ન્યુઝ ડેસ્ક: ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat assembly election 2022) યોજાઈ રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી (Prime Minister Narendra Modi) લઈને દરેક પાર્ટીઓના પ્રમુખ નેતાઓ ઝંઝાવાતી પ્રચારમાં લાગ્યા છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ગોધરા, ધોળકા, બોટાદ, વિજાપુર, હિંમતનગર, ગારિયાધાર, ઉમરેઠ, રાજકોટ ગ્રામ્ય, ખંભાત અને વાગરા એવી બેઠકો છે જ્યાં કોંગ્રેસ જીતતાં જીતતાં હારી ગઇ(lost at low margin) હતી. અને એવી જ એક બેઠક એટલે બોટાદ વિધાનસભા (Botad Legislative Assembly)...ગત વખતની ચૂંટણીના પરિણામને ઝીણવટ પૂર્વક જોઇએ તો 10 બેઠક પર ખરાખરીના જંગ (tight fight) બાદ ભાજપે બાજી મારી લીધી હતી. જ્યારે કોંગ્રેસની આ બેઠકો પર મહેનત ઓછી પડી હતી.તો આવો જાણીએ બોટાદ વિધાનસભાના લેખા-જોખા..
રાજકીય ઇતિહાસ:બોટાદ બેઠક (Botad assembly seat) પર ભાજપના ટોચના નેતા સૌરભ પટેલ સામે કોંગ્રેસના ઉમેદવાર ડી.એમ કલાઠીયાનો માત્ર 906 મતોથી પરાજય થયો હતો. અહીં ઉલ્લેખનીય છે કે, 906 મત કરતાં વધુ મત તો નોટામાં પડ્યા હતા. જેથી આગામી સમયમાં કોંગ્રેસ આ બેઠક પર પણ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે.2017 કરતા 2022 વિધાનસભાની ચૂંટણીમાં માહોલ થોડો અલગ જોવા મળી શકે છે. અનામત આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનાર યુવા નેતા હાર્દિક પટેલ હવે ભાજપમાં છે.જેના પરિણામે કદાચ ભાજપને આ વખતે ગત ચૂંટણી જેટલું પાટીદાર ફેક્ટર નડે નહીં તેવું પણ બને. આ ઉપરાંત ભાજપ સરકારે પાટીદાર નેતાઓની ઘણી માંગ સ્વીકારી છે અને તેને અમલમાં પણ મૂકી છે.ચાર વખત અહીંથી સૌરભ પટેલ જીત્યા છે. 2017માં સૌરભ પટેલને 79,623 વોટ મળ્યા હતા. તો કોંગ્રેસના ડી.એમ. પટેલને 78,717 વોટ મળ્યા હતા. 2007થી અહીં ભાજપની જીતનું માર્જિન ઘટી રહ્યું છે.