ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

નવસારીમાં PM નરેન્દ્ર મોદી: મોદીનો વટ તમારા વોટમાં છે

ગુજરાત વિધાનસભા ચુંટણીનો ઝંઝાવાતી પ્રચાર કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવસારી ખાતે જંગી જનમેદનીને સંબોધી એક મતની તાકાત બતાવી હતી. ચુંટણી ભાજપ કે નરેન્દ્ર મોદી નહીં પણ ગુજરાતની પ્રજા લડી રહી છે અને એમાં પણ ભાજપી કાર્યકરોને એક એક બુથ સુધી પહોંચી, દરેક મતદારોને મોદીના પ્રણામ કહી આશિર્વાદ માંગવાનું કામ સોંપ્યુ હતું.

નવસારી બેઠકના લેખા-જોખા
pm-modi-railly-in-navsari-from-where-cr-patil-is-mp-know-the-political-details

By

Published : Nov 21, 2022, 6:00 AM IST

Updated : Nov 21, 2022, 7:52 PM IST

હૈદરાબાદ : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat assembly election 2022) યોજાઈ રહી છે, ત્યારે દરેકની નજર અલગ અલગ પાર્ટીના મોટા નેતાઓના ગઢ પર છે. એવો જ ગઢ એટલે નવસારી (navsari assembly) જ્યાંથી ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાંસદ (CR PATIL BJP) છે. નવસારી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ એ સ્ટાર પ્રચારકોની આખી ફોજ તો નવસારીમાં ઉતારી દીધી હતી પણ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નવસારીમાં જંગી જનમેદનીને સંબોધી છે.

2017 વિધાનસભા ચૂંટણીનું પરિણામ

આ મોદીનો વટ તમારા વોટમાં છેઃ PMનવસારીમાં સભાને સંબોધતા મતદારોને કહ્યું હતું કે, તમારા વોટની તાકાતથી આજે ગુજરાત નંબર વન છે. આ મોદીનો વટ પણ તમારા વોટમાં છે. તમારો વોટ છે તો મોદીનો વટ છે. આપણે આ વખતે વધુમાં વધુ કમળ ખીલવવાનું કામ કરવાનું છે. આ ઉપરાંત તેમણે કહ્યું, આ ગરીબનું કોઈ ના હોય એનો આ મોદી જ હોય. તમારા મતના કારણે મોદીનો વટ છે. ઘેર ઘેર નળથી જળ પહોંચાડ્યું.

ચીકુ પકવતા ખેડૂતોને યાદ કર્યા:નવસારીમાં સભાને સંબોધતા વડાપ્રધાને ચીકુ પકવતા ખેડૂતોને યાદ કર્યા હતા. PMએ કહ્યું હતું કે, નવસારીના ચીકુ દિલ્હીમાં વેચાઈ રહ્યા છે. દિલ્હીમાં ચીકુ પહોંચે તે માટે ખાસ ટ્રેન ચાલી રહી છે. દિલ્હીમાં બધા નેતાઓ નવસારીનાં ચીકુ ખાતા થઈ ગયા છે. હવે કમનસીબી એ છે કે, ચીકુ નવસારીના ખાય અને ગાળો અહીં આવીને આપે છે.

માછીમાર પણ દેશની તાકાત:ગુજરાત પાસે લાંબામાં લાંબો સમુદ્ર કિનારો છે. પરંતુ, ગુજરાતમાં ભૂતકાળમાં સરકાર માછીમારાનો તેની હાલત પર છોડી દેતી હતી. અમે નક્કી કર્યું કે, આ માછીમાર પણ દેશની તાકાત છે. બ્લ્યૂ ઈકોનોમીમાં આગળ વધવું હશે તો સમુદ્રશક્તિ સાથે જોડાયેલા લોકોની ચિંતા કરવી પડશે અને તેમની સમસ્યાને સમજીને કામ કરવું પડશે. હાથ પર હાથ રાખી કૉંગ્રેસની સરકાર બેસી રહેતી કારણ કે, તેમાં તેમને મલાઈ ખાવા મળતી ન હતી એટલે કંઈ કરતા ન હતા. અમે સાગરખેડૂની સર્વાંગી વિકાસ યોજના બનાવી અને તેની પાછળ 30 હજાર કરોડ ખર્ચ કરી કામ કર્યું.

રાજકીય ઇતિહાસ:નવસારી વિધાનસભા બેઠકમાં નવસારી વિધાનસભા બેઠકનો 175મો ક્રમાંક છે. નવસારી વિધાનસભા બેઠક પર ભાજપ સતત 7 ટર્મથી એટલે કે, 35 વર્ષથી જીત મેળવી રહ્યું છે. ભાજપ નેતા મંગુભાઈ પટેલનું આ બેઠક પર સતત 5 ટર્મ સુધી એટલે કે, 25 વર્ષ સુધી પ્રભુત્વ રહ્યું છે. વર્ષ 1990થી વર્ષ 2007 (1990- 1995- 1998- 2002- 2007) સુધી જીત મેળવીને મંગુભાઈ પટેલે આ બેઠક પોતાને નામ કરી હતી. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ નેતા પિયુષભાઈ દેસાઈએ કોંગ્રેસ નેતા ભાવનાબેન પટેલને જંગી બહુમતીથી હરાવ્યા હતા. તો વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ પિયુષભાઈ દેસાઈએ જીત મેળવી હતી અને કોંગ્રેસ નેતા અરવિંદભાઈ પટેલને હરાવ્યા હતા.નવસારીને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનો ગઢ માનવામાં આવે છે. સી. આર. પાટીલ સતત વર્ષ 2009થી નવસારી લોકસભા બેઠક પરથી જીતતા આવ્યા છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર સી. આર. પાટીલે નવસારી બેઠક પરથી કોંગ્રેસનાં ઉમેદવાર મકસુદ મિર્ઝાને 5.58 લાખ મતોની સરસાઈથી પરાજિત કર્યા હતા.

મતદારોની સંખ્યા

મતદારોની સંખ્યા:નવસારીમાં નવા મતદારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. નવસારી બેઠક પર બેઠક પર 2022ના ચૂંટણી પંચના ડેટા પ્રમાણે પુરુષો મતદારોની સંખ્યા 125192, સ્ત્રી મતદારો 124764, જ્યારે અન્યોની સંખ્યા 14 છે, આમ આ બેઠક પર કુલ મતદાતાઓની સંખ્યા 249970 છે.

નવસારીની ખાસિયત

નવસારીની ખાસિયત:જૂના લેખના આધારે નવસારીની ખ્યાતી સાતમી સદીથી જાણવા મળે છે. ઈ.સ.671ના સમયમા નવસારિકા તરીકે ઑળખાતા આ પ્રદેશમા ચાલુકય વંશની લાટ શાખાનું રાજય હતું.આ વંશમાં અવનિજનાશ્રા પુલકેશી રાજા રાજય ભૉગવતા હૉવાનું જણાય છે. પુલકેશી રાજાએ નવસારિકાને જીતવા આવેલ અરબી સેનાને પરાસ્ત કરી પાછી કાઢી હતી,આ ચાલુકય શાસન ઈ.સ.740 સુધી રહ્યું હૉવાનું જણાય છે. અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ જમશેદજી ટાટાનો જન્મ નવસારીમાં થયો હતો. તેઓ ભારતના સૌથી મોટા ઉદ્યોગ સમૂહ ટાટા જૂથના સંસ્થાપક હતા. તેઓને ભારતીય ઉદ્યોગજગતના પિતા માનવામાં આવે છે. આ ઉપરાંત સ્વાતંત્ર્ય સેનાની દાદાભાઈ નવરોજી અને ભારતના પ્રથમ મહિલા ફોટોગ્રાફર પદ્મવિભૂષણ હોમાય વ્યારવાલાનો જન્મ પણ નવસારીમાં થયો હતો. નવસારીમાં સયાજી વૈભવ લાયબ્રેરી, કૃષિ યુનિવર્સિટી જોવાલાયક સ્થળોમાંથી એક છે.

નવસારી વિધાનસભા બેઠકની માંગ

નવસારીની માગ:નવસારી બેઠક શહેરી અને ગ્રામ્યના મતદારો પ્રભાવ ધરાવે છે. જેમાં હળપતિ અને કોળી મતદારોનો વધુ છે, વર્ષોથી ભાજપનું ગઢ ગણાતી આ બેઠક પર ગત ટર્મમાં ધારાસભ્ય પિયુષ દેસાઈ ધારાસભ્ય રહ્યા હતા અને તેમની ટિકિટ કપાતા રાકેશ દેસાઈને તક આપવામાં આવી છે. નવસારી વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો પાણી, સાંકડા રસ્તાઓ રેલવે ઓવર બ્રિજ, રીંગરોડ સહિત ટ્રેન વરસાદી પાણીની સમસ્યા ઠેરની ઠેર રહેવા પામી છે નવા ચૂંટાઈને આવતા ધારાસભ્ય માટે આ સમસ્યાનો નિકાલ કરવો મોટો પડકાર બની રહેશે

Last Updated : Nov 21, 2022, 7:52 PM IST

ABOUT THE AUTHOR

...view details