પાલનપુરઃવિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો દિવસ નજીક આવતા તમામ (Gujarat Legislative Assembly election 2022) રાજકીયપક્ષો એડીચોટનું જોર લગાવી રહ્યા છે. પાલનપુર આવેલા વડાપ્રધાન મોદીએ જય બોલાવીને પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. પોતાની આગવી શૈલીમાં તેમણે આ વખતે પણ અંગત કામ અંતર્ગત વડીલોને પ્રણામ કેહવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે પાલનપુર આવનારા દિવસોમાં ઉત્તર ભારત અને ઉત્તર ગુજરાતમાં જતા માલ સામાન અને સૈન્ય સામગ્રીનું કેન્દ્ર બની રહેશે એવી ખાતરી (Gujarat BJP) ઉચ્ચારી હતી. તેમણે કહ્યું હતું કે, લોકસભાના મતદાનનો રોકોર્ડ તોડવો છે. આનાથી લોકતંત્ર મજબુત થશે. જેમાં બધાનું ભલું છે. પછી મહેનત કરજો કે, કમળ નીકળવું જોઈએ.
પાંચ પઃપાલનપુરનો એટલે 'પ' અને બીજા પાંચ 'પ', 'પર્યટન,' 'પર્યાવરણ,' 'પાણી,' 'પશુધન' અને 'પોષણ' આ તમામ ક્ષેત્રમાં મોટું કામ થયું છે. લોકોના બે ટંકના ભોજનની ચિંતા કરી છે. ખાસ કરીને જ્યારે મહિલાઓની વાત આવે ત્યારે. હવે લોકોને કઠોળ પણ મળી રહે એવી વ્યવસ્થા કરી છે. આપણી પાસે અઠવાડીયું જ રહ્યું છે, તમારે ઘરે ઘરે જઇને કમળ ખીલવાડવા મહેનત કરવાની છે. કોલ્ડ સ્ટોરેજ બનાવાના છે. જે ઉત્તર ગુજરાતનો સામાન એ વાયા પાલનપુરના રસ્તે થઈને જવાનો છે. જેથી પાલનપુર એક કેન્દ્ર બની રહેશે. દરિયા કાંઠે જેટલો ધમધમાટ ન હોય એટલો ધમધમાટ પાલનપુલ સેન્ટરમાં થશે. પાલનપુર ઉત્તર ભારતનું સેન્ટર બની રહેશે. મારે બનાસકાંઠા પાટણ અને કચ્છ સુધીની મને ખબર છે.