાંથી મોહન ઢોડિયા છેલ્લા કેટલાક દિવસોથી મહુવા બેઠક પર ભાજપમાંથી ઉંમરના હિસાબે મોહન ઢોડિયાનું પત્તુ કપાય એવી અટકળો સેવાઇ રહી હતી. પરંતુ ભાજપ મોવડી મંડળે આજે જાહેર કરેલી યાદીમાં મોહન ઢોડિયાનું નામ આવતા જ તમામ અટકળોનો અંત આવ્યો છે. મોહન ઢોડિયાનું 2012થી સતત બે ટર્મ અને તે પહેલાં 2002માં પણ ભાજપમાંથી ચૂંટાયા હતા. જોકે 2007ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઈશ્વર વહિયા સામે તેમની હાર થઈ હતી.

ગત ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ તુષાર ચૌધરીને આપી હતી માત સુરત અને તાપી જિલ્લાના ત્રણ તાલુકાઓ મહુવા, બારડોલી અને વાલોડ તાલુકાથી બનેલી મહુવા વિધાનસભા બેઠક પર આદિવાસીઓનું પ્રભુત્વ રહ્યું છે. ગત ચૂંટણીમાં ભાજપના મોહન ઢોડિયાએ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને માજી કેન્દ્રીય પ્રધાન ડૉ. તુષાર ચૌધરીને માત આપી હતી. મોહન ઢોડિયાને કદાવરઆદિવાસી નેતા માનવામાં આવે છે. જોકે મહુવાનું આંતરિક રાજકારણ તેમને ઘણી વખત નડયું હોય આ વખતની ચૂંટણીમાં આંતરિક રાજકારણનો ભોગ ન બને તેની વિશેષ કાળજી રાખવી પડશે.

કોંગ્રેસે મહિલા ઉમેદવાર પર દાવ અજમાવ્યોબીજી તરફ કોંગ્રેસ દ્વારા મહિલા ઉમેદવાર હેમાંગીનીબેન ગરાસિયા પર પસંદગી ઉતારવામાં આવી છે. ગત ટર્મમાં તેમને ટીકીટ નહીં મળતા તેમણે અપક્ષ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેનો ફાયદો પણ તે વખતે ભાજપને થયો હોવાનું રાજકીય વિશ્લેષકોનું માનવું છે. જોકે આ વખતે હેમાંગીની ગરાસિયાની પસંદગીને લઈને કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ઉભો થયો છે. હાલમાં જ કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન માટે આવેલા પ્રભારી સંદીપજી સાથે કાર્યકરોએ ટિકિટની વહેંચણીને લઈને ઝપાઝપી પણ કરી હતી.

આમ આદમી પાર્ટીએ યુવા ચહેરાને ઉતાર્યા મેદાનમાંઆમ આદમી પાર્ટી દ્વારા આદિવાસી યુવા નેતાને ટીકીટ આપવામાં આવી છે. લડાયક નેતાની છાપ ધરાવતા કુંજન પટેલ પણ ઢોડિયા સમાજમાંથી આવે છે.

રાજકોટમાં દક્ષિણ બેઠક: વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં દક્ષિણ બેઠક (Rajkot South Seat) પર આ વખતે ખરાખરીનો ખેલ જોવા મળશે. કારણ કે, આ બેઠક પર આ વખતે ત્રિપાખિયો (Rajkot South Seat candidate) જંગ યોજાઈ રહ્યો છે. તેમજ મહત્વનું એ છે કે, આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પાટીદાર મુરતિયા ઉતાર્યા છે.

જાણો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સભાઓની ચૂંટણી પરિણામો પર શું અસર પડશે?

રાજકોટ દક્ષિણ બેઠકનો ઇતિહાસ દેશમાં જનસંઘની સ્થાપના થઇ ત્યારબાદ ગુજરાતમાં એક માત્ર આ બેઠક પર ચીમનલાલ શુક્લે જીત મેળવી હતી. ભારતીય જનતા પાર્ટીના પાયામાં જનસંઘ રહેલું છે. જનસંઘના ખાતામાં ગયેલી આ સીટ બાદ ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો છે. છેલ્લે 1990માં કોંગ્રેસ નેતા અને રાજ્યના પૂર્વ નાણાપ્રધાન મનોહરસિંહ જાડેજા ચુંટાયા હતા. જે બાદ 1998થી અત્યાર સુધી આ બેઠક પર ભાજપ વિજેતા થયું આવ્યું છે. ભાજપનો ગઢ ગણાતી રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પર ભાજપે રિપિટ થિયરીનો ઉપયોગ કરી ગોવિંદ પટેલને ચૂંટણી મેદાને ઉતાર્યા હતા. જ્યારે 2017માં ગોવિંદ પટેલ કોંગ્રેસના ઉમેદવાર દિનેશ ચોવટીયા સામે 47000થી વધુ મતોની લીડથી તેમણે જીતનો પરચમ લહેરાવ્યો હતો.

ત્રણેય ઉમેદવાદની ખાસિયત રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના ત્રણેય ઉમેદવારની વાત કરવામાં આવે તો, ભાજપ દ્વારા ઉદ્યોગપતિ રમેશ ટીલાળાને ટિકિટ આપવામાં આવી છે. રમેશ ટીલાલા એક ઉદ્યોગપતિ છે. જ્યારે તેઓ વર્ષોથી શાપર વેરાવળ એસોસિયેશનમાં કાર્યરત છે તેમજ ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી છે. તેમજ ઉદ્યોગપતિ છે. આ સાથે જ આમ આદમી પાર્ટી દ્વારા પણ જેમને ટિકિટ આપવામાં આવી છે. તેઓ પણ ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ છે. કોંગ્રેસ દ્વારા જેમની ટિકિટ આપવામાં આવી છે. તેઓ રાજકોટ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ છે. હિતેશ વોરા પાટીદાર સંસ્થા સાથે જોડાયેલા છે તેમજ કોરોના દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં સેવાઓ કરી છે.

ABOUT THE AUTHOR

...view details