ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

સુરત મહાનગરપાલિકાના પાલ તરણકુંડમાં તરવા આવેલા આધેડનું રહસ્યમય સંજોગોમાં મોત - સુરતની નવી સિવિલ હોસ્પિટલ

સુરત મહાનગરપાલિકાના પાલ તરણકુંડમાં તરવા આવેલા ( Surat Paal Swimming Pool ) આધેડનું રહસ્યમય સંજોગોમાં મોત ( Death by Swimming ) થયું હતું. પાલ પોલીસે ( Paal Police ) મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ સહિતની તજવીજ હાથ ધરી હતી.

સુરત મહાનગરપાલિકાના પાલ તરણકુંડમાં તરવા આવેલા આધેડનું રહસ્યમય સંજોગોમાં મોત
સુરત મહાનગરપાલિકાના પાલ તરણકુંડમાં તરવા આવેલા આધેડનું રહસ્યમય સંજોગોમાં મોત

By

Published : Nov 30, 2022, 3:04 PM IST

Updated : Nov 30, 2022, 9:54 PM IST

સુરત સુરત મહાનગરપાલિકાનો પાલ તરણકુંડ ( Surat Paal Swimming Pool )આધેડના મોતનું નિમિત્ત બન્યો હતો. પાલ વિસ્તારમાં આવેલ પાલિકાના સ્વિમિંગપુલમાં તરવા આવેલા જહાંગીરાબાદ વૈષ્ણોદેવી સ્કાયમાં રહેતા આશિષ ગાંધી સ્વિમિંગ કર્યા ( Death by Swimming )બાદ બહાર આવતા જ લથડી પડતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં.જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યાં હતાં.

પોસ્ટમોર્ટમમાં કારણ મળ્યું સુરત શહેરના 48 વર્ષીય આશિષભાઈ અશોકકુમાર ગાંધી જેઓ ગતરોજ સાંજે પોતાના નિયત સમયે પાલિકાના સ્વિમિંગપૂલમાં સ્વિમિંગ કરી રહ્યાં હતાં ત્યાર બાદ સ્વિમિંગ કર્યા બાદ તેઓ બહાર આવતા જ લથડી પડતા તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સુરતની નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમજ જાહેર કર્યાં હતાં. આ મામલે પોલીસે ( Paal Police ) મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી. પોસ્ટમોર્ટમમાં શરીરના ફેફસામાંથી પાણી મળી આવ્યું હતું.

14 વર્ષથી સ્વિમિંગ કરતાં હતાંસૂત્ર માહિતી અનુસાર મૃતક આશિષભાઈ અશોકકુમાર ગાંધી જેઓ છેલ્લા 14 વર્ષથી સ્વિમિંગ કરે છે. તથા પી.આર ખાટીવાળા સ્કૂલમાં તેઓ ક્લાર્કની નોકરી કરતા હતાં.જોકે આ મામલે પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતક આશિષભાઈ અશોકકુમાર ગાંધી ના પોસ્ટમોર્ટમમાં શરીરના ફેફસામાંથી પાણી મળી આવતા તેમનું ડૂબી જવાથી મોત થયું છે તેવું ફલિત થયું છે. જોકે હાલ આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Last Updated : Nov 30, 2022, 9:54 PM IST

ABOUT THE AUTHOR

...view details