ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક ઉપર સરેરાશ મતદાન કેટલું થયું જૂઓ - કપરાડા

વલસાડમાં પહેલા તબક્કાના મતદાનમાં કુલ 69.40 ટકા સરેરાશ મતદાન (First Phase Election 2022 )નોંધાયું હતું. વલસાડ જિલ્લાની તમામ પાંચ બેઠક ( Voting in Valsad five Assembly Seats ) પર સૌથી વધુ કપરાડા અને સૌથી ઓછું ઉમરગામમાં મતદાન ( Gujarat Assembly Election 2022 ) નોંધાયું હતું. વધુ જાણો.

વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક ઉપર સરેરાશ મતદાન કેટલું થયું જૂઓ
વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક ઉપર સરેરાશ મતદાન કેટલું થયું જૂઓ

By

Published : Dec 2, 2022, 9:51 PM IST

વલસાડ જિલ્લામાં 1 ડીસેમ્બરના રોજ પ્રથમ તબક્કાની ચૂંટણી (First Phase Election 2022 )યોજાઈ હતી, જેમાં 1392 મતદાન મથકો પર સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું, જેમાં મતદાન કરવા માટે યુવાનો અને મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, સાંજે 5 વાગ્યા બાદ કુલ 9,22,349 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ ( Voting in Valsad five Assembly Seats )કર્યો હતો, 5 બેઠકો પર 69.40 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં કપરાડા વિધાનસભા મતવિસ્તારમાં સૌથી વધુ 79.57 ટકા જ્યારે ઉમરગામ વિધાનસભા મત વિસ્તારમાં સૌથી ઓછું 60.43 ટકા મતદાન થયું હતું.જેમાં કુલ 1,65,685 મતદારોએ મતદાન કર્યું હતું જેમાં 88216 પુરૂષ અને 77466 મહિલા મતદારોએ મતદાન ( Gujarat Assembly Election 2022 ) કર્યું હતું.

મતદાન કરવા માટે યુવાનો અને મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો

કપરાડા બેઠક પર કુલ 79.57 ટકા મતદાન નોંધાયું પાંચ વિધાનસભા મતવિસ્તાર પૈકી કપરાડા બેઠક પર સૌથી વધુ મતદાન (First Phase Election 2022 )જોવા મળ્યું છે જેના કારણે લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ જોવા મળી રહી છે.કપરાડા બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2,66,808 છે જેમાંથી 2,12,308 મતદારોએ મતદાન ( Voting in Valsad five Assembly Seats ) કર્યું છે. જેમાં 110170 પુરૂષો અને 102137 મહિલાઓએ મતદાન કર્યું છે, આમ કપરાડાના 306 બુથ પર સૌથી વધુ મતદાન થયું છે, જેમાં 7 ઉમેદવારોના ઈવીએમ( Gujarat Assembly Election 2022 ) ભાવિ નોંધાયા છે.

ઉમરગામ બેઠક પર સૌથી ઓછું 60.43 ટકા મતદાન પાંચ બેઠકો પૈકી વલસાડની ઉમરગામ વિધાનસભા બેઠક પર સૌથી ઓછું મતદાન (First Phase Election 2022 )થયું હતું. ઉમરગામ બેઠક પર મતદાન કરવા માટે સવારથી જ અનેક મતદાન મથકો પર લાંબી કતારો જોવા ( Gujarat Assembly Election 2022 ) મળી હતી, પરંતુ બપોર બાદ મતદારોમાં ઓછો ઉત્સાહ ( Voting in Valsad five Assembly Seats )જોવા મળ્યો હતો. ટકાવારી મતદાન નોંધાયું હતું. હાથ ધરવામાં આવેલ જેમાં કુલ મતદારો 1,33,755 પૈકી 1,72,842 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો, 88226 પુરૂષ મતદારો અને 84614 મહિલા મતદારોએ મતદાન કર્યું આમ 6 ઉમેદવારોનું ભાવિ મતદાન EVMમાં સીલ થયું છે.

વિજયની વરમાળાની રાહ 5 વિધાન સભા બેઠક ઉપર 35 ઉમેદવારોના ભાવિ ઈવીએમ મશીનમાં હાલ (First Phase Election 2022 ) સીલ થઇ ચુક્યા છે ત્યારે 8 તારીખે થનારી મત ગણતરી બાદ જ વિજયની વરમાળા ( Voting in Valsad five Assembly Seats ) કોના ગળે શોભશે તે બહાર આવશે.

ABOUT THE AUTHOR

...view details