નવી દિલ્હીભારતના અગ્રણી પત્રકાર શેખર ઐયર ( Shekhar Iyer ) જેઓ હિન્દુસ્તાન ટાઇમ્સના વરિષ્ઠ પત્રકાર અને પૂર્વ વરિષ્ઠ એસોસિયેટ એડિટર રહ્યાં છે તેમના દ્વારા ગુજરાત ચૂંટણી ( Gujrat polls) ને લઇને કેટલીક મહત્ત્વના મુદ્દાઓ ઈટીવી ભારત સાથે શેર કરવામાં આવ્યાં છે. અહીં તેમણે ગુજરાત ચૂંટણીમાં પીએમ મોદીના સંકેતાર્થો અને ગુજરાતના રાજકારણના પ્રવાહો સહિત વિપક્ષની પણ ઊંડી વિવેચના કરી છે. તો આવો જાણીએ શેખર ઐયરનું વિશ્વેષણ.
ભાજપના ચૂંટણી પ્રચારમાં પીએમ મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેજા હેઠળ ભાજપની આક્રમક પ્રચાર ઝૂંબેશ ( PM Modi Campaign For BJP ) નિહાળીને તમને લાગી શકે છે કે ગુજરાતમાં સતત સાતમી વખત ( Gujarat Assembly Election 2022 ) જીત મેળવવા માટે ભારતીય જનતા પક્ષ આતુર છે. ભાજપ સરકારના પ્રધાનો અને ધારાસભ્યો સામે કામ કરતા સત્તાવિરોધી પરિબળો અને કેટલીક બેઠકો પર સામે પડેલા બળવાખોર ઉમેદવારોનો ઉદય સત્તાવાર ઉમેદવારોની વિરુદ્ધમાં ( Anti incumbency factors ) જોવા મળતાં હોવાને કારણે ભાજપને ભારે નુકસાનની ભીતિ છે.
વધુ બેઠકો જીતી નવો રેકોર્ડ બનાવવાની ઇચ્છા પરંતુ ભાજપના પ્રતિસ્પર્ધીઓ દ્વારા પણ થયેલું વાસ્તિવક મૂલ્યાંકન એવું છે કે મોદીને પક્ષના સત્તા પર પાછા ફરવાની સંભાવના વિશે ચિંતા નથી. મોદી એવું ઇચ્છે છે કે ભાજપ માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસે 1985માં બનાવ્યો હતો તેથી વધુ બેઠકો જીતવાનો નવો રેકોર્ડ ( 150 Seat Target ) સ્થાપે. આપને યાદ કરાવીએ કે આ ચૂંટણીમાં ( Gujarat Assembly Election 2022 ) કોંગ્રેસે ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકોમાં 149 બેઠકો પર વિજય વાવટો ફરકાવ્યો હતો.
150 બેઠકોનું લક્ષ્ય આ ગુજરાત ચૂંટણીમાં ( Gujarat Assembly Election 2022 ) પીએમ મોદીએ ભાજપના ભવ્ય વિજયને ઐતિહાસિક બનાવવા 150 બેઠકો જીતવાનું લક્ષ્ય ( 150 Seat Target ) નક્કી કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે મોદીના જમણા હાથ સમાન અમિત શાહનું વાસ્તવિક લક્ષ્ય રાખતાં એમ માનવું છે કે ભાજપ 130 જેટલી બેઠકો જીતી શકે છે. તો, કોઇને પ્રશ્ન થઇ શકે છે કે રેકોર્ડ બનાવવાની તણખ કેમ રાખવામાં આવી રહી છે
વિરોધીઓને દેખાડી આપવાનો હેતુમોદી માને છે કે ભાજપે તેના તમામ વિરોધીઓને દેખાડી દેવું જોઇએ કે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલની મફતની રેવડીઓ અને રોકડ મદદના વચનો આપી ગુજરાતમાં ભાજપનું શાસન ખતમ કરવાની ભરચક કોશિશ કરી લે તો પણ ગુજરાતમાં ભાજપનો દબદબો જોખમમાં નથી.
આપ સામે લડવાનું ગણિતભાજપના ટોચના નેતાઓ જાણે છે કે મોદી ( PM Modi Campaign For BJP ) બે તથ્યોનો આગવો લાભ ઉઠાવવા ઇચ્છે છે. એક, આમ આદમી પાર્ટી કે જેણે ગુજરાતમાં કેટલાક મહિનાઓ પૂર્વે પૂરા જોશથી વિકલ્પ તરીકે આશા જગાવી હતી તેના ઉમેદવારો જાહેર થયાં બાદ આપનો જુસ્સો ટાઢો પડ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હરીફાઈવાળી બેઠકો પર પણ આપના મોટાભાગના ઉમેદવારો લોકોમાં પેઠ ન હોય એવા અજાણ્યાં ચહેરાઓ છે.
કોંગ્રેસના ભોગે આપ જીતે બીજું, AAP ના ઉમેદવારોની જીતની કીમત કોંગ્રેસના ભોગે હશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 માં સત્તા મેળવવાથી ચૂકી ગઇ હતી તેમ છતાં કોંગ્રેસે ભાજપનો જીતનો પનો ટૂંકાવીને માત્ર 99 સુધી લાવી દીધો હતો. આ પરિણામ ભાજપે પહેલાં જીતેલી બેઠકોમાં સૌથી ઓછો આંકડો દર્શાવે છે. ભાજપના 27 વર્ષના શાસનમાં આવું ઓછું પરિણામ જોવાયું નથી.
મોદી માટે આવકાર વિપક્ષી નેતાઓ પણ એવું તારણ કાઢે છે ગુજરાતનો આ ચૂંટણી જંંગમાં મોદી માટે તો પહેલાની જેમ સત્તાતરફી લહેર છે પણ તેની સામે પક્ષે જોઇએ તો ભાજપ સરકારના પ્રધાનો, પૂર્વપ્રધાનો અને ધારાસભ્યો સામે વિરોધની ઊંડી લાગણી ( Anti incumbency factors ) છે.
મોદીના અનુગામી મુખ્યપ્રધાનો સામે રોષનરેન્દ્ર મોદી ગુજરાતની જનતામાં 2001થી લઇને 2014 સુધીના ભાજપ શાસનકાળના મુખ્યપ્રધાન તરીકે ખૂબ જ લોકપ્રિય નેતા રહ્યાં છે. હા, મોદીના અનુગામીઓ આનંદીબહેન પટેલ (જેઓ હાલમાં ઉત્તરપ્રદેશના ગવર્નર છે) 2017માં ભાજપને નુકસાન કરી જનાર પાટીદાર અનામત આંદોલનનો રોષ શમાવવા માટે મુખ્યપ્રધાન બનાવાયેલાં વિજય રુપાણીના શાસનની શાખ માટે લોકોનો મોહભંગ ( Anti incumbency factors ) થયેલો છે.
મોદીની વ્યક્તિગત અપીલ કારગર તેમ છતાં મતદારોમાં નરેન્દ્ર મોદીની વ્યક્તિગત અપીલ ચોક્કસપણે ભાજપને તેની કમજોરીઓ ખાળવામાં મદદ કરી રહી છે. આ જ કારણ છે કે મોદીએ ગુજરાતમાં 6 નવેમ્બરે તેમની પહેલી ( Gujarat Assembly Election 2022 ) ચૂંટણી સભામાં જ નવું સૂત્ર રમતું( PM Modi Aggressive Campaign For BJP ) મૂક્યું હતું. 'આ ગુજરાત મેં બનાવ્યું છે.' વિપક્ષો માટે કોથળામાં ભરીને પાંચશેરી મારતાં હોય એમ મોદીએ ભાજપના ભવ્ય વિજયની આગાહી પણ કરીે હતી. તેમણે કહ્યું હતું કે ગુજરાતને બદનામ કરવાવાળા, ગુજરાતને નફરત કરવાવાળાઓને બહાર કરી દેવામાં આવશે.
કમળના ફૂલ પર ભારહિમાચલ પ્રદેશની જેમ જ અને ગુજરાતમાં પણ મોદીએ શબ્દો ચોર્યા વગર કહ્યું કે કે 'યાદ રાખો કે ભાજપના ઉમેદવાર કોણ છે એ તમારે કોઈએે યાદ રાખવાની જરૂર નથી. માત્ર કમળ યાદ રાખો. જો વોટ આપતી વખતે તમને કમળનું ફૂલ દેખાય તો સમજી લો કે આ ભાજપ છે. આ મોદી છે જે તમારી પાસે આવ્યા છે. તમારો કમળના ફૂલ માટેનો દરેક મત સીધા મોદીના ખાતામાં આશીર્વાદ તરીકે આવશે.'