પાટણ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat assembly election 2022) યોજાઈ રહી છે ત્યારે પાટણ વિધાનસભા બેઠકના (patan assembly seat) ઉમેદવાર રાજુલ દેસાઈના સમર્થનમાં જૂનાગંજ બજાર ખાતે ભાજપના રાષ્ટ્રીય નેતા સુધીર ગુપ્તાએ (MP of BJP sudhir gupta) જાહેર સભા સંબોધી હતી. ગુજરાતમાં રેકોર્ડ બ્રેક સાથે ભારતીય જનતા પાર્ટીનો (bhartiya janta party)વિજય થશે. નવા ગુજરાતને બનાવવા સંકલ્પિત છે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો.તેમને વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (prime minister narendra modi) દેશની દિશા અને દશા બદલી છે.જનતાનો ભરોસો ભાજપ ઉપર છે ત્યારે આ વખતે 150 થી વધુ સીટો સાથે ભાજપ ગુજરાતમાં સરકાર બનાવશે.
ETV Bharat / assembly-elections
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની દિશા અને દશા બદલી છે: સુધીર ગુપ્તા - જનતા
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat assembly election 2022) યોજાઈ રહી છે ત્યારે પાટણ વિધાનસભા બેઠકના (patan assembly seat) ઉમેદવાર રાજુલ દેસાઈના સમર્થનમાં ભાજપના સાંસદ સુધીર ગુપ્તાએ પ્રચાર કર્યો હતો.તેમને જણાવ્યું હતું કે જનતાનો ભરોસો ભાજપ ઉપર છે ત્યારે આ વખતે 150 થી વધુ સીટો સાથે ભાજપ ગુજરાતમાં સરકાર બનાવશે.
રાજુલ દેસાઈના સમર્થનમાં સભા સંબોધી:ભાજપના રાષ્ટ્રીય નેતા અને મધ્યપ્રદેશના સાંસદ સુધીર ગુપ્તાએ પાટણ બેઠકના ભાજપના ઉમેદવાર રાજુલ દેસાઈના સમર્થનમાં સભા સંબોધી હતી. સંબોધનમાં તેમને જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ દેશની દશા અને દિશા બદલી ભારતને સક્ષમ રાષ્ટ્ર બનાવ્યું છે. હાલમાં ભારતમાં દરેક વસ્તુઓનું ઉત્પાદન થાય છે. મિસાઈલ અને હથિયારો ગુજરાતમાં બની રહ્યા છે.નરેન્દ્ર મોદીને રામ અને કૃષ્ણ સાથે સરખાવતા જણાવ્યું હતું કે અધર્મીઓનો નાશ કરવા માટે ભગવાન રામે વનવાસ ભોગ્યો હતો.જ્યારે કૃષ્ણએ મથુરા છોડીને દ્વારકા ગયા હતા. તેમ નરેન્દ્ર મોદી ગુજરાતથી વારાણસી ગયા છે.નરેન્દ્ર મોદી જે કહે છે તે લોકો અને દુનિયા સ્વીકારે છે. વર્ષો બાદ દેશમાં સનાતન ધર્મના લોકો પાસે સત્તા હાથમાં આવી છે. તે જાળવી રાખવા આગેવાનો કાર્યકરો અને મતદારોને અપીલ કરી હતી.
ભાજપ 150 બેઠક જીતશે: પત્રકારો સાથેની વાતચીતમાં સુધીર ગુપ્તાએ જણાવ્યું હતું કે રાજુલબેન દેસાઈ પોતાની નોકરી છોડી પાટણ મતવિસ્તારના લોકોની સેવા માટે આવ્યા છે.બહેનના નેતૃત્વ પાટણ નવા સ્વરૂપમાં સર્જાયેલું જોવા મળશે ગુજરાતમાં કાર્યકર્તા નહીં પણ જનતા ચૂંટણી લડી રહી છે. અહીં પ્રજા પોતાના મંતવ્યો પાર્ટીને જણાવે છે. જનતાનો ભરોસો ભાજપ ઉપર છે ત્યારે આ વખતે 150 થી વધુ સીટો સાથે ભાજપ ગુજરાતમાં સરકાર બનાવશે.પાટણ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડૉ.રાજુલબેન દેસાઈનો ઝંઝાવતી પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. દરેક ગામડાઓમાં રાજુલબેન દેસાઈને સમર્થન મળી રહ્યું છે. ગામડાઓમાં મોટી સંખ્યામાં મહિલાઓ, પુરૂષો વૃદ્ધો સહિતનાઓ ઉમટી પડે છે.