ગાંધિનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022નું (Gujarat Assembly Election 2022) આજે 89 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું. જેમાં 05 વાગ્યા સુધિમાં અંદાજીત 60 ટકા જેટલું મતદાન થયું છે. મતદાન પ્રક્રિયા 5 વાગ્યે પૂર્ણ થઇ ચુકિ છે અને તમામ મતદાન મથકો પર EVMને સીલ (completed all EVMs sealed) કરવામાં આવ્યા છે. EVMમાં તમામ ઉમેદવારોના ભાવી કેદ થઇ ચૂક્યા છે. 08 ડિસેમ્બરના રોજ તમામ EVM મશીનો ખોલવામાં આવશે.
ETV Bharat / assembly-elections
Gujarat Assembly Election 2022 : પ્રથમ તબક્કાના મતદાન થયું પૃર્ણ, EVM કરાયા સીલ - EVMને સીલ કરાયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022નું (Gujarat Assembly Election 2022) આજે 89 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું. જેમાં 05 વાગ્યા સુધિમાં અંદાજીત 60 ટકા જેટલું મતદાન થયું છે. મતદાન પ્રક્રિયા 5 વાગ્યે પૂર્ણ થઇ ચુકિ છે અને તમામ મતદાન મથકો પર EVMને સીલ કરવામાં (completed all EVMs sealed) આવ્યા છે. EVMમાં તમામ ઉમેદવારોના ભાવી કેદ થઇ ચૂક્યા છે. 08 ડિસેમ્બરના રોજ તમામ EVM મશીનો ખોલવામાં આવશે.
પ્રથમ તબક્કાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ :ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે. સુરત જિલ્લાની 16 બેઠકો પર યોજાયેલીચૂંટણીમાં એકંદરે 57.83 ટકા મતદાન થયું છે.જેમાં મહુવામાં સૌથી વધુ 71.36 ટકા મતદાન થયું છે. જ્યારે જે બેઠક પર સમગ્ર રાજ્યની નજર છે તે વરાછા રોડ બેઠક પર 55.3 ટકા મતદાન થયું છે. સવારથી જ આજે ધીમી ગતિએ મતદાન થયાની ફરિયાદો ઉઠી હતી. જેથી મતદારો મત આપ્યા વગર પરત ફર્યાની પણ ફરિયાદો ઉઠી હતી. જો કે શાંતિપૂર્ણ રીતે યોજાયેલા મતદાન વચ્ચે તમામ પક્ષોએ જીતના દાવા કર્યા છે. બીજી તરફ અકળ મૌન સાથે કરેલા મતદાનમાં મતદારોએ જીતનો કળશ કોના પર ઢોળ્યો છે તે તો 8મી ડિસેમ્બરના પરિણામ પછી જ ખબર પડશે.
ઉમેદવારોના જીતના દાવા :શાંતિપૂર્ણ રીતે યોજાયેલા મતદાનને લઈને જે તે પક્ષ દ્વારા પોતાના તરફી મતદાન થયાના દાવા કરવામાં આવ્યાં છે. ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા જીતના દાવા કરવામાં આવ્યાં છે. તથા આગામી 8મી ડિસેમ્બરે પોતે જ જીતશે તેવો આશાવાદ પણ ઉમેદવારો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.