વડોદરા ગુજરાત વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )માં મહત્તમ મતાદન માટે ( Voting Awareness Message in Vadodara ) વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આરંભવા આવેલું અવસર અભિયાન ( Avsar campaign )વેગવંતુ બનવાની સાથે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ પણ તેમાં સહભાગી બની રહી છે. આજે સમા વિસ્તારમાં આવેલા ઊર્મિ સ્કૂલ ખાતે વિશાળ રંગોળી દોરીને (Huge Rangoli by Urmi School Students ) મતદાર જાગૃતિ માટે સંદેશો આપવામાં આવ્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોર તથા અવસરના નોડલ અધિકારી ડો. બી. એસ. પ્રજાપતિએ આ રંગોળી નિહાળી છાત્રોને બિરદાવ્યા હતાં. ઊર્મિ સ્કૂલના 45 વિદ્યાર્થીઓએએ 12 કલાક સુધી લાગલગાટ મહેનત કરી બનાવેલી રંગોળીને કલેક્ટર અતુલ ગોર અને નિવાસી અધિક કલેક્ટર પ્રજાપતિએ નિહાળી હતી.
ઊર્મિ સ્કૂલમાં 12 કલાકની મહેનતથી વિશાળ રંગોળી બનાવતાં વિદ્યાર્થીઓ 15,000 ખર્ચથી રેતીના રંગોનો ઉપયોગઊર્મિ સ્કૂલના વિદ્યાર્થીઓએ 35 બાય 35 ક્ષેત્રફળ એટલે કે 1225 ચોરસ મીટરમાં આ રંગોળી (Huge Rangoli by Urmi School Students ) આલેખી હતી. જેમાં 15,000 ખર્ચથી રેતીના રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એથિકલ, એક્સીસીબલ, ઇન્ક્લુઝિવ અને સસ્ટેનબલ ચૂંટણીનો સંદેશો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને લોકશાહી શાસનતંત્રમાં ચૂંટણી અને મતદાનનું મહત્વ સમજાવવા ( Voting Awareness Message in Vadodara ) ખાસ તાસ લેવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓની મહેનત અને કલાને બિરદાવીવિદ્યાર્થીઓને વાલીઓ ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માં ખાસ મતદાન ( Voting Awareness Message in Vadodara ) કરે એ માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતાં. જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોર તથા અવસરના નોડલ અધિકારી ડો. બી. એસ. પ્રજાપતિ આજે સવારે આ રંગોળી (Huge Rangoli by Urmi School Students ) નિહાળવા પહોંચી ગયા હતાં. જ્યાં તેમણે વિદ્યાર્થીઓની મહેનત અને કલાને બિરદાવી હતી. આ બન્ને અધિકારીઓએ શાળાના આચાર્ય અને સંચાલકો પાસેની સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટરોલ પાર્ટીસિપેશન (સ્વીપ) અંતર્ગત કરવામાં આવેલી પ્રવૃત્તિની જાણકારી પણ મેળવી હતી. આ વેળા શાળાના સંચાલક રાધિકા નાયર, આચાર્ય માથુર, જિલ્લા આયુર્વેદિક અધિકારી ડો. સુધીર જોશી, નાયબ મામલતદાર અર્જુનસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યાં હતાં
વડોદરામાં મતદાન જાગૃતિ સંદેશઅતુલ ગોરે જણાવ્યું કે ઊર્મિ સ્કૂલના વિધાર્થીઓ વિદ્યાર્થનીઓ અને ટીચર્સ દ્વારા રંગોળી (Huge Rangoli by Urmi School Students ) દ્વારા અવસરનો મહત્વનો સંદેશ આપ્યો કે વિધાનસભા ચૂંટણી 2022 માં 5મી ડિસેમ્બરે વડોદરા તમામ મતદારો ઉમંગ અને ઉલ્લાસભેર ભાગ લે. તે માટે આ રંગોળી દ્વારા એક સંદેશો ( Voting Awareness Message in Vadodara ) આપ્યો છે. વડોદરાના મતદારોના લોકો પોતાના મતદાનનો ઉપયોગ કરે અને સમગ્ર રાજ્યમાં સૌથી વધુ મતદાન કરનાર જિલ્લા ( Gujarat Assembly Election 2022 ) તરીકે પુરવાર થાય. આ પ્રસંગે તમામ વડોદરાના મતદારોને અપીલ કરું છું કે આવતીકાલે મતદાન જાગૃતિ અભિયાનના અંતર્ગત સવારે તમામ મતદાર પોતે જ્યાં હોય ત્યાંથી હું અવશ્ય મતદાન કરીશ તે પ્રકારના શપથ લે.