પોરબંદર:16 જાન્યુઆરી 1972ના રોજ પોરબંદરમાં જન્મેલા કાંધલ જાડેજા જિલ્લાની કુતિયાણાના (Porbandar Assembly Seat Kutiyana ) ધારાસભ્ય છે. તેઓ રોબિનહુડ ગણાતા સરમણભાઈ મુંજા જાડેજા અને ગોડમધર સંતોક બેન જાડેજાના મોટા પુત્ર છે. તેંમના પરિવારમાં ત્રણ ભાઈઓ કરણભાઈ જાડેજા, કાનાભાઈ જાડેજા અને ભોજાભાઈ જાડેજા છે. કાંધલભાઈએ (Kandhal Jadeja Netani Notebook) ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. તેમનો વ્યવસાય: ખેતી અને ટ્રાન્સપોર્ટેશનનો છે.
કાંધલ જાડેજાની રાજકીય સફર: કાંધલ જાડેજા (Kandhal Jadeja Political Profile) કુતિયાણામાં 2012થી NCPમાં જોડાયા અને 1992માં કુતીયાણા માર્કેટીંગ યાર્ડના ચેરમેન પદે રહ્યા છે, વિશ્વ પ્રસિદ્ધ શનિદેવ મંદિર હાથલાના ટ્રસ્ટી છે.
સેવાકિય પ્રવુતિ: કુતિયાણા સહિતના વિસ્તારમાં ગૌસેવા, અનેક ભૂખ્યાને ભોજન, વૃધ્ધઆશ્રમ, અનેક આરોગ્ય કેમ્પના આયોજન કર્યા છે. શિક્ષણક્ષેત્રમાં એસ.એમ.જાડેજા કોલેજની સ્થાપના કરી છે. આ ઉપરાંત છાત્રાલયની પણ સ્થાપના કરી છે. જેમાં અનેક વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે.