ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

જનસભામાં લોકોને એકઠા કરવા માટે વિવિધ પક્ષો પાસે ખાસ સ્ટ્રેટજી! - દિગ્ગજ નેતાઓ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election 2022) યોજાઈ રહી છે દરેક રાજકીય પાર્ટીઓના નેતાઓએ ગુજરાતને બાનમાં લીધું છે. ઠેર-ઠેર રેલી અને સભાઓ (political railly and mass meeting) યોજીને પોતાની પાર્ટીઓનો માહોલ બનાવવામાં આવે છે. રેલી કે સભામાં લોકોને એકઠા કરવા દરેક પાર્ટીની પોતાની રણનીતિ હોય છે.જો કે છેલ્લા કેટલાક સમયથી લોભ, લાલચ અને પ્રલોભનનું પ્રમાણ વધ્યું છે. જેની સીધી અસર મતદાન પણ થાય છે.જાણો કેવી રીતે લાખોની જનમેદની ભેગી થાય છે રેલી કે સભામાં

જનસભામાં લોકોને એકઠા કરવા માટે વિવિધ પક્ષો પાસે ખાસ સ્ટ્રેટજી!
political-parties-starategy-for-gathering-crowd-in-railly-and-mass-meeting

By

Published : Nov 24, 2022, 12:12 PM IST

Updated : Nov 24, 2022, 2:22 PM IST

હૈદરાબાદ :ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election 2022) યોજાઈ રહી છે.પ્રથમ તબક્કાના મતદાનને બસ હવે ગણતરીના જ દિવસો બાકી છે. એવામાં તમામ પક્ષના રાષ્ટ્રીય નેતાઓ જોરશોરથી પ્રચાર-પ્રસાર (campaign for election) કરી રહ્યા છે. ત્યારે હવે ચૂંટણી મેદાનમાં વડાપ્રધાન મોદી (prime minister narendra modi) અને રાહુલ ગાંધી (Rahul gandhi congress) પણ જોવા મળી રહ્યા છે. જયારે દિગ્ગજ નેતાઓની સભાઓ અને રેલીઓમાં(political railly and mass meeting) મોટી સંખ્યામાં ભીડ એકઠી કરવામાં આવે છે. ત્યારે ઘણીવાર સવાલો ઊભા થાય છે કે આટલા મોટા પ્રમાણમાં લોકો કેવી રીતે એકઠા થતા હશે? તેમજ આ લોકોનું મેનેજમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે? ત્યારે જોઈએ ETV ભારતના આ વિશેષ અહેવાલમાં...

કાર્યકર્તાને 100 લોકોનો ટાર્ગેટ અપાય છે:ગત 21 તારીખના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે વિશાળ જનસભા યોજાઈ હતી. ત્યારે તેમાં હજારોની જનમેદની ઉમટી પડી હતી. આ મામલે કોંગ્રેસના મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે લોકોને એકઠા કરવા માટે અગાઉથી જ ટાર્ગેટ આપવામાં આવે છે. જ્યારે પક્ષના કાર્યકર્તાઓ ઠેર ઠેર જઈને પ્રચાર કરે છે અને એક કાર્યકર્તાઓને 100 લોકોને ટાર્ગેટ આપવામાં આવે છે. ત્યારબાદ તેમને સભા સ્થળે લઈ આવવાની પણ જવાબદારી રહે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા

લોભ લાલચ અને પ્રલોભનો અપાઈ છે: એક સમયે ચૂંટણી સભાનો ભાગ બનેલા જૂનાગઢના યુવાન કૃણાલ સોલંકી જણાવે છે કે વર્તમાન સમયમાં તમામ રાજકીય પક્ષ પોતાના તરફે જનમેદની એકત્ર કરવાને લઈને મોટી ભીડ ચૂંટણી સભામાં બતાવવા માટે લોકોને લોભ લાલચ અને પ્રલોભનો આપીને જાહેર સભામાં હાજર રાખતા હોય છે. જૂનાગઢના નિવાસી વિરલ જોટવા પણ ચૂંટણી સભામાં હાજર રહેલી ભીડને લઈને પોતાનો પ્રતિભાવ આપે છે.તેઓ સ્પષ્ટ જણાવી રહ્યા છે કે કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા પ્રજાહિતના કામો કરેલા હોય તેવી સ્થિતિમાં લાખોની જનમેદનીની સાથે ચૂંટણી સભા કરવાનો કોઈ મતલબ રહેતો નથી.લોકો સ્વયં-ભૂ તેમના પક્ષ અને ઉમેદવારને મત આપતા હોય છે પરંતુ વર્તમાન સમયમાં રાજનેતાઓ પાંચ વર્ષ સુધી કામ કરતા નથી.ચૂંટણીના સમયે લોભ લાલચ કે પ્રલોભન આપીને લોકોને જંગી જાહેર સભામાં બોલાવતા હોય છે. જેનો પ્રભાવ અન્ય મતદારો ઉપર મતદાનના દિવસે જોવા મળે તેવા મલીન ઇરાદા સાથે આવી ચૂંટણી સભાનું આયોજન કરતા હોય છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની સભા

કોર્પોરેટર-વોર્ડ પ્રમુખોને અપાય છે ટાર્ગેટ:જ્યારે કોઈ શહેરમાં દિગ્ગજ નેતાની જનસભા યોજાતી હોય એવામાં જે તે શહેરના કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખોને લોકોને એકઠા કરવાની જવાબદારી આપવામાં આવે છે. જ્યારે આ લોકોને સભા સ્થળે સમયસર લઈ આવવા અને સભા પૂરી થાય ત્યારે સમયસર તેમને પોતાના ઘર સુધી પહોંચાડવાની જવાબદારી હોય છે. આ સાથે જ સભામાં આવનાર તમામ લોકોનો જમવાનું-પાણી સહિતની વ્યવસ્થા પણ જવાબદાર વ્યક્તિ દ્વારા જ કરવામાં આવતી હોય છે.

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની સભા

1 લાખ સુધી લોકોની જનમેદની કરાય છે એકઠી:કોઈપણ રાજકીય પક્ષના મોટા નેતા આવે ત્યારે મોટા પ્રમાણમાં જનમેદની એકઠી કરવામાં આવે છે. જેમાં 15 દિવસ અગાઉથી જ સમગ્ર પ્લાનિંગ કરવામાં આવતું હોય છે. જે તે વિસ્તારના કોર્પોરેટરો, સરપંચો, કાર્યકર્તાઓ સહિતના પક્ષના હોદ્દેદારોને આ જવાબદારી આપવામાં આવતી હોય છે. જ્યારે અમુક સમયે ડ્રેસ કોડ પણ આપવામાં આવતા હોય છે. આ બધી ચોક્કસ તૈયારીઓ બાદ જ આ મોટી સંખ્યામાં લોકોને સભા સ્થળે લઈને આવવામાં આવે છે. જ્યારે સભા સ્થળે પણ આ લોકો હોય ત્યારે કોઈ પણ જાતની અગવડતા ના સર્જાય તેનું પણ ખાસ સંભાળ રાખવામાં આવે છે.

મતદારોને અપાતુ આશ્વાસન બિરબલની ખીચડી સમાન:પાછલા ઘણા વર્ષોથી ચૂંટણી સભામાં સ્વયંભૂ ગયેલા જૂનાગઢના નિવાસી તુષાર સોજીત્રા જણાવે છે કે આધુનિક અને ટેકનોલોજીના સમયમાં ચૂંટણી સભામાં ભીડ એકત્રિત કઈ રીતે કરવામાં આવે છે.તેના વિડીયો સોશિયલ મીડિયામાં સત્ય બહાર લાવી રહ્યા છે.લોભ લાલચ કે પ્રલોભન જનમેદની બતાવવા માટે રાજકીય પક્ષો પાસેનું એકમાત્ર કારગર હથિયાર બની રહ્યું છે.આવા સમયે લોકોને મળેલું આશ્વાસન બિરબલની ખીચડી સમાન બની રહે છે.લોકોને ચૂંટણી સભામાં મળેલા આશ્વાસનો ક્યારેય પુરા થતા નથી.તેની પાછળનું એકમાત્ર કારણ ચૂંટણી સભામાં લોભ લાલચ કે પ્રલોભન આપીને એકઠી થયેલી જનમેદની હોય છે.

વિવિધ પક્ષની પોતાની સ્ટ્રેટેજી હોય છે: જ્યારે આ મામલે વરિષ્ઠ પત્રકાર અને ફૂલછાબ અખબારના તંત્રી જ્વલંત છાયાએ ઇટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અલગ અલગ પક્ષોની પોતાની સ્ટ્રેટેજી હોય છે. જેમાં વોર્ડ પ્રમુખો, પ્રમુખો, કાર્યકર્તાઓનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ સાથે જ હાલમાં સોશિયલ મીડિયામાં પણ લોકોને વધુમાં વધુ કેવી રીતના ભેગા કરી શકાય તે પ્રમાણેના મેસેજ વાઇરલ કરવામાં આવતા હોય છે. જો કોઈ મોટા નેતાની રેલી હોય તો નક્કી કરેલા એક સ્થળે વાહન ઉભું રાખવામાં આવે છે અને ત્યાં લોકોને બોલાવવામાં આવે છે. આમ અલગ અલગ પદ્ધતિ અલગ અલગ પક્ષ દ્વારા અપનાવવામાં આવતી હોય છે.

Last Updated : Nov 24, 2022, 2:22 PM IST

ABOUT THE AUTHOR

...view details