ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

વડોદરામાં અવર ડ્યૂટી અવર રાઈટનો સંદેશ, મતદાન જાગૃતિ કેળવવા વૉલ પેઇન્ટિંગનું પ્રદર્શન - મતદાન જાગૃતિ કેળવવા વૉલ પેઇન્ટિંગનું પ્રદર્શન

ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) ને ધ્યાને લઈને સમગ્ર રાજ્યમાં જયારે વોટવેવ ચાલતો હોય ત્યારે વડોદરાવાસીઓ પણ ચૂંટણી પ્રક્રિયાને લઈને ઉત્સાહિત છે. એમાં જ્યારે 18 વર્ષ પૂર્ણ કરેલ અને પોતે પ્રથમ મતદાર તરીકે પોતાની ફરજ નિભાવવા ઉત્સુક હોય તેવા VIER કેમ્પસના ( VIER Campus ) કોલેજીયનોની ઉત્સુકતા અને આતુરતા સૌને પ્રેરણા ( Voting Awareness Message in Vadodara ) પુરી પાડતી હોય છે

વડોદરામાં અવર ડ્યૂટી અવર રાઈટનો સંદેશ, મતદાન જાગૃતિ કેળવવા વૉલ પેઇન્ટિંગનું પ્રદર્શન
વડોદરામાં અવર ડ્યૂટી અવર રાઈટનો સંદેશ, મતદાન જાગૃતિ કેળવવા વૉલ પેઇન્ટિંગનું પ્રદર્શન

By

Published : Nov 30, 2022, 8:02 PM IST

વડોદરા વડોદરા નજીક કોટંબી ખાતે આવેલી એન્જીનીયરિંગ સંસ્થા VIER કેમ્પસ ( VIER Campus )માં મતદાન કરવું એ કેટલું મહત્વનું હોય છે એના સંદેશા સાથે કેમ્પસના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ દ્વારા વૉલ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યા હતા. કોઈએ મત આપવા અંગેનો વડોદરામાં અવર ડ્યૂટી અવર રાઈટનો સંદેશો પોતાના ચિત્રમાં પ્રસ્તુત કર્યો તો કોઈએ વળી લેખિતમાં સૂત્રો થકી રજૂ કર્યો હતો. કોઈએ રંગોળી દોરીને તો ઘણાયે ગ્રુપમાં ખુબ સરસ રીતે નાટ્યત્મક શૈલીથી મતદાનનું મહત્વ સમજાવ્યું હતું.જેમાં દરેક વિદ્યાર્થીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીને ( Gujarat Assembly Election 2022 )ધ્યાને રાખી કોઈને કોઇ સંદેશો ( Voting Awareness Message in Vadodara ) પોતાના અલગ અંદાજમાં પ્રસ્તુત કર્યો હતો.

વિદ્યાર્થીઓમાં મતદાન માટે રુચિ વધે અને બીજા લોકોને પણ સમજાવે તેવા સંદેશ અપાયા

મતદાન કરવાની અપીલ લોકશાહીમાં ચૂંટણી એ સરકારની પસંદગી કરવાનો એક ન્યાયી માર્ગ છે. મહત્વની સરકાર અંગેનો સાચો નિર્ણય લેવાનો અવસર છે.કેવા નેતા પસંદ કરવા અને મતદારના ફકત એક જ મતમાં કેટલી તાકાત રહેલી છે એનો સંદેશો પોતાના નાટકમાં ખુબ જ સરસ અને શાબ્દિક રીતે વિદ્યાર્થીઓએ રજૂ કર્યો હતો. ગુજરાતનું ભાવિ લખવાનો મોકો આપણને મળ્યો છે જેને ચુક્યા વગર મત આપીને નિર્ણાયક પગલું લેવાની અપીલ ગુજરાતની જનતાને આ વિદ્યાર્થીઓએ ( VIER Campus )કરી હતી. લોકો થકી, લોકો વડે, લોકો માટે ન્યાયિક રીતે કરવામાં આવતી પ્રક્રિયા એટલે ચૂંટણી, જેમાં ફકત અને ફકત જનતા જ જનાર્દન હોય છે અને સરકાર પસંદ કરવાનો મોકો મળતો હોય છે. જેથી આ અવસરને ચુક્યા વગર, ભૂલ્યા વગર સૌએ મતદાન અચૂક કરવું અને લોકોપયોગી કાર્ય કરનાર યોગ્ય નેતાને જ મત આપવા અંગેની અપીલ ( Voting Awareness Message in Vadodara ) આ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી.

મતદાન જાગૃતિ કેળવવા વૉલ પેઇન્ટિંગનું પ્રદર્શન ડૉ. મીતા જોષીએ જણાવ્યું કે વડોદરા એન્જીનીયરિંગ કોટબી ખાતે 18 વર્ષ પૂર્ણ કરેલા એવા વિદ્યાર્થીઓ એમના માટે swip ની એકટીવીટીના ભાગ રૂપે અહીંયા ( VIER Campus )ટોક શૉ અને વોલનું આયોજન કર્યું છે. વિદ્યાર્થીઓએ પાર્ટસિપેટ કર્યું છે અને વોટિંગની પ્રોસેસ કઈ પ્રકારની હોય એને પણ વર્ણવી છે. આજે બાળકો વોટિંગ માટે રેડી ( Voting Awareness Message in Vadodara ) થઇ ગયા છે. બંને તારીખેે વોટિંગ હશે ત્યારે જરૂરથી મતદાન કરશે.

ABOUT THE AUTHOR

...view details