રાજકોટ રઘુ શર્માએ મેઘા પાટકર વિશે મહત્વનું નિવેદન કર્યું ( Raghu Sharma ) હતું કે ભારત જોડો યાત્રામાં કોઈપણ જોડાઈ શકે. રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા દેશના વિવિધ રાજ્યોમાંથી પસાર થઈ રહી છે. એવામાં મેઘા પાટકર પણ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ થયા હતાં. જેને લઇને રાજકારણમાં જબરો ગરમાવો આવ્યો હતો. ત્યારે ભાજપના નેતાઓએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતાં. સમગ્ર મામલે કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું કે ભારત જોડો યાત્રામાં કોઈપણ જોડાઈ શકે છે અને અમે તેમને રોકી શકતા નથી. જ્યારે ભાજપ પાસે કોઈ મુદ્દો નથી એટલે આ મુદ્દો તેમણેે બનાવ્યો છે.
ETV Bharat / assembly-elections
રઘુ શર્માએ મેઘા પાટકર વિશે મહત્વનું નિવેદન કર્યું, રાહુલ ગાંધીના સભાસ્થળની મુલાકાત લીધી - Medha Patkar
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી 21 તારીખે જનસભાને સંબોધન (Rahul Gandhi Public Meeting in Rajkot ) કરવાના છે. જેને લઇને પ્રદેશ કોંગ્રેસની ટીમ (Gujarat Congress ) દ્વારા જનસભા સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા ( Raghu Sharma )એ મેઘા પાટકર વિશે મહત્વનું નિવેદન કર્યું મેઘા પાટકર ( Medha Patkar )ને લઈને મહત્વનું નિવેદન કર્યું હતું. સાથે સત્યેન્દ્ર જૈન ( Satyendra Jain ) ને લઈને પણ મહત્વનું નિવેદન આપ્યું હતું.
આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ તિહાર જેલમાં મંત્રી સત્યેન્દ્ર જૈન ( Satyendra Jain ) ને વીઆઈપી ટ્રીટમેન્ટ આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને લઈને કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ ( Raghu Sharma ) પ્રહાર કરતાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. જ્યારે જેલમાં આ પ્રકારની ફાઈવસ્ટાર સુવિધાઓ મળે છે તો કેન્દ્ર સરકાર કેમ આ બાબતની નોંધ લેતી નથી અને કાર્યવાહી કરતી નથી. જેના પરથી લાગી રહ્યું છે કે આપ ભાજપની બી ટીમ છે.
શાસ્ત્રી મેદાનમાં રાહુલ ગાંધીની સભા ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) ના પ્રથમ તબક્કાના મતદાનના હવે બસ ગણતરીના જ દિવસો બાકી છે. એવામાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી સૌરાષ્ટ્રના મુખ્ય શહેર એવા રાજકોટમાં જનસભા સંબોધન (Rahul Gandhi Public Meeting in Rajkot ) કરવાના છે. 21 તારીખના રોજ રાહુલ ગાંધી રાજકોટના શાસ્ત્રી મેદાનમાં જનસભાને સંબોધશે. જેને લઇને પ્રદેશ કોંગ્રેસ (Gujarat Congress ) દ્વારા તૈયારીઓ શરૂ કરાઇ છે. સૌરાષ્ટ્રભરમાંથી જનમેદની આ જનસભા માટે એકઠી કરવામાં આવશે. ત્યારે રાહુલ ગાંધીના પ્રવાસને લઈને કોંગ્રેસના નેતાઓ વિવિધ તૈયારીઓ માટે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે.