કચ્છ:ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat assembly election 2022) ધ્યાનમાં રાખીને કોંગ્રેસના તમામ નેતાઓ ગુજરાત આવી રહ્યા છે.રાહુલ ગાંધી (Rahul gandhi congres) હમણાં જ ગુજરાત આવ્યા હતા.પ્રિયંકા ગાંધી પણ આવશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડ઼ગે (Mallikarjun Kharge congres president) પણ આવશે. તેમનો પણ કાર્યક્રમ બની રહ્યો છે.કોંગ્રેસ પાર્ટીના બંને મુખ્યપ્રધાનો અશોક ગેહલોત (ashok gehlot rajsthan chief minister) કે જે આ ચૂંટણી માટે કોંગ્રેસના પ્રભારી છે અને છત્તીસગઢના મુખ્ય પ્રધાન (Bhupesh Baghel chhatisgarh chief minister) પણ આવી રહ્યા છે.તેમને કહ્યું હતું કે દેશના વડાપ્રધાન અને ગૃહ પ્રધાન (prime minister and home minister of india ) રાહુલ ગાંધીથી ગભરાય છે.
ETV Bharat / assembly-elections
વડાપ્રધાન અને ગૃહ પ્રધાન રાહુલ ગાંધીથી ગભરાય છે: કોંગ્રેસ મહામંત્રી - Bhupesh Baghel chhatisgarh chief minister
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તથા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી તારીક અનવર દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત વિધાનસભાની ચુંટણીને (Gujarat assembly election 2022) ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીના પ્રચાર પ્રસાર અને સ્ટાર પ્રચારકો તેમજ કોંગ્રેસની રણનીતિ અંગે તેમને વાત કરી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે ગૃહપ્રધાન અમિત શાહ (prime minister and home minister of india ) કે ભારતીય જનતા પાર્ટી હોય તેઓ રાહુલ ગાંધીથી ગભરાય છે.તેઓને રાહુલ ગાંધીથી ડર લાગે છે
વડાપ્રધાન જવાબદારીઓ છોડીને ચૂંટણીમાં ભાગ લઈ રહ્યા છે:દેશના વડાપ્રધાન અને ગૃહપ્રધાન તેમજ જુદા જુદા રાજ્યના મુખ્યપ્રધાન અને કેન્દ્રીયપ્રધાનો જેવી રીતે પોતાની તમામ જવાબદારીઓ છોડીને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જે રીતે ભાગ લઈ રહ્યા છે અને સમય આપી રહ્યા છે તે દર્શાવે છે કે તેઓ કેટલા ગભરાય છે. તેમને લાગી રહ્યું છે કે તેમની જમીન ખસી રહી છે. તે જમીનને બચાવવા માટે તેઓ પોતાની પુરી તાકાત લગાવી રહ્યા છે.કોંગ્રેસ પાર્ટીનું ગત ચૂંટણીમાં પર્ફોર્મન્સ ખૂબ જ સારું રહ્યું હતું.થોડી કમી જરૂર રહી ગઈ હતી એ કમીને આ વખતે અમે દૂર કરીશું.
BJP રાહુલ ગાંધીથી ગભરાય છે:દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે ગૃહપ્રધાન અમિત શાહ કે ભારતીય જનતા પાર્ટી હોય તેઓ રાહુલ ગાંધીથી ગભરાય છે. તેઓને રાહુલ ગાંધીથી ડર લાગે છે કારણ કે રાહુલ ગાંધી સાચી વાત કહે છે અને દિલથી બોલે છે. જેથી ભાજપને લાગે છે કે લોકો રાહુલ ગાંધીની વાતો પસંદ કરે છે કારણ કે બંને નેતાઓ દેશના વડાપ્રધાન હોય કે ગૃહપ્રધાન જ્યારે ભાષણ આપતા હોય છે કે આશ્વાસન આપતા હોય છે ત્યારે 90% તે ખોટું હોતું હોય છે.જો રાહુલ ગાંધીને સત્તાથી એટલો મોહ હોટ તો તે ભારત જોડો યાત્રા છોડીને અહીં આવી જાત, પરંતુ તેમની સામે પૂરો દેશ છે તેમનો લક્ષ દેશને આજની પરિસ્થિતિમાં કેમ બચાવી શકાય તે છે.