ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

પંચમહાલમાં કોંગ્રેસના ઉમેદવાર પર થયો હુમલો - Congress candidate of Kalol seat

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. તેવામાં હવે કાલોલમાં કોંગ્રેસના ઉમેદવાર ઉપર હુમલાની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ ગોદલી ગામે પ્રભાતસિંહની કાર પર હુમલો કરાયો હોવાથી પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

પંચમહાલમાં કોંગ્રેસના ઉમેદવાર પર થયો હુમલો
પંચમહાલમાં કોંગ્રેસના ઉમેદવાર પર થયો હુમલો

By

Published : Dec 5, 2022, 4:23 PM IST

Updated : Dec 5, 2022, 4:36 PM IST

પંચમહાલ: કોંગ્રેસના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણ પર હુમલો થયો છે. પ્રભાત સિંહ ચૌહાણ કાલોલ સીટના કોંગ્રેસના ઉમેદવાર છે. કાલોલના ગોદલી ગામે ઉમેદવાર પ્રભાત સિંહ ચૌહાણ પહોંચતા હાજર કાર્યકરોએ પ્રભાતસિંહની ગાડી પર હુમલો થયો છે. આ અંગેની જાણ થતાં રાજગઢની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી, હાલ પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.

Last Updated : Dec 5, 2022, 4:36 PM IST

ABOUT THE AUTHOR

...view details