બારડોલી: બારડોલી નગરપાલિકાની સામેના મેદાનમાં બારડોલી વિધાનસભાના ઉમેદવાર ઈશ્વર પરમારના (Bardoli Assembly candidate Ishwar Parmar) પ્રચાર અર્થે આવેલા કેન્દ્રિય પ્રધાન અનુરાગ ઠાકુરે (Union Minister Anurag Thakur) ઉપસ્થિત લોકોને સંબોધન કરતાં જણાવ્યુ કે કોંગ્રેસની ચાર ચાર પેઢીએ માત્ર એક જ નારો આપ્યો ગરીબી હટાવો (remove poverty) પરંતુ ગરીબ માણસ નાશ પામ્યો પણ ગરીબી હટી નહીં. તેમણે કહ્યું કે કોંગ્રેસે મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી આપ્યા, અધ્યક્ષ સોનિયા ગાંધી આપ્યા પરંતુ તેમના સમયમાં મહિલાનો વિકાસ થયો નહીં. ગરીબ માતાના પુત્ર નરેન્દ્ર મોદીએ દેશવાસીઓની સમસ્યા જાણી તેમણે ગૅસ સિલિન્ડર, વીજળી, આરોગ્ય સુવિધા, નળ સે જળ જેવી યોજના લાગુ કરી મહિલાઓની સુખાકારીમાં વધારો કર્યો (gas cylinders, electricity, health facilities, tap water and increased the well-being of women).
નરેન્દ્ર મોદીને કારણે ભારતનો વિશ્વમાં ડંકો વાગ્યો: અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો હોય તો તે માત્ર નરેન્દ્ર મોદીના પ્રતાપે જ શક્ય બન્યું છે. તેમણે ગુજરાત પર વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, ગુજરાતને જોઈને દેશ શીખે છે. ગુજરાત મોડલ દેશભરમાં પ્રખ્યાત છે. 2017માં ગુજરાતે સંકેત આપ્યો હતો કે 2019માં કેન્દ્રમાં ભાજપ સરકાર આવશે તેમ આ વખતે પણ ગુજરાતની જનતા જવાબ આપશે અને 2024માં મોદી સરકાર આવવાનું નક્કી જ છે.