ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

કલોલના અલાલી બુથના પ્રિસાઇડિંગ ઓફિસરને આવ્યો હાર્ટ એટેક, શું છે અધિકારી મૃત્યુ પામે તો અધિનિયમ - ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની મતદાન

પંચમહાલના કલોલ તાલુકાના (Kalol Taluka of Panchmahal ) અલાલી બુથના પ્રિસાઇડિંગ ઓફિસરને હાર્ટ એટેક (Presiding officer of alali booth) આવ્યો છે. 108 બોલાવીને તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ચાલુ ફરજ (Gujarat Assembly Election 2022 ) દરમિયાન એટેક આવતા સ્થાનિકોએ મદદ કરી હતી. સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિલમાં ખસેડવામાં આવ્યા છે.

કલોલના અલાલી બુથના પ્રિસાઇડિંગ ઓફિસરને આવ્યો હાર્ટ એટેક, શું છે અધિકારી મૃત્યુ પામે તો અધિનિયમ
કલોલના અલાલી બુથના પ્રિસાઇડિંગ ઓફિસરને આવ્યો હાર્ટ એટેક, શું છે અધિકારી મૃત્યુ પામે તો અધિનિયમ

By

Published : Dec 5, 2022, 2:48 PM IST

Updated : Dec 5, 2022, 4:35 PM IST

પંચમહાલગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની મતદાન (Second Phase Voting) પ્રક્રિયા આજે સવારે 8 વાગ્યાથી શરૂ થયું છે. સાંજના પાંચ કલાક સુધી મતદાન પ્રક્રિયા યથાવત રહેશે. ત્યારે બીજા તબક્કામાં પંચમહાલના કાલોલ તાલુકામાં આવેલા અલાલી મતદાન મથકમાં (Alali Polling Station) ચૂંટણીમાં ફરજ પર હાજર રહેલ રીસાઇડિંગ ઓફિસરને હાર્ટ એટેક આવતા ચૂંટણી પંચ દ્વારા તાત્કાલિક ધોરણે રિઝર્વ પ્રિસાડીંગ ઓફિસરની નિમણુંક કરવામાં આવી છે.

અલાલી બુથના પ્રિસાઇડિંગ ઓફિસરને હાર્ટ એટેક આવ્યો છે. 108 બોલાવીને તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

અલાલી બુથના પ્રિસાઇડિંગ ઓફિસરને હાર્ટ એટેકપંચમહાલના કલોલતાલુકાના (Kalol Taluka of Panchmahal) અલાલી બુથના પ્રિસાઇડિંગ ઓફિસરને હાર્ટ એટેક (Presiding officer of alali booth) આવ્યો છે. 108 બોલાવીને તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ચાલુ ફરજ દરમિયાન એટેક આવતા સ્થાનિકોએ મદદ કરી હતી. સારવાર માટે ગોધરા સિવિલહોસ્પિલમાં (Godhra Civil Hospital) ખસેડવામાં આવ્યા છે.

ચૂંટણીમાં ફરજ પર હાજર રહેલ રીસાઇડિંગ ઓફિસરને હાર્ટ એટેક આવતા ચૂંટણી પંચ દ્વારા તાત્કાલિક ધોરણે રિઝર્વ પ્રિસાડીંગ ઓફિસરની નિમણુંક કરવામાં આવી છે.

ચૂંટણીની ફરજ દરમિયાન પ્રિસાયડિંગ અધિકારીને ગભરામણપંચમહાલ જિલ્લાના કલોલ વિધાનસભા વિસ્તારમાં (Kalol assembly constituency of Panchmahal district) આવેલા અલાલી ગામે ચૂંટણીની ફરજ (Gujarat Assembly Election 2022) દરમિયાન એક પ્રિસાયડિંગ અધિકારીને અચાનક ગભરામણ થતા સ્થાનિકોની મદદ અને 108ની મદદથી ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સિવિલ હોસ્પિટલમાં તેમની સ્વાસ્થ્ય સ્થિર આ ફરજ બજાવનાર રાકેશભાઈ બાબુભાઇ ભાટિયા પંચવટી ગોધરા ઉંમર 52 હોવાનું સામે આવ્યું છે. પોસ્ટ વિભાગમાં ફરજ બજાવતા છે. 108ની ટિમ સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે સુગર લેવલ ઘટી જતા ગભરામણ થઈ હતી. જોકે હાલ સિવિલ હોસ્પિટલમાં તેમની સ્વાસ્થ્ય સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના 1 નવેમ્બર 2022ના પરિપત્રગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના 1 નવેમ્બર 2022ના પરિપત્ર

જો અધિકારી મૃત્યુ પામે તો ?ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના 1 નવેમ્બર 2022ના પરિપત્ર અનુસાર વાત કરવામાં આવે તો લોકસભા વિધાનસભાની સામાન્ય અથવા તો પેટા ચૂંટણી દરમિયાન ચૂંટણી ફરજ પર હોય તેવા અધિકારી કર્મચારીઓ ઈજા પામે અથવા તો અવસાન પામે તેવા સંજોગોમાં ઇજાગ્રસ્ત અધિકારી કર્મચારી તથા સ્વર્ગસ્થ કર્મચારીના કિસ્સામાં તેમના પરિવારજનોને વ્યાજબી અને યોગ્ય ઉચ્ચક વળતર ચૂકવવા માટેની નીતિ કરવામાં આવી છે.

પરિપત્ર બહાર પાડવામાં આવ્યોજ્યારે કર્મચારી અને અધિકારીને ચૂંટણી ફરજ પર ક્યારેય ગણવા તેની પણ વિગતવાર સાથે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જે અનુસાર જો અધિકારી અને કર્મચારીનું મૃત્યુ થાય તો 15 લાખ રૂપિયા ઉચ્ચક વળતર અને ચૂંટણી દરમિયાન ઉગ્રવાદીઓ અથવા અસામાજિક તત્વો દ્વારા આચરવામાં આવતી હિંસાત્મક કૃતિઓ જેવા કે ભૂમિગત બોમ્બ ધડાકા સશસ્ત્ર હુમલા વગેરેના લીધે અવસાન થાય તો મૃતકના પરિવાર વારસદારને 30 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે.

ઓછામાં ઓછું સાડા સાત લાખ રૂપિયાની સહાયજ્યારે કોઈ કર્મચારી અથવા તો ચૂંટણી અધિકારીને કાયમી અશક્તિ જેવી કે હાથ પગ ગુમાવવા પડે અવયવો ગુમાવવા પડે દ્રષ્ટિ ગુમાવવા પડે તેવી પરિસ્થિતિમાં ઓછામાં ઓછું સાડા સાત લાખ રૂપિયાની સહાય તથા હુમલા દરમિયાન થયેલા કાયમી અશક્તિના કિસ્સામાં 15 લાખ રૂપિયાની સહાય પ્રાપ્ત થાય છે.

અધિકારી નિમણુંક કરાઈઆ સમગ્ર ઘટના બાબતે ETV Bharatએ નાયબ મુખ્ય ચૂંટણી નિર્વાચન અધિકારી (Deputy Chief Electoral Returning Officer) કુલદીપ આર્યાનો સંપર્ક લાર્યો હતો. જેમાં આર્યએ જણાવ્યું હતું. આવી ઘટનામાં તાત્કાલિક ધોરણે પહેલા અધિકારીને પ્રાથમિક સારવાર માટે મોકલવામાં આવે છે. તમામ બેઠકો અને બુથ પર રીઝર્વ પ્રિ સાઇડિંગ અધિકારીઓ હોય છે. ત્યારે રીઝર્વ માં રાખવામાં આવેલ પ્રિસાઈડિંગ અધિકારીની નિમણુંક કરવામાં આવે છે.

Last Updated : Dec 5, 2022, 4:35 PM IST

ABOUT THE AUTHOR

...view details