જૂનાગઢ પ્રદેશ એનસીપી મહિલા મોરચાના પ્રમુખરેશ્મા પટેલે પોતાની નારાજગી વ્યક્ત કરીને પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. તેવા અહેવાલો કેટલાક માધ્યમોમાં વહેતા થયા હતા. જેને લઈને ઈ ટીવી ભારતે મહિલા મોરચાના પ્રમુખ અને પાટીદાર અગ્રણી રેશમા પટેલ (Patidar leader Reshma Patel) સાથે વાતચીત કરી હતી. તેમણે પક્ષમાંથી રાજીનામું આપ્યું નથી. તેઓ હાલ એનસીપી સાથે જોડાયેલા છે. પરંતુ કુતિયાણાઅને ગોંડલ બેઠક પર (Kutiana of Porbandar district) ઉમેદવાર જાહેર નહીં થવાના કારણે કાર્યકરોના અસંતોષને કારણે કેટલાક અગ્રણી કાર્યકરોએ પક્ષમાંથી રાજીનામાં આપ્યા છે. તે વાતનો તેમને સ્વીકાર કર્યો હતો.
કોંગ્રેસ વચ્ચે ગઠબંધન રેશ્મા પટેલ (Patidar leader Reshma Patel) આજે પણ રાષ્ટ્રવાદી કોંગ્રેસ સાથે ચૂંટણીના (Gujarat Assembly Election 2022) સમયમાં મનામણા અને રીસામણા તેમજ રાજીનામાથી લઈને વિરોધનો માહોલ હવે એકદમ સામે આવી રહ્યો છે. તેને પગલે પાછલા ઘણા વર્ષોથી ગુજરાત અને દેશમાં કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના ગઠબંધનને લઈને આ વખતની ચૂંટણીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના કેટલાક કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે.
ગોંડલ બેઠક પર ગઠબંધનપરંતુ ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની (Gujarat Assembly Election 2022) માફક આ વખતે પોરબંદર જિલ્લાની કુતિયાણા અને રાજકોટ જિલ્લાની ગોંડલ બેઠક પર ગઠબંધન કરવામાં આવ્યું નથી. આ બંને બેઠક પરથી કોંગ્રેસે પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે. ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ગોંડલ અને કુતિયાણા બેઠક (Kutiana of Porbandar district) પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા. પરંતુ આ વર્ષે ગઠબંધન આ બેઠક પૂરતું નહીં થતા કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. કેટલાક માધ્યમોમાં એવા અહેવાનો પણ પ્રસારિત થયા હતા કે પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ રેશ્મા પટેલે નારાજગી સાથે રાજીનામું આપ્યું છે. પરંતુ આ અહેવાલોને રેશ્મા પટેલે ખોટા ગણાવ્યા છે. આજે પણ તેઓ પક્ષ સાથે જોડાયેલા છે.
અહેવાલો ખોટા રેશમા પટેલ આજે પણ રાષ્ટ્રવાદી કોંગ્રેસ સાથે પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ રેશ્મા પટેલે તેમના રાજીનામાં અંગે પ્રસિદ્ધ થયેલા અહેવાલો બાદ ઈટીવી ભારતે તેમની સાથે વાતચીત કરી હતી. જેમાં ખુદ રેશ્મા પટેલે આ અહેવાલો ખોટા છે. તેવો ઉલ્લેખ કર્યો છે અને જણાવ્યું છે કે કુતિયાણા અને ગોંડલ બેઠક પર (Kutiana of Porbandar district) રાષ્ટ્રવાદી કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડવા માટે તૈયારી કરી ચૂક્યા હતા. પરંતુ અંતિમ સમયમાં કુતિયાણા અને ગોંડલ બેઠક પર કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં થતા અહીંથી કોંગ્રેસે તેમના ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. જેને કારણે કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સૌરાષ્ટ્રના કેટલાક આગેવાનો અને મુખ્ય કાર્યકરોએ ગઈ કાલે રાજીનામું આપ્યું છે. હજુ પણ સુરત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાંથી પણ કેટલાક રાજીનામાં આવી શકે છે. પરંતુ તેઓ મહિલા પ્રમુખ તરીકે આજે પણ કામ કરી રહ્યા છે. અને તેઓ પક્ષ સાથે જોડાયેલા છે. એટલે રાજીનામું આપવાના જે અહેવાલો પ્રસારિત થયા હતા. તે બિલકુલ પાયા વિહોણા છે. તેમ જણાવીને રેશમા પટેલે આજે પણ રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં છે તેઓ દાવો કર્યો હતો.