અમદાવાદ:ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Elections) તારીખો આજે જાહેર થઈ ગઈ છે. આ વખતે ચૂંટણી 2 તબક્કામાં યોજવામાં જઈ રહી છે, ત્યારે કોંગ્રેસેઆ વખતે ગુજરાતમાં પોતાનું શાસન લાવવા માટે કમર કસી દીધી છે. દિલ્હી ખાતે કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટીનો (Screening Committee meeting of Congress in Delhi) આજે બીજો દિવસ હતો, જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા અને રમેશ ચિન્ની હાજર રહ્યા હતા. સતત 2 દિવસથી ચાલી રહેલી સ્ક્રીનીંગ કમિટીમાં અત્યાર સુધીમાં ઘણા બધા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.
ઘોષણાપત્રની પણ તમામ તૈયારીઓ પુરી:આ દિલ્હીમાં ચાલી રહેલી છેલ્લી સ્ક્રિનિંગ કમિટીની મીટીંગ (Screening Committee Meeting) છે, જેમાં અત્યાર સુધીમાં 120 વિધાનસભાની બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારોના નામ ફાઈનલ થઈ ગયા છે અને સાથે જ 62 જેટલા નામોને કાલે આખરી ઓપ આપવામાં આવશે. આ સાથે જ મહત્વનું છે કે, કોંગ્રેસના ઘોષણાપત્રની પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.