અમદાવાદગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 )માં ગુરુવારે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે, ત્યારે બીજા તબક્કામાં ( Second Phase Poll )જે વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજવાની છે, તે બેઠક પર ભાજપે પ્રચાર પ્રસાર તેજ કર્યો છે. અમદાવાદ શહેરમાં અસારવા વિધાનસભા બેઠક ( Asarva Assembly Seat ) વિસ્તારમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની આગેવાનીમાં એક ખાસ રોડ શો ( Amit Shah Road Show in Ahmedabad )નું આયોજન કરવામાં આવ્યું હતું.
ETV Bharat / assembly-elections
અસારવામાં અમિત શાહનો ભવ્ય રોડ શો, હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી - અમિત શાહ
ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )ના બીજા તબક્કાના મતદાન( Second Phase Poll )માં અમદાવાદનો સમાવેશ થાય છે. ત્યારે ભાજપ માટે ખૂબ મહત્ત્વની બેઠકો ધરાવતાં અમદાવાદના અસારવા વિધાનસભા બેઠક ( Asarva Assembly Seat ) પર ભાજપને જીતાડવાના પ્રચાર જોરશોરથી કરવામાં આવ્યો. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની આગેવાનીમાં રોડ શો ( Amit Shah Road Show in Ahmedabad )નું આયોજન કરવામાં આવ્યું જેમાં અન્ય નેતાઓ પણ જોવા મળ્યાં હતાં.
કોણ કોણ જોડાયાં અસારવામાં મોહન સીનેમાથી કલાપીનગર સુધી યોજાયેલા રોડ શોમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની સાથે અસારવાના ધારાસભ્ય પ્રદીપભાઈ પરમાર, ગુજરાતના પૂર્વ ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો. કિરીટ સોલંકી, અસારવા બેઠકના ઉમેદવાર દર્શનાબેન વાઘેલા અને અમદાવાદના મેયર કિરીટ પરમાર સહિતના અનેક નેતાઓ સહિત હજારોની સંખ્યામાં સમર્થકો જોડાયા હતાં.
મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે અસારવા વિધાનસભા બેઠક પર મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે. તેવામાં ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )માં સૌથી વધુ બેઠકો જંગી બહુમતીથી જીતવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. તેના જ ભાગરૂપે કેન્દ્રીયપ્રધાનો સહિતના સ્ટાર પ્રચારકો અલગ અલગ વિધાનસભા વિસ્તારમાં રોડ શો અને જાહેર સભાઓ યોજી રહ્યા છે.