વડોદરા:ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat assembly election 2022) લઈ લોકજાગૃતિ અને વધુમાં વધુ મતદાન થાય તે માટે વહેલી સવારે સંસ્કાર નગરી વડોદરાએ (Sanskar Nagari Vadodara) મતદાનના સંકલ્પને સમર્પિત કરી હતી. તા.5 મી ડીસેમ્બરના રોજ વડોદરા શહેર અને જિલ્લામાં (vadodara city and district) વિધાનસભા ચૂંટણીને લઈ મતદાન રાખવામાં આવ્યું છે. એ દિવસે EVM યંત્ર પણ થાકી જાય એટલી વાર એની ચાંપ દબાય અને મહત્તમ મતદાન (maximum voting in election) થાય તેની પ્રેરણા માટે રાખવામાં આવેલા રન ફોર વોટમાં નગરજનોએ "હું મતદાન અચૂક કરીશ 'ના (I will ‘Definitely’ vote) દ્રઢ સંકલ્પની દોડ લગાવી હતી.
નેશનલ ગેમ્સ ખેલાડી જોડાયો: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અતુલ ગોર, અધિક પોલીસ કમિશનર મનોજ નિનામા, અવસરના નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેકટર ડો.બી.એસ.પ્રજાપતિ અને ઉંમરના નવમા દાયકામાં પણ સ્ફૂર્તિ થી થનગનતા ડો.ભગવતી ઓઝાએ આ દોડને પ્રસ્થાન કરાવવાની સાથે તેમાં ભાગ લીધો હતો. નેશનલ ગેમ્સમાં મેડલ જીતનારો નાનકડો શૌર્યજિત ખેરે હાલમાં મતદાનની ઉંમર થઈ નથી તો પણ દોડમાં જોડાઈને ભાવિ પેઢીની કર્તવ્યશીલતાની ઝાંખી કરાવી હતી.