ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

ગત ચૂંટણીમાં ગુમાવેલું જંબુસર પાછું મેળવી શકશે ભાજપ?, જાણો જંબુસરનું રાજકીય સરવૈયું - ચૂંટણી

ભરૂચની 5 બેઠકો પૈકી જંબુસર બેઠક (Jambusar Assembly of Bharuch district) પર અત્યાર સુધી યોજાયેલી 12 ચૂંટણીમાં 7 વખત કોંગ્રેસ (indian national congress) અને 5 વખત ભાજપ (bhartiya janta party) જીતવામાં સફળ રહ્યું છે. જેમા રસપ્રદ વાત એ છે કે પાંચેય વખત ભાજપના ઉમેદવાર મોરી છત્રસિંગ જ હતા. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને આ બેઠક પર હારનો સામનો કરવો પડ્યો હતો..શું કહે છે જંબુસરનું સરવૈયું....

Etv Bharat
Etv Bharat

By

Published : Nov 20, 2022, 1:27 PM IST

ન્યુઝ ડેસ્ક: ગુજરાતની વિધાનસભા ચૂંટણી (Gujarat assembly election 2022) યોજાઈ રહી છે ત્યારે દરેક પાર્ટીઓને ગુજરાતમાં જીત મેળવવા કમર કસી છે. આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ માટે માથાના દુઃખાવા સમાન સાબિત થઇ રહી છે. ત્યારે ભરૂચ જિલ્લાની જંબુસર વિધાનસભા (Jambusar Assembly of Bharuch district) ભાજપનો ગઢ છે. 1990 થી 2017 સુધી ફક્ત બે વખત કોંગ્રેસના ધારાસભ્ય (congress mla) બની શક્યા છે. ભાજપને ગઈ ચૂંટણીઓમાં અમુક બેઠક પર હાર સહન કરવી પડી હતી. જેમાંની એક ભરૂચના જંબુસરની બેઠક હતી. જંબુસર એ રાજ્યની 182 વિધાનસભા (182 assembly constituencies of the state) મતવિસ્તારો પૈકીની એક બેઠક છે.તે ભરૂચ જિલ્લાનો ભાગ છે. જંબુસર ખેતી અને ઔદ્યોગિક એકમો (agriculture and industrial unit) માટે જાણીતો વિસ્તાર છે. ત્યારે આ વખતે કોણ મારશે માજી તે જોવાનું રહ્યું....જાણો જંબુસર વિધાનસભાનું સરવૈયું

2017 વિધાનસભા ચૂંટણીનું પરિણામ

રાજકીય ઇતિહાસ:જંબુસર બેઠકની બીજી મહત્વની વાત એ છે કે, અહીં રાજ્યની સ્થાપના બાદથી યોજાતી રહેલી ચૂંટણીમાં જંબુસર બેઠકના મતદારોએ મતદાન પ્રત્યે ભારે સજાગતા બતાવી હતી. જેથી અત્યાર સુધીની એકપણ ચૂંટણીમાં જંબુસર બેઠક પર 50 ટકાથી ઓછું મતદાન થયું નથી. તેથી અહીં રાજકીય પક્ષોએ ભારે સક્રિયતા સાથે ચૂંટણી કાર્યક્રમો યોજવાની ફરજ પડે છે.2017ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 15 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 2 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા હતા જ્યારે 3 ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 8 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. 2017માં આ બેઠક પરથી કોંગ્રેસના સંજય સોલંકીનો 6412 મતોના માર્જીનથી વિજય થયો હતો.તેમને 73216 મત મળ્યા હતા.

મતદારની સંખ્યા

મતદારોની સંખ્યા:જંબુસર બેઠકમાં કુલ મતદાર સંખ્યા 239157 છે, જેમાં પુરુષ મતદાર 123792 છે અને મહિલા મતદાર 115359 છે. જંબુસરમાં 62596 મુસ્લિમ 33336 કોળી પટેલ, 47 હજાર અનુસુચિત જાતિ-જનજાતિ, 14 હજાર ઓબીસી, 23500 પટેલ અને 14300 રાજપૂત મતદારો છે.આ વિધાનસભા બેઠકમાં બે તાલુકા જંબુસર અને આમોદનો સમાવેશ થાય છે. આમોદ તાલુકો 2007 સુધી વાગરા વિધાનસભામાં ગણાતો હતો. આમોદના 42 ગામ જંબુસરની બેઠક માટે ઘણા નિર્ણાયક સાબિત થાય છે. જેમાં મુસ્લિમ મતદાર અને ઓબીસી મતદારોના મત મુખ્ય ફરક લાવી શકે છે.2022 વિધાનસભા ચૂંટણીમાં આ બેઠકમાં કુલ 241753 મતદારો છે. જેમાંથી 125175 પુરુષ મતદારો અને 116573 મહિલા મતદારો છે. જ્યારે 5 અન્ય મતદાતાઓ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની સંખ્યામાં 7,13,738નો વધારો થયો છે. જે 1.47 ટકા છે.

જંબુસરની ખાસિયત

ખસિયાત: જંબુસર તાલુકાનાં કંબોઇ ગામમાં પ્રખ્યાત યાત્રાધામ સ્તંભેશ્વર મહાદેવ આવેલું છે. આ ઉપરાંત ભાણખેતર તથા ડાભા ગામમાં શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીની બેઠક આવેલી છે જે પ્રસિધ્ધ વૈષ્ણવ યાત્રાધામ છે. આ બેઠક એક સમયે કોંગ્રેસનો ગઢ હતી પરંતુ 1990માં ભાજપને આ બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી. 1995થી 2002 સુધી છત્રસિંહ મોરી સળંગ ત્રણ ટર્મ ચૂંટણી જીત્યા હતા. 2007માં છત્રસિંહ મોરીનો કોંગ્રેસના ઉમેદવાર સામે પરાજય થયો હતો. જોકે 2012માં છત્રસિંહ મોરી ફરી આ બેઠક પર જીત્યા હતા અને 2017માં કોંગ્રેસે ફરી આ બેઠક ભાજપ પાસેથી છીનવી લધી હતી.

જંબુસરની માંગ

જંબુસરની સમસ્યાઓ:જંબુસર વિધાનસભામાં પ્રાથમિક માળખાગત સુવિધાઓમાં વધારો કરવાની જરૂર છે. રોજગારીના પ્રશ્નના કારણે યુવાનોમાં નારાજગી જોવા મળે છે. સારી કોલેજ કે ઉચ્ચ શિક્ષણના માળખાના અભાવના કારણે લોકોમાં નારાજગી છે.ખેડૂતોને ટેકાના ભાવમાં રહેલી અસંગતતાને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઐધોગિક એકમો આ વિધાનસભામાં આવેલા છે પરંતુ ત્યાં સ્થાનિક લોકોને વધુ પ્રાધાન્ય આપવામાં આવે તેવી પણ માંગ છે.

ABOUT THE AUTHOR

...view details