દક્ષિણ ગુજરાત: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election 2022) યોજાઈ રહી છે. સમગ્ર ગુજરાતમાં દરેક ઝોન પ્રમાણે દરેક પાર્ટી પોતપોતાની રણનીતિ અનુસાર પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે દક્ષિણ ગુજરાતની વિધાનસભા બેઠકો (south gujarat assembly seat) ખુબ મહત્વનો ભાગ ભજવે છે. દક્ષિણ ગુજરાતની વિધાનસભા બેઠકોની વાત કરીએ તો કુલ 35 બેઠકોનો ( 35 Seats Of South Gujarat)સમાવેશ થાય છે. શહેરી વિસ્તારોમાં હાલમાં ભાજપનું (bhartiya janta pary)પ્રભુત્વ છે જયારે ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું છે. જો કે આ વખતે ત્રીજા પક્ષની એન્ટ્રીથી રાજકીય સમીકરણો બદલાઈ શકે તેમ છે. દક્ષિણ ગુજરાતના સુરતથી ગુજરાતમાં એન્ટ્રી મારનાર આમ આદમી પાર્ટી (aam aadmi party) દક્ષિણ ગુજરાતમાં બીજા ઝોન કરતા વધુ પ્રભુત્વ ધરાવે છે.
દક્ષિણ ગુજરાતની બેઠક પર ચૂંટણી સમીકરણઃદક્ષિણ ગુજરાતની વિધાનસભા બેઠકોની વાત કરીએ તો કુલ 35 બેઠકોનો ( 35 Seats Of South Gujarat )સમાવેશ થાય છે. જિલ્લાવાર જોઇએ તો સુરતમાં 16 , તાપીમાં 02, ડાંગમાં 01, નવસારીમાં 04 , ભરુચમાં 05, વલસાડમાં 05 , અને નર્મદા 02 માં બેઠકોનો સમાવેશ થાય છે. આમાંથી ગત ચૂંટણી 2017ની ચૂંટણી પરિણામ વિશે જોઇએ લઇએ તો કુલ 7 જિલ્લાની 35માંથી 25 બેઠક પર ભાજપ જીતી હતી. 8 બેઠક પર કોંગ્રેસની જીત થઈ હતી અને બે બેઠક બીટીપીના ફાળે ગઈ હતી.દક્ષિણ ગુજરાતની કુલ 35 બેઠકો ( 35 Seats Of South Gujarat )પર કુલ મતદાર સંખ્યા જાણવા ચૂંટણી પંચની આખરી મતદાર યાદી પ્રમાણે નોંધાયેલી સંખ્યા મુજબ કુલ મતદાર સંખ્યા 95,63,000 (Total electorate of 35 seats of South Gujarat ) છે. જેમાં કુલ પુરુષ મતદાર સંખ્યા 49,87,000 છે અને કુલ સ્ત્રી મતદાર સંખ્યા 45, 71,000 છે. જે આગામી ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
જાતિગત સમીકરણ: દક્ષિણ ગુજરાતનું જાતિગત સમીકરણ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ પાટીદાર અને આદિવાસી મતદારો છે. કોળી પટેલ અને લાખોની સંખ્યામાં વસતા ઉત્તર ભારતીયો પર દરેક પાર્ટીની નજર રહેશે.સુરત આ દ્રષ્ટિ ( Caste Equation of South Gujarat )એ એપી સેન્ટર છે કારણ કે અહીં લાખોની સંખ્યામાં ઉદ્યોગો અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં લોકો કાર્યરત છે. સુરતનો વરાછા વિસ્તાર મિની સૌરાષ્ટ્ર ( Political Strategy For Election) તરીકે ઓળખાય છે. દક્ષિણ ગુજરાતમાં કુલ 35 બેઠકોમાં ( 35 Seats Of South Gujarat )આદિવાસી 14 બેઠકો છે, એક બેઠક એસટી અનામત અને બાકીની 20 બેઠકો સામાન્ય છે. દક્ષિણ ગુજરાતની આદિવાસી બેઠકો છે એમાં 14 બેઠકો પર અત્યાર સુધી કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે. આ વિસ્તાર એટલે પણ મહત્વનો છે કે રાજ્યમાં કુલ 27 આદિવાસી અનામત બેઠકોમાંથી અડઘી બેઠક અહીંયા છે.