રાજકોટ:જ્યારે વડાપ્રધાન મોદી અગાઉ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પણ ચૂંટણી સભાને સંબોધી ચૂક્યા છે. ત્યારે તેઓ ફરી એકવાર રાજકોટ જિલ્લાની મુલાકાતે આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28 તારીખના રોજ રાજકોટના રેસકોસ ગ્રાઉન્ડમાં વિશાળ જનસભાને સંબોધન કરશે. જેને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે.
ETV Bharat / assembly-elections
વડાપ્રધાન મોદી 28મીએ રાજકોટમાં જનસભાને સંબોધશે - પીએમ મોદી રાજકોટની મુલાકાતે
ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનને બસ હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે તમામ પક્ષો હાલ એડીચોટીનું જોર લગાવીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. એવામાં વડાપ્રધાન મોદી પણ 28મીએ ફરી રાજકોટના રેસકોસ ગ્રાઉન્ડમાં જનસભાને (PM Modi will campaign on the 28th Rajkot) સંબોધશે. જેના માટે ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
વડાપ્રધાન મોદીની સુરક્ષામાં કોઈ ચૂક નહી: જ્યારે બીજી તરફ પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીના રાજકોટ પ્રવાસને લઈને બેઠકોનો દોર શરૂ થયો છે. ત્યારે વડાપ્રધાન મોદીની સુરક્ષામાં કોઈ ચૂક ના રહી જાય તે માટે રાજકોટને ફરી કિલ્લેબંધી કરવામાં આવશે. વડાપ્રધાન મોદીએ અગાઉ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ચૂંટણી પ્રચાર (PM Modi will address the public meeting in Rajkot) કર્યો હતો.
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ચૂંટણી પ્રચાર: વડાપ્રધાન મોદી 28મીએ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ચૂંટણી પ્રચાર (PM Modi will campaign on the 28th Rajkot) કરશે. ઉલ્લેખનીએ છે કે, 2017ની ચૂંટણીમાં રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાયા હતા, ત્યારે વડાપ્રધાન મોદીની ધોરાજીની સભાને પણ મહત્વની માનવામાં આવે છે. જ્યારે રાજકોટએ સૌરાષ્ટ્રનું પાટનગર છે, ત્યારે વડાપ્રધાન મોદી પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં જનસભાને સંબોધન કરવાના છે. જેને પણ અતિ મહત્વની માનવામાં આવે છે.