સુરેન્દ્રનગર:સુરેન્દ્રનગરના વઢવાણ વિધાનસભા બેઠક (Gujarat Assembly Election 2022) પર ભાજપ દ્વારા ઉમેદવારના નામ બદલવામાં આવ્યા છે. જીજ્ઞાબેન પંડ્યાને સ્થાને નવા ઉમેદવાર તરીકે જગદીશભાઈ મકવાણાને ટિકિટ આપવામાં આવી હતી. વઢવાણ વિધાનસભાની સીટના ઉમેદવાર જીજ્ઞાબેનને ટિકિટ આપ્યા બાદ જિલ્લા પ્રમુખ જગદીશભાઈને ટિકિટ આપતા રોષ જોવા મળ્યો હતો.
ETV Bharat / assembly-elections
વઢવાણ બેઠક પર ભાજપે ઉમેદવારનું નામ શા માટે બદલ્યું, જાણો કારણ - વઢવાણ બેઠક પરથી જગદીશભાઈ મકવાણાને ટિકિટ અપાય
સુરેન્દ્રનગરના વઢવાણ વિધાનસભા બેઠક (Gujarat Assembly Election) પર ભાજપ દ્વારા ઉમેદવારનું નામ બદલવામાં આવ્યા છે. જીજ્ઞાબેન પંડ્યાને સ્થાને નવા ઉમેદવાર તરીકે જગદીશભાઈ મકવાણાને ટિકિટ આપવામાં આવી હતી.
![વઢવાણ બેઠક પર ભાજપે ઉમેદવારનું નામ શા માટે બદલ્યું, જાણો કારણ વઢવાણ બેઠક પરથી જગદીશભાઈ મકવાણાને ટિકિટ અપાય](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16919036-thumbnail-3x2-sur.jpg)
જીજ્ઞાબેનને ટિકિટ આપ્યા બાદ અટકળો: વઢવાણ વિધાનસભાની સીટના (Vaghvan Legislative Assembly seat) ઉમેદવાર જીજ્ઞાબેનને ટિકિટ આપ્યા બાદ અનેક અટકળો વચ્ચે જિલ્લા પ્રમુખ જગદીશભાઈને ટિકિટ આપવામાં આવતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો હતો. વઢવાણ બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવાર બદલાતા નવા જૂની થવાના એંધાણ થયા છે. જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે હાલ જગદીશ મકવાણા જવાબદારી નિભાવે છે. વઢવાણ બેઠક પર દલવાડી સમાજના 15,000થી વધુ મતદારો હોવાથી દલવાડી સમાજને જિલ્લામાં ટિકિટના આપતા દલવાડી સમાજમાં રોષ જોવા મળ્યો હતો. જેને લઇ જગદીશભાઈ મકવાણાને ટિકિટ (Jagdishbhai Makwana from Vadwana seat) આપ્યાની ચર્ચાઓ થઈ રહી છે.