ભાવનગર: ભાવનગર જિલ્લાની પાલીતાણા બેઠક (Palitana seat of Bhavnagar district) પર ચૂંટણી (gujarat election 2022) પહેલા ખાટલા બેઠક શરૂ થઈ ગઈ હતી. કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણભાઈ રાઠોડે (Congress candidate Praveenbhai Rathore) ETV BHARAT સાથે વાતચીતમાં પડદો ઊંચક્યો હતો કે ખાટલા બેઠક શુ ? ક્યારથી શરૂ થઈ હતી અને તેઓ ક્યારથી કરી રહ્યા છે વગેરે બાબતો વિશે તેમને વિગતથી જણાવ્યું હતું.ભાવનગર પાલીતાણા બેઠક પર ત્રીપાંખીયા જંગ પહેલા કોંગ્રેસની ખાટલા બેઠક (Khatla bethak has been the strategy of Congress) ચર્ચામાં રહી હતી. પાલીતાણાના ઉમેદવાર પ્રવીણભાઈ રાઠોડ સાથે ETV BHARAT એ ખાસ વાતચીત કરી હતી. આખરે ખાટલા બેઠક કોંગ્રેસની (indian national congress) કઇ સાલની રણનીતિ રહી છે. ઉમેદવાર પ્રવીણભાઈ પાસે જ જાણો.
કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણભાઈ રાઠોડની ETV BHARAT સાથે વાતચીત સવાલ:ભાજપ જોર-શોરથી સ્ટાર પ્રચારક ઉતારી પ્રચાર કરી રહી છે તમારી રણનીતિ શુ છે?
જવાબ: પાલીતાણાના ઉમેદવાર તરીકે અમે જનતાની વચ્ચે જઇ રહ્યાં છીએ. અમે રાષ્ટ્રિય નેતા રાહુલ ગાંધીએ આપેલા આઠ મુદ્દાઓ લોકો વચ્ચે લાઈને મૂકીયે છીએ.પાલીતાણાની વાત કરીએ તો લાંબા સમયથી રાજ્યમાં ભાજપની સરકાર છે તેમના સાંસદ આવે મોટા નેતાઓન આવે છે. જામનગરના સાંસદને આવવું પડે છે. કાશ્મીરની વાત કરવામાં આવે 370ની વાત કરાય મેં સાંભળ્યું છે 2 નબરનું બટન દબાવવાથી આંતકવાદી નાબૂદ થશે. આવું શુ કામ કરવું પડે છે.
સવાલ: ભાજપમાં વડાપ્રધાને કબુલ્યું કે કોંગ્રેસે ખાટલા બેઠક શરૂ કરી છે તમારું શુ કહેવું છે કારણ કે પહેલી ખાટલા બેઠક શરૂ કરી હતી શુ કહેવું છે ?
જવાબ: સાચી વાત છે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સ્વીકાર્યું છે કે સમગ્ર દેશ રાજ્ય અને પાલીતાણામાં ખાટલા બેઠક થઈ. કોંગ્રેસ તેના વિચારો વ્યક્ત કરવા જઈ રહી છે તેની વડાપ્રધાને નોંધ લેવી પડી છે. આજે નહિ પણ 1885માં કોંગ્રેસની સ્થાપના થઇ ત્યારે કોંગ્રેસની વિચારધારા રહી છે કે દરેકના ઘરે જવું અને ગરીબોની વાત સાંભળવી.દેશને જોડવાનું કામ ખાટલે બેસીને અમે કરીયે છીએ.વડાપ્રધાને આ સ્વીકાર્યું છે. તેમના નેતાઓ મહેલ જેવી ઓફિસમાં એસીમાં બેસીને દેશનો વહીવટ નો થઇ શકે.
સવાલ: 2017માં તમને જ્ઞાતિ સમીકરણ નડયું ત્યારે અપક્ષ હતું આજે અપક્ષ નથી પણ આપ છે.પાલીતાણા જૈનતીર્થનગરી છે ત્યારે તમે પ્રજાને પોતાની તરફ કઈ રીતે કરશો ?
જવાબ: આજે પાલીતાણા યાત્રાધામનું સ્થળ છે રાજ્યમાં ઘણા સમયથી ભાજપની સરકાર છે. યાત્રાધામના વિકાસના નામે અત્યારે સુધી કોઈ ગ્રાન્ટ નથી આપવામાં આવી. હું ધારાસભ્ય હતો ત્યારે વિધાનસભામાં સવાલ મેં કરેલો હતો. ત્યારે રાજ્યમાં ઘણા યાત્રાધામો છે તેવી કોઈ ગ્રાન્ટ પાલીતાણાને યાત્રાધામ તરીકે આપવામાં નથી આવી. પાલીતાણા જૈનનું યાત્રાધામ છે ત્યારે જૈનોના ટ્રસ્ટ અને સામાજિક સંસ્થા દ્વારા વિકાસના કામો થયા છે સરકારે કર્યા નથી.ખાસ કરીને વાત કરીએ સમાજના સમીકરણની તો વિસ્તારમાં કોળી સમાજના વધુ મતદાર છે અને હું કોળી સમાજનો અને કોંગ્રેસનો ઉમેદવાર હોય અને અન્ય નાની જ્ઞાતિના સમાજનો આગેવાની કરું છું એટલે બધા મત મને મળશે તેવી આશા રાખી રહ્યો છું.