ભરૂચ વાગરા મત વિસ્તારના (Bharuch Vagra Constituency) અપક્ષ ઉમેદવારને ડીટેઈનકરવાના મુદ્દે ચૂંટણી અધિકારીને (Gujarat Assembly Election 2022) રજૂઆત કરવામાં આવી છે. વાગરા બેઠક ભાજપ ગુમાવી રહી હોવાના ભય વચ્ચે અપક્ષ ઉમેદવારને હેરાનગતિકરાવતી હોવાની સાથે ફરિયાદ કરવામાં આવી છે.
વાગરા મત વિસ્તારના અપક્ષ ઉમેદવારને ડીટેઈન કરવાના મુદ્દે ચૂંટણી અધિકારીને રજૂઆત મતવિસ્તારમાં ત્રિપાખીયા જંગભરૂચ જિલ્લામાં વાગરા મતવિસ્તારમાં (Bharuch Vagra Constituency) ત્રિપાખીયા જંગ વચ્ચે અપક્ષ ઉમેદવારનો રહ્યો છે. જેના પગલે અમિત શાહની સભા પહેલા જ અપક્ષ ઉમેદવારને ડીટેઈન કરવાના મુદ્દે લોકોમાં રોષ જોવા મળ્યો છે. જેના પગલે ચૂંટણી અધિકારીને અપક્ષ ઉમેદવારે લેખિત રજૂઆત કરી તેઓના કોલ ડીટેલ રેકોર્ડ કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે ફરિયાદ આપી છે. વાગરા મત વિસ્તારના અપક્ષ ઉમેદવારને ડીટેઈન કરવાના મુદ્દે ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી છે.
અપક્ષ ઉમેદવારનો દબદબોવાગરા મત વિસ્તારના અપક્ષ ઉમેદવારને ડીટેઈન કરવાના મુદ્દે ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા વાગરા મત વિસ્તારમાં ત્રિપાખીયા જંગ વચ્ચે અપક્ષ ઉમેદવારનો દબદબો રહેતા રાજકીય નેતાઓ ગભરાયા હોવાના આક્ષેપ સાથે અપક્ષ ઉમેદવારે પોતાનું અપક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ત્યારથી જ તેમને લોભ લાલચ અપાઈ રહી હોય અને હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ સાથે અમિત શાહની સભા થાય તે પહેલા જ અપક્ષ ઉમેદવાર કમલેશ મઢીવાલાને ડીટેઈન કરતાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે.
વિરોધનો વંટોળઉમેદવાર હોવા છતાં પોલીસ દ્વારા કમલેશ મઢીવાળાને ડીટેઈન કરતાં વિવાદ ઉભો થયો છે અને અપક્ષ ઉમેદવારને હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ સાથે તેઓ એક પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં આક્ષેપ કર્યા હતા કે ભાજપ તો હારી ચૂકી છે. કારણ કે અપક્ષ ઉમેદવારી કમલેશ મઢીવાલાએ કરી છે. જેમાં આ મતવિસ્તારમાં 25,000 માછીમારો છે અને ભાડભૂત બેરેજ યોજનાને લઈ આ પંથકમાં વિરોધનો વંટોળ છે. જેના કારણે ભાજપના મતને નુકસાન થઈ શકે છે અને એટલા માટે જ માછીમાર સમાજના પ્રમુખ કમલેશ મઢીવાળાએ અપક્ષ ઉમેદવારી કરી છે. જેમાં સીધી ટક્કર કોંગ્રેસ સાથે હોવાનું રટણ કરી સરકારી બાબુઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.