અમદાવાદ અમદાવાદ ગ્રામ્યની વિરમગામ વિધાનસભા બેઠક જેમાં કૉંગ્રેસ માટે ફાયદાકારક રહી છે. કેમ છેલ્લા 10 વર્ષથી પોતાની સત્તા સાચવી રાખવામાં સફળ રહી છે. જયારે ભાજપ અહીંયા દરેક રીતે પ્રયત્ન કરવા તેમ છતાં ( VIP Seats Big Fight ) સફળ નથી. ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 વખતે ( Gujarat Assembly Election 2022 ) ભાજપ જૂના નેતાઓને સાઈડ લાઈન કરીને નવા અને તાજેતરમાં ભાજપ જોડાયેલ યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ ( BJP Candidate Hardik Patel ) ટિકિટ આપવામાં આવી છે. જયારે કૉંગ્રેસે લાખા ભરવાડ ( Congress Candidate Lakha Bharvad ) અને આમ આદમી પાર્ટીએ કુંવરજી ઠાકોર ( Kuvarji Thakor) ને ટિકિટ આપી છે. જેથી આ બેઠક પર આ વખતે બિગ ફાઈટ જોવા મળશે.
વિરમગામ વિધાનસભા બેઠક પર કૉંગ્રેસ ઉમેદવાર લાખા ભરવાડ વિરમગામ વિધાનસભા બેઠક એ છેલ્લા 10 વર્ષથી કૉંગ્રેસનો ગઢ રહ્યો છે. ભાજપને સત્તા દૂર રાખવા માટે પણ અહીં કૉંગ્રેસ સફળ રહી છે. કૉંગ્રેસના દિગ્ગજ નેતા રિપીટ કરીને લાખા ભરવાડને ટિકિટ આપવામાં આવી છે. જે કૉંગ્રેસમાં ઘણા સમયથી સાથે સંકળાયેલા છેઅને ભરવાડ સમાજ પર મોટું વર્ચસ્વ ધરાવતા વ્યક્તિ છે. જેને લઈ ભરવાડ સમાજનો મોટાભાગનો વર્ગ લાખા ભરવાડ ( Congress Candidate Lakha Bharvad ) તરફ જોવા મળી આવે છે.
વિરમગામ વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર હાર્દિક પટેલવિરમગામ વિધાનસભા બેઠક પર પાટીદાર યુવા નેતા અને કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને આવેલ હાર્દિક પટેલને ઉમેદવાર ( BJP Candidate Hardik Patel )તરીકે જાહેર કરવામાં આવ્યા છે. હાર્દિક પટેલ પાટીદાર આંદોલન વખતનો મુખ્ય ચહેરો હતો. EWS વર્ગ ધરાવતા લોકોને 10ટકા અનામત આપવા માટે અનામત આંદોલન હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં મહત્વનો ભાગ ભજ્યો હતો. પાટીદાર આંદોલન પૂર્ણ થયા બાદ કોંગ્રેસ પક્ષમાં કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ આજ વર્ષે કૉગ્રેસ પાર્ટીને અલવિદા કહીને ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા અને પોતાના વિસ્તાર વિરમગામ વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને ઉમેદવાર તરીકે જાહેર ( Gujarat Assembly Election 2022 )કરવામાં આવ્યા છે.