ગાંધીનગર:ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election 2022) પ્રથમ તબક્કાનું મતદાન પ્રક્રિયા 1 ડિસેમ્બરના રોજ પૂર્ણ થયું છે. પહેલા તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠક પર સરેરાશ 63.31 ટકા મતદાન નોંધાયું છે. ત્યારે હવે રાજ્યમાં 14 જિલ્લાની 93 બેઠક પર આજે 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. તો બીજા તબક્કા (Second Phase Vote turnout for Gujarat Election) માટે કેવા પ્રકારની તૈયારી કરવામાં આવી છે તેના પર નજર કરીએ.
ચૂંટણી પંચની વ્યવસ્થા: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા (Second Phase Vote turnout for Gujarat Election) માટે આજે 5 ડિસેમ્બરે સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. આ દિવસે 93 બેઠકો પર કુલ 36,439 બેલેટ યૂનિટ, 36,439 કન્ટ્રોલ યુનિટ અને 40,434 VVPAT મશીનનો ઉપયોગ કરવામાં આવશે.
જિલ્લાઓની બેઠક પર એક નજરબનાસકાંઠાની 9, પાટણની 4, મહેસાણાની 7, સાબરકાંઠાની 4, અરવલ્લીની 3, ગાંધીનગરની 5, અમદાવાદની 21, આણંદની 7, ખેડાની 6, મહીસાગરની 3, પંચમહાલની 5, દાહોદની 6, વડોદરાની 10, છોટા ઉદેપુરની 3 બેઠકો માટે મતદાન થશે.
કેટલા મતદારો કરશે મતાધિકારનો ઉપયોગબીજા તબક્કાની મતદાન પ્રક્રિયાની (Second Phase Vote turnout for Gujarat Election) વાત કરીએ તો, આ વખતે કુલ 2,51,58,730 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં 1,29,26,501 પુરૂષ મતદારો અને 1,22,31,335 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. ઉપરાંત 894 થર્ડ જેન્ડર મતદારો પણ મતદાન કરશે. જ્યારે 18,271 સેવા મતદારો, 660 વિદેશી મતદારો, જેમાં 764 પુરૂષો, 69 મહિલાઓ મતદારોનો સમાવેશ થાય છે.
13,204 મતદાન મથકનું લાઈવ ટેલિકાસ્ટબીજા તબક્કામાં (Second Phase Vote turnout for Gujarat Election) 2,904 શહેરી મતદાન મથક સ્થળો પર 8,533 મતદાન મથકો આવેલા છે. જ્યારે 12,071 ગ્રામ્ય મતદાન મથક સ્થળો પર 17,876 મતદાન મથકો છે. જેમાં કેન્દ્રિય ચૂંટણી પંચના (Election Commission of Gujarat) નિયમ અનુસાર 50 ટકા મતદાન મથક ઉપર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આમાં 13,204 જેટલા મતદાન મથકનું CCTV સર્વેલન્સ ગાંધીનગર સમીક્ષા કેન્દ્ર (Vidya Samiksha Kendra Gandhinagar) ખાતેથી કરવામાં આવશે. તો પ્રથમ તબક્કામાં પણ 13000 જેટલા મતદાન કેન્દ્રનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું.
આટલા અધિકારીઓ રહેશે હાજર4 ડિસેમ્બરે (રવિવારે) તમામ મતદાન મથકની મતદાન પ્રક્રિયામાં હાજર રહેલા કર્મચારીઓને જેતે જિલ્લાના સ્ટ્રોન્ગ રૂમમાંથી EVM મશીનની ફાળવણી કરવામાં આવશે અને 14 જિલ્લાની 93 બેઠકોની મતદાન પ્રક્રિયામાં કુલ 29,062 પ્રિસાઈડિંગ ઓફિસર, 84,263 પોલિંગ ઓફિસર ફરજ બજાવશે.
15 અન્ય રાજયના IPS બીજા તબક્કામાં ખાસ ફરજ પરઆ દિવસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. તો અન્ય રાજ્યમાંથી આવેલા 15 જેટલા IPS અધિકારીઓને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત આ તમામ અધિકારીઓને ગુજરાત વિધાનસભાની ખાસ જવાબદારી સોંપવામાં આવી છે અને પોલીસ ઓબ્ઝર્વર તરીકેની નિમણૂક કરવામાં આવી છે..
ચૂંટણીમાં આવી છે સુરક્ષા વ્યવસ્થાCAPFના 32,000 જવાનો, BSFના 10,000 જવાનો, CRPFના 15,000 જવાનો, ITBP અને RAFના 15,000, ગુજરાત પોલીસના જવાનો 1,45,248, SRPના 16,282, હોમગાર્ડના 51,674 જવાન સહિત કુલ 2,94,002 જવાનો ચૂંટણી બંદોબસ્તમાં રહેશે.
સંવેદનશીલ મથકો પર ચુસ્ત બંદોબસ્તરાજ્યમાં બીજા તબક્કાની (Second Phase Vote turnout for Gujarat Election) ચૂંટણીમાં 93 બેઠકો પર 29,947 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે સંવેદનશીલ મથકોની વાત કરીએ તો, સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે 9,500 જેટલા સંવેદનશીલ મથકો (Sensitive polling stations in Gujarat) પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે, જેમાં SP, DYSP, જેવા ઉચ્ચ અધિકારીઓ અમુક ગણતરીના કલાકોમાં મતદાન મથકોમાં રાઉન્ડ લેશે. જ્યારે સંવેદનશીલ મતદાન મથકો પર ખાસ RAF, BSFની ટીમને ડિપ્લોય કરવામાં આવશે. તો અમદાવાદ, બરોડા, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર જિલ્લામાં વધુ સંવેદનશીલ મતદાન મથકો સમાવેશ થાય છે.