અમદાવાદ:રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election 2022) બીજા તબક્કા માટે થનારા મતદાન (Second Phase Election 2022) દરમિયાન VIP બેઠકો (VIP Assembly Seats in Gujarat) પર સૌની નજર રહેશે. આ વખતે ફરી એક વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે અમદાવાદ આવશે. તેઓ રાણીપ વિસ્તારમાં (PM Modi voting for Gujarat Election in Ranip) આવેલી નિશાન સ્કૂલમાં (Ranip Nishan School) મતદાન કરવા 5 ડિસેમ્બરે આવશે. અન્ય મહાનુભાવો કઈ જગ્યાએ મતદાન કરશે અને ત્યાંની શું સ્થિતિ રહેશે. તે અંગે જોઈએ આ અહેવાલ.
ઘાટલોડિયા બેઠક :મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા બેઠક (Bhupendra Patel BJP Candidate for Ghatlodia) પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ સાથે જ ભાજપે સતત બીજી વખત તેમને રિપીટ કર્યા છે. આ બેઠક હંમેશા ભાજપનો ગઢ રહ્યો છે. ભાજપના ઉમેદવાર આ બેઠક પરથી જીતશે તો તેઓ ફરી ગુજરાતના મુખ્યપ્રધાન પદ પર યથાવત્ રહેશે. તેઓ અહીંથી કોર્પોરેશન ચૂંટણી પણ જીતીને સ્ટેન્ડીગ કમિટી સભ્ય બન્યા હતા. તો આ બેઠક પરથી કૉંગ્રેસે પોતાના વરિષ્ઠ નેતા ડો. અમીબેન યાજ્ઞિકને (Amee Yagnik Congress Candidate for Ghatlodia) ટિકીટ આપી છે. એટલે આ બેઠક પર બંને વચ્ચે રસાકસી રહેશે તે નક્કી છે.
વિરમગામ બેઠક :અમદાવાદની વિરમગામ બેઠક (Viramgam Assembly Constituency) પરથી ભાજપે હાર્દિક પટેલને ટિકીટ આપી છે. જ્યારે કૉંગ્રેસે લાખા ભરવાડ અને આમ આદમી પાર્ટીએ કુંવરજી ઠાકોરને ટિકીટ આપી છે. આ વખતે પહેલી વખત હાર્દિક પટેલ વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. એટલે તેમની ટક્કર વરિષ્ઠ નેતા લાખા ભરવાડથી થશે. જોકે, આ ચૂંટણી લડવી હાર્દિક પટેલ માટે ખૂબ જ મહત્વની ગણાય છે.
એલિસબ્રિજ બેઠક : આ બેઠક (Ellisbridge Assembly Constituency) ભાજપની સૌથી વધુ સુરક્ષિત બેઠક છે. અહીંથી ભાજપ આજ દિન સુધી ક્યારેય હાર્યું નથી. ત્યારે ભાજપે આ વખતે અમિત શાહ, કૉંગ્રેસે ભીખુ દવે અને આમ આદમી પાર્ટીએ પારસ શાહને મેદાને ઉતાર્યા છે. આ સાથે જ ભાજપે અમદાવાદના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મેયરને ટિકીટ આપી છે.