રાજકોટરાહુલ ગાંધી તારીખ 21મીએ રાજકોટના શાસ્ત્રી મેદાનમાંયોજવા જઇ રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા દરેક પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આવતી તારીખ 21મીના રોજ કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી પણ રાજકોટમાં જનસભાને સંબોધનકરવા જઇ રહ્યા છે. જેને લઇને પ્રદેશ કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
ETV Bharat / assembly-elections
રાહુલ ગાંધી આવશે રંગીલા રાજકોટમાં, શાસ્ત્રી મેદાનમાં જનસભા ગજવશે - Rahul Gandhi
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ પહેલા દરેક પક્ષના નેતાઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધી (Congress leader Rahul Gandhi) પણ રાજકોટમાં જનસભાને સંબોધન કરવાના છે. અને બીજી બાજુ મોદી પણ રાજકોટના ધોરાજીમાંથી જનસભાને સંબોધન કરવાના છે.
રંગીલા રાજકોટમાં જનસભાને સંબોધનરાહુલ ગાંધી (Congress leader Rahul Gandhi) સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં જનસભાને સંબોધન કરવાના છે. જેની તૈયારીના ભાગરૂપે રાજકોટ શહેર કોંગ્રેસની આજે બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિધાનસભાના ઉમેદવારો સહિત શહેર કોંગ્રેસના નેતાઓને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રાહુલ ગાંધીની સભાને સફળ બનાવવા માટે આગામી રણનીતિ બનાવી હતી. જ્યારે જિલ્લા કલેકટર પાસે રાજકોટના શાસ્ત્રી મેદાનમાં સભા યોજવા માટેની મંજૂરી પણ માંગવામાં આવી છે.
ગણતરીના દિવસો બાકીરાષ્ટ્રીય નેતાઓ સૌરાષ્ટ્રના પ્રવાસે (National leaders visit Saurashtra) પ્રથમ તબક્કાના મતદાનના બસ હવે ગણતરીના દિવસો બાકી છે. એવામાં રાષ્ટ્રીય નેતાઓ રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડા પણ આજે સાંજે રાજકોટમાં જનસભાને સંબોધન કરશે. જ્યારે ભાજપ શાસિત અન્ય રાજ્યોના મુખ્યપ્રધાનો પણ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં જન સભાને સંબોધન કરશે. એવામાં આગામી 21 તારીખના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી પણ સૌરાષ્ટ્રની મુલાકાતે છે. બીજી તરફ વડાપ્રધાન મોદી પણ આગામી દિવસોમાં રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જનસભાને સંબોધન કરશે. અને રાહુલ ગાંધી પણ રાજકોટમાં સંબોધન કરવાના છે.