સુરત: ગુજરાતમાં યોજાનારા વિધાનસભાની ચૂંટણીની (Gujarat assembly election 2022) જાહેર થવાની સાથે ગુજરાતમાં પ્રચંડની શરૂઆત થઈ છે. દરેક પાર્ટીના કેન્દ્રીય નેતાઓ (The central leaders of each party) હાલ ગુજરાતમાં ધામા નાખીને બેઠા છે. દરેક પાર્ટીના સ્ટાર પ્રચારકો (Star campaigners) જિલ્લાઓ અને તાલુકા કક્ષાએ સભાઓ અને રેલીઓ યોજી રહ્યા છે. ત્યારે સુરત ખાતે ચોર્યાસી વિધાનસભા બેઠક (Choryasi assembly seat) પર ભાજપના પ્રચાર માટે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ (Union Minister Giriraj Singh) આવ્યા હતા અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર પ્રહાર કર્યા હતા.
ભાષા-ભાષી સંમેલન: ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય પશુપાલક મંત્રી ગિરિરાજસિંહ ચૂંટણી પ્રચાર માટે સુરતની મુલાકાતે આવ્યા હતા.સચિનમાં ભાષાભાષી સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો ઉમટી પડ્યા હતા. ગિરિરાજસિંહએ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પ્રહાર પણ કર્યા હતા. જો કે ચોર્યાસી વિધાનસભા સીટ પર ભાજપની પહેલી યાદીમાં ઉમેદવારનું નામ જાહેર થયું ન હતું. ભાજપે જાહેર કરેલી બીજી યાદીમાં ભાજપે ચાલુ ધારાસભ્ય ઝંખના પટેલની ટિકિટ કાપી હતી