ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

અમરેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી સભા, વિરોધીઓ પર વરસ્યા - aam aadmi party

અમરેલીમાં PM મોદીએ જંગી જનસભા સંબોધી વિકાસ કામો વર્ણવ્યા હતા. બીજી બાજુ કોંગ્રેસને વિકાસની પરિભાષાની જ જાણ ન હોવાનું કહી તેમની પાસેથી આશા છોડી દેવા જણાવ્યું હતુ. અમરેલીમાં સભાના સંબોધનમાં વિરોધીઓ પર વડાપ્રધાન વરસ્યા હતા. અમરેલી શહેરમાં (amreli assembly seat) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) કમાણી ફોરવડ સ્કૂલના ગ્રાઉન્ડમાં સભા સંબોધી હતી અને મોદીની સભામાં જનમેદની ઉમટી પડી હતી જેમાં લોકોએ મોદી-મોદીના નારાઓ લગાવ્યા હતા.

અમરેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી સભા
prime-minister-narendra-modis-massive-rally-in-amreli-rained-down-on-protesters

By

Published : Nov 20, 2022, 8:09 PM IST

અમરેલી :ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat assembly election 2022) લઈને ભારતીય જનતા પાર્ટી(bhartiya janta party), કોંગ્રેસ(indian national congress), આમ આદમી પાર્ટી (aam aadmi party) સહિત અન્ય પક્ષો જોરશોરથી તૈયારીઓમાં લાગેલા છે. રાજ્યમાં કઈ પાર્ટીની સરકાર બનશે, તેમાં સૌરાષ્ટ્રની 48 બેઠકોના (48 seats of Saurashtra) પરિણામોની ભૂમિકા મહત્વની બની રહેશે. ત્યારે અમરેલી શહેરમાં (amreli assembly seat) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) કમાણી ફોરવડ સ્કૂલના ગ્રાઉન્ડમાં સભા સંબોધી હતી અને મોદીની સભામાં જનમેદની ઉમટી પડી હતી જેમાં લોકોએ મોદી-મોદીના નારાઓ લગાવ્યા હતા.

અમરેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી સભા

જનમેદનીને સંબોધન: અમરેલીમાં કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં વડાપ્રધાને જનમેદનીને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અમરેલીની ધરા સંતો અને સુરાઓની છે, અહીંની કલમ અને તલવાર બંનેમાં ધાર છે. વિકાસ બોલો એટલે ગુજરાત દેખાય અને ગુજરાત બોલો એટલે વિકાસ દેખાય.અમરેલીમાં એટલો બધો વિકાસ થયો છે કે કૃષિ વિભાગ જાણે અમરેલી માટે રિઝર્વ થઇ ગયો હોય.અમરેલીએ ઉધોગમાં નવી છબી બનાવીને આંતરરાષ્ટ્રીય સ્તરે નામ ઉભુ કર્યું છે.

વિરોધી પર વરસ્યા:નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું કે ગયા વખતે કોંગ્રેસના લોકોને ચૂંટાવીને તમોએ મોકલ્યા તમને લોકોને બહુ ઉમળકો હતો એમને શુ કર્યું કહો? એક કામ યાદ આવે છે? કઈ કર્યું ભલું? નકામા તમારો વોટ શા માટે બગાડો છો.આ વખતે તમારું કમલ ઊગી નીકળવું જોઈએ.અમરેલી આખા ગુજરાતનું નેતૃત્વ કરે એવો સામર્થ્યવાન બની જાય.અમરેલી જિલ્લો આર્થિક રીતે આગળ વધે, સામાજિક ક્ષેત્રે આગળ વધે, શિક્ષણક્ષેત્રે આગળ વધે, કોર્પોરેટ ક્ષેત્રે આગળ વધે એવા જાજરમાન ઉમેદવારો લઈને આવ્યા છીએ જેથી અમરેલી જિલ્લાનું ભવિષ્ય ઉજ્જવળ બને.

મોટા પાયે બદલાવ આવ્યા: સિંચાઇની સુવિધાને લઇને ખેડૂતો હવે ત્રણ-ત્રણ પાક લઇ રહ્યો છે. જેના પરિણામે ગુજરાતમાં શાકભાજી, ફળોનુ ઉત્પાદન વધ્યુ છે. એટલું જ નહિ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી સારી કમાણી રોળી રહ્યા છે. ઉપરાંત જાફરાબાદની બાજરી દુનિયામાં આવતા વર્ષે ડંકો વગાડશે. તેમ પણ અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેર્યું હતું. વધુમાં PM મોદીએ વધુમાં કહ્યું જતું કે છેલ્લા 20 વર્ષમાં અમરેલીમાં મોટા પાયે બદલાવ આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરના ઉધોગમાં અમરેલીનો સમાવેશ થઇ રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details