સુરેન્દ્રનગર:ગુજરાતના પ્રથમ તબક્કાના મતદાન પહેલા ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદીએ તારીખ 21ના સોમવારે સુરેન્દ્રનગરથી પ્રચાર અભિયાનની શરૂઆત કરી હતી. જેમાં સભાની (Gujarat assembly election 2022) શરૂઆતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, આ સુરેન્દ્રનગર પાણીથી તરસતુ હતું. જેને વડાપ્રધાન મોદીના પ્રયાસથી પાણી મળ્યું અને પાણીવાળું સુરેન્દ્રનગર બન્યું છે. એ સમયે કેન્દ્રમાં એવી સરકાર હતી જે ગુજરાતના મુદ્દાઓને સાંભળતી ન હતી. પણ વડાપ્રધાન મોદીએ ગુજરાતના વિકાસ અને પ્રજાના પાણીના પ્રશ્ન હેતું ધારદાર રજૂઆત કરી હતી.
સરળ માટે તો કોંગ્રેસઃ કોંગ્રેસે કહ્યું હતું કે, જે સરપંચ કે કોર્પોરેશનમાં નથી બેઠા એને કોઈ અનુભવ નથી. એ સમયે મેં કહ્યું હતું કે, હું 24 કલાક વીજળી આપીશ. કામ કઠિન છે એ હું જાણું છું. 24 કલાક વીજળી આપવી કામ અઘરૂ છે. પણ મને તો અઘરા કામ માટે મને બેસાડ્યો. સરળ કામ માટે તો તમે હતા. અઘરા કામ કરૂ છું અને એ કામ પાર પાડીને લોકોનું ભલું પણ કરૂ છું. દસ વર્ષ પહેલા ગુજરાતમાં 24 કલાક પહેલા વીજળી આવી. તમારા પાસેથી આશીર્વાદ લઈને દેશમાં ગયો. 18000 ગામમાં વીજળી પહોંચાડી છે. સુરેન્દ્રનગર પશુપાલકનો જિલ્લો કહેવાય પણ ડેરીડચકા ખાતી હતી. પશુપાલકને ઢોરને આપવા જેટલા પૈસા ન મળતા. આ ચિત્ર જોયા છે.
પોણા બસો મેટ્રિક ટનઃ પછી નીતિ બદલી અને પરિણામ લાવ્યા. ડેરી સેક્ટર સુરેન્દ્રનગરથી વધી રહ્યું છે. આ દેખાય છે અને પ્રભાવ પણ પડે છે. દરેક મંડળીના મિલ્કના યુનિટ કેવી રીતે શક્ય બન્યું. કારણ કે વીજળી મળી. દૂધની સાચવવાની શક્યતા વધી, દૂધ બગડતું બચી ગયું. પશુપાલકના ખિસ્સામાં પૈસા આવતા પહેલા.20 વર્શ પહેલા 60 લાખ મેટ્રિકટન દૂધનું ઉત્પાન થતું. પણ હવે પોણા બસો મેટ્રિક ટન થાય છે. સુર સાગર ડેરી તો હવે સુખ સાગર બની ગઈ છે. એ સમયે કહ્યું હતું કે, આ સુર સાગરને સુખ સાગર બનાવવી છે આજે બની ગઈ છે. સાત લાખ લિટર દૂધનું પ્રોસેસન અહીં થાય છે. કર્મચારીઓને પગારના ફાંફા પડતા, કોંગ્રેસ વાળા સગા વ્હાલાને વેચી દેતા. આજે 1200 કરોડનું ટર્ન ઓવર છે.
નવા યુગના એંધાણઃવિરમગામ સુધી ઉદ્યોગ છે, ધોલેરામાં ઈન્ટરનેશનલ એરપોર્ટ આવી રહ્યું છે. હવે ઉદ્યોગોની જાળ સુરેન્દ્રનગરમાં આવી રહી છે. અમારા માટે યુવાનોને સશક્ત કરવા એક યજ્ઞ સમાન છે. એ દિવસો પણ જોયા છે કે, ભણાવવા માટે લોકોને ચિંતા રહેતી. ખર્ચો થાય, દૂર સુધી વિદ્યાર્થીઓને મોકલી ન શકાય., ન ક્વોલિટી હતી ન ક્વોન્ટિટી. બીજા રાજ્યમાં જવાની મજબુરી આવતી. એનું જીવન અહીં બદલાય એ ચિંતા કરી છે. બીજા રાજ્યમાં ગયેલા વિદ્યાર્થીઓ પાછા ગુજરાત ન આવે એ સ્થિતિ બદલવાનું મિશનરૂપ કામ કર્યું છે. જેમાં સારૂ શિક્ષણ મળે એ પગલાં લીધા છે. એવા યુવાનો તૈયાર થાય એના હાથમાં હુનર હોય એના માટે કામ કર્યું છે. વીસ વર્ષ પહેલા ક્લાસરૂમ ન હતા. આજે બાળકો માટે સ્માર્ટરૂમ છે.
યુરિયા વિદેશમાંથી લાવવું પડેછે. લડાઈને કારણે એક થેલી રૂ.2000માં લાવીએ છીએ. ખેડૂતને માત્ર 270 રૂપિયામાં આપીએ છીએ. આ લાખો રૂપિયાનો બોજ, અઢી લાખ કરોડ રૂપિયા ભારત સરકાર ભોગવે છે. ખેડૂતોને આટલું કહેજો. એને ખબર પડે કે, બહારથી આવેલા લોકો કેટલા મુર્ખ બનાવે છે. અમે યુરિયાની બ્રાંડ બનાવવાનું નક્કી કર્યું છે. નવો પ્રયોગ લાવ્યા છીએ. મોદી નવા નવા અખતરા અને સંશોધન કરીને સામાન્ય માણસનું ભલું થાય એવું કામ કરીએ છે. હવે નેનો યુરિયા લાવ્યા છે. આજે પાંચ થેલી માટે ખર્ચો થાય, ટેમ્પો, ગાડું જોઈએ. નેનો યુરિયા એવું છે જે એક થેલીમાં જેટલું યુરિયા હોય એ જેટલું કામ એક બોટલ યુરિયા કરે. આનાથી ખર્ચો ઘટી જાય. આ વખતે મગફળીમાં જાહોજલાલી છે. કોઈ દિવસ આવા ભાવ જોયા ન હતા. મને ખેડૂતની ખબર છે. આ યાત્રા કરનારને કપાસ કોને કહેવાય અને મગફળી કોને કહેવાય એની ખબર નથી.
ગુજરાતનું મીઠુંઃ આ દેશનો કોઈ નાગરિક એવો નહીં હોય જેને ગુજરાતનું મીઠું ન ખાધું. પણ ઘણા લોકો ગુજરાતનું મીઠું ખાઈને ગુજરાતને ગાળો દે છે. અમારા સુરેન્દ્રનગરમાં મીઠું પકડવીને નિકાસ કરે છે. જેનાથી લોકોને રોજગારી મળે છે. કામ ધંધો મળે છે. જ્યારે કોંગ્રેસ રાજ હતું અહીંથી બધી સીટ જીતી જતા. પણ આગરિયાની ચિંતા ન હતી. એની પાસે બુટ કે મોજા મળતા ન હતા. આગરિયા માટેના રસ્તા, એના સંતાન, પાકા ઘર, આરોગ્યનો મુદ્દો હોય, પીવાનું પાણી, વીજળી, સોલાર પંપ થકી પણ મદદ કરવાનું પગલું ભર્યું છે. સુરેન્દ્રનગર જિલ્લો આગરિયાનું જીવન બદલે છે.