પોરબંદર:વિધાનસભા 2022 ની (Gujarat assembly election 2022) ચૂંટણી આગામી 1 ડિસેમ્બરે છે ત્યારે પોરબંદર વિધાનસભા બેઠક(porbandar assembly seat) પર આ વખતે ભાજપ અને કોંગ્રેસ દ્વારા રીપીટ (Repeat theory of congres and bjp) થિયરી અપનાવાય છે.કોંગ્રેસના કદ્દાવર નેતા ગણાતા અર્જુનભાઈ મોઢવાડિયા (arjun modhvadiya bjp) સામે ભાજપે બાબુભાઈ બોખીરીયાને (babubhai bokhariya bjp candidate) પસંદ કર્યા છે. જેઓ પોરબંદરના વર્તમાન ધારાસભ્ય છે. આમ આદમી પાર્ટીએ પણ આ વખતે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ખારવા અગ્રણી જીવનભાઈ જુંગીને (jivan jungi aam aadmi party candidate) ટિકિટ આપવામાં આવી છે. જેઓ ખારવા સમાજના આગેવાન તથા સેવાભાવી વ્યક્તિ છે. ત્યારે આ વખતે ચૂંટણીમાં પોરબંદર બેઠક પર 12 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામશે.
પોરબંદર બેઠકનો ઇતિહાસ:83 પોરબંદર વિધાનસભા બેઠક કોઈપણ રાજકીય પક્ષનો ગઢ કહી શકાય તેમ નથી કારણ કે 1995માં પ્રથમ વખત ભાજપનું શાસન આવ્યું ત્યારબાદ 2002માં ભાજપની રાજ્યભરમાં લહેર વચ્ચે અને 2007 મા કોંગ્રેસના અર્જુનભાઈ મોઢવાડિયાની જીત થઈ હતી.ભાજપના બાબુ બોખીરીયાએ 1995 ,1998, 2012 અને 2017માં જીત મેળવી હતી. જો કે છેલ્લી 2017ની ચૂંટણીમાં બાબુભાઈ બોખીરીયાએ માત્ર 1855 મતની નજીકની સરસાઈથી બેઠક પર જીત મેળવી હતી.
પોરબંદરમાં મતદારોની સંખ્યા:પોરબંદર વિધાનસભા બેઠક પર મતદારોની સંખ્યાની વાત કરીએ તો પોરબંદરમાં પુરુષ મતદારો 1,35,175 તથા સ્ત્રી મતદારોની 1,30,099 સંખ્યા નોંધાઈ છે. આ સિવાય થર્ડ જેન્ડરની સંખ્યા પણ 6 જેટલી નોંધાઈ છે. કુલ 2,65,280 મતદારોની સંખ્યા છે.
પોરબંદરમાં જ્ઞાતિવાદ સમીકરણ:પોરબંદરમાં મહેર જ્ઞાતિની સંખ્યા 74,071 તથા બ્રાહ્મણ 34,991,ખારવા 26,304,દલિત 17,117, મુસ્લિમ 14,889,લોહાણા 15,370,કોળી 12,196,રબારી 10,074,પ્રજાપતિ 9,996, બાવાજી 5,605, રાજપુત 2476, સિંધી 2,266, સથવારા 2190, સગર 1567 અને આહિર સમુદાયની સંખ્યા 778 છે.
પોરબંદરમાં મુખ્ય સમસ્યાઓ:સત્ય અને અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ તથા કૃષ્ણ શાખા સુદામાની કર્મભૂમિ એવા પોરબંદર શહેરમાં તથા ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓનું ચોપાટીનું નવીનીકરણ થયું છે. સૌરાષ્ટ્રના પ્રથમ રિવરફ્રન્ટની ભેટ આ શહેરને મળી છે પરંતુ શહેરમાં એક પણ નવો ઉદ્યોગ મળ્યો નથી.જેના કારણે યુવાનોમાં રોજગારીની તકો ઊભી નથી થઈ શકી.આ ઉપરાંત ગાંધીજીના જન્મ સ્થળ કીર્તિ મંદિરમાં મુસાફરો માટે કાયમી ગાઈડની સુવિધા ઉપલબ્ધ નથી.ટુરીઝમ ક્ષેત્રમાં પણ કોઈ ચોક્કસ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. જેના કારણે પોરબંદરમાં પ્રવાસીઓ આખો દિવસ રોકાતા નથી.આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા અનેક વિદ્યાર્થીઓને રાજકોટ તથા અમદાવાદ અને વિદેશ જઈ રહ્યા છે.આમ પ્રવાસન અને ઉદ્યોગ ક્ષેત્રમાં પોરબંદરનો વિકાસ જરૂરી છે.
જ્ઞાતિવાદનું સમીકરણ નિર્ણાયક:પોરબંદરમાં જિલ્લા પંચાયતમાં નગરપાલિકામાં ભાજપનો દબદબો છે અને ભાજપની સત્તા છે.આ વખતે વિધાનસભાની બેઠક પર ભાજપમાં ખારવા સમાજ દ્વારા પણ ટિકિટ માંગવામાં આવી હતી,પરંતુ ટિકિટ બાબુભાઈ બોખેરિયાને મળી છે. આ રાજ રમતમાં આમ આદમી પાર્ટીએ ખારવા સમાજના અગ્રણી જીવન જીંગીને ટિકિટ આપી છે.જ્યારે આમ આદમીના ઉમેદવાર જીવનભાઈ જુંગી કોંગ્રેસના કોર્પોરેટર હતા અને કોંગ્રેસમાંથી તેઓ આમ આદમી પાર્ટીમાં આવ્યા છે ત્યારે જીવન જુગી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાંથી કોના મત જુટવી જાય તે જોવાનું રહ્યું.