સુરત:ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને (gujarat assembly election 2022 ) લઈને શરૂ થઈ ગયું છે, ત્યારે આજે સુરત પૂર્વ વિધાનસભા બેઠકને લઈ હાઈ વૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યું હતું. આજે નોમિનેશન ખેંચવાની તારીખ હોવાના કારણે તમામની નજર સરકારી કચેરી પર હતી, ત્યારે એક દિવસ પહેલા સુરત પૂર્વ આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચનજરીવાલા ફોન સ્વીચ ઓફ કરી પરિવાર સાથે લાપતા થઈ ગયા હતા. આપના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓ તેમને શોધી રહ્યા હતા તે દરમિયાન બીજા દિવસે તેઓ સુરતના બહુમાળી સ્થિત પ્રાંત અધિકારીની ઓફિસમાં પહોંચીને પોતાનું નોમિનેશન પાછું ખેંચી લેતા ગુજરાતમાં રાજકીય ભુકપ જોવા મળી રહ્યો છે.
ETV Bharat / assembly-elections
રાઘવ ચડ્ડાએ કહ્યું ગનપોઈન્ટ પર અપરણ થયું, ઉમેદવારે કહ્યું અપહરણ થયું જ નથી - અપહરણ કરાયું જ નથી કંચન જરીવાલા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (gujarat assembly election 2022 ) પહેલા સુરત પૂર્વ આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાએ નોમિનેશન પાછું ખેંચી લેતા રાજકીય ધરતીકંપ જોવા મળ્યો હતો. પોતાના ઉમેદવાર દ્વારા નોમિનેશન પાછું ખેંચતા આપના સાંસદ અને વરિષ્ઠ નેતા રાઘવ ચઢ્ઢા અમદાવાદથી સીધા સુરત પહોંચી ગયા હતા. તેઓએ ETV ભારત સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ગન પોઇન્ટ પર તેમના ઉમેદવારનું અપહરણ (Raghav Chadha said kidnapping at gunpoint) કરાયું છે. બીજી બાજુ ઉમેદવાર કંચન જરીવાલાએ સ્પષ્ટ કર્યું છે કે, તેમનું અપહરણ થયું જ નથી.
અપહરણ કરાયું જ નથી: કંચન જરીવાલા:આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યા છે કે, તેમના ઉમેદવારનું અપરણ કરી બળજબરીથી પોલીસની હાજરીમાં ગન પોઇન્ટ પર નોમિનેશન પાછુ ખેંચવામાં આવ્યુ છે. આ વચ્ચે અચાનક જ 24 કલાકથી લાપતા કંચન જરીવાલા મીડિયા સમક્ષ આવી ગયા હતા અને તેઓએ જણાવ્યું હતું કે, (kanchan jariwala denied for kidnapping ) તેમનું અપહરણ કરાયું નથી અને કોઈપણ પ્રકારની બળજબરી તેમની સાથે કરાવી આવી નથી. તેઓ જ્યારે પણ પ્રચારમાં જતા હતા, ત્યારે સમાજના લોકો ટીકા ટિપ્પણી કરતા હતા અને તેમને કહેતા હતા કે તેઓ દેશ વિરોધી પક્ષમાં છે. સમાજના કહેવા પર હું નોમિનેશન પાછુ લીધુ છે.
ભાજપ દ્વારા ધમકી આપવામાં આવી:જ્યારે રાઘવ ચઢાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી તેઓ પાર્ટી માટે સમર્પિત હતા અને દરેક કાર્યક્રમમાં હાજરી આપતા હતા. ચોક્કસથી તેમનું અપહરણ કરીને પોલીસની હાજરીમાં ગન પોઇન્ટ પર (Raghav Chadha said kidnapping at gunpoint) નોમિનેશન પાછુ લીધુ છે અને વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે, તેમની સાથે બળજબરી થઈ રહી છે. તેઓ પોતે નોમિનેશન પાછું લઈ શકે તેમ નથી. ચોક્કસથી ભાજપ દ્વારા ધમકી આપવામાં આવી છે અને ભાજપના ગુંડાઓ દ્વારા સમગ્ર કાર્ય કરવામાં આવ્યું છે. અમે ચૂંટણી અધિકારીને મળીને દરખાસ્ત કરીશું કે ફોર્મ પાછું ખેંચવામાં નહીં આવે.