વડોદરાપાદરા વિધાનસભા બેઠક (Padra assembly seat) ઉપર દિનેશ પટેલએ અપક્ષઉમેદવારી નોંધાવી હતી. દિનેશ પટેલ દિનુમામાથી પ્રસિધ્ધ સહકારી આગેવાન અને પાદરાનાં પૂર્વ ધારાસભ્ય વડોદરા જિલ્લાની 146 - પાદરા વિધાનસભાબેઠક (Padra assembly seat) ઉપર ભારતીય જનતા પાર્ટીના નારાજ નેતા દિનેશ પટેલએ મોટી સંખ્યામાં (Gujarat Assembly Election 2022)કાર્યકરોને સાથે રાખી અપક્ષ ઉમેદવારી નોંધાવી. આ ઉમેદવારીથી કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહ અને રંગ જોવા મળ્યો હતો. કાર્યકરોએ જીતના નારા લગાવવા લાગ્યા હતા.
પાદરામાં દિનુમામાએ ઘોડે ચઢી બેન્ડવાજા સાથે ઉમેદવારી નોંધાવી ફોર્મ ભરવા પહોંચ્યાઘોડા ઉપર સવાર થઈ ફોર્મ ભરવા પહોંચ્યા હતા. 146 પાદરા વિધાનસભા મત વિસ્તારના દિનેશ પટેલ દિનુમામા ડીજેના તાલ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો એકત્રિત કરી પોતે ઘોડા ઉપર સવાર થઈ સેવાસદન ખાતે પહોંચી પોતાનું અપક્ષ ઉમેદવારી પત્ર નોંધાવ્યું હતું. અને પ્રચારનાં શ્રી ગણેશ કર્યા હતા. કાર્યકર્તાઓએ પ્રચંડ જીતનો દાવો કર્યો હતા.
જનમેદની સાથે દિનુમામા પહોંચ્યાપાદરામાં મોટી સંખ્યામાં જનમેદની સાથે દિનુમામા પહોંચ્યાં. પાદરાનાં મુખ્ય માર્ગ ઉપર દીનુ મામાને વેપારીઓ દ્વારા પુષ્કળ આવકાર મળ્યો હતો. તેઓએ પણ તેમને વિશ્વાસ અપાવ્યો હતો કે " દિનુમામા તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ"ના સૂત્રોચ્ચાર સાથે ભવ્ય રેલી કરવામાં આવી હતી. ભૂતકાળમાં પાદરાની જનતાને દરેક પ્રશ્ને તેઓ પડખે ઊભા છે. અને પ્રજાના પ્રશ્નોને હર હંમેશ વાચા આપી છે.
નામ જાહેરભાજપએ પાદરા બેઠક ઉપર ચૈતન્યસિંહ ઝાલાનું નામ જાહેર કરતાં દિનુ મામા અપક્ષના મૂળમાં ભારતીય જનતા પાર્ટીએ ચૈતન્યસિંહ ઝાલાનું નામ જાહેર કર્યું છે. ત્યારથી જ દીનુંમામા નારાજ થાય હતાં.અપક્ષ ઉમેદવારી નોંધાવવાના મૂડમાં આવી ગયા હતા. અને દિનુમામા જણાવ્યું હતું કે મે પ્રજાના કામો કર્યા છે. અને મોટી સંખ્યામાં કાર્યકરો મારી સાથે છે એટલે કાર્યકરોની વાતને વેગ આપીશ. સત્તામાં ન હોવા છતાં પણ પ્રજાના કામો છે. પાદરા વિધાનસભાના બીજેપીના નારાજ નેતા દીનુ મામા જણાવ્યું હતું કે, જ્યારે વિધાનસભાની 1998 બે ટમૅ ચૂંટણી જીત્યો છું અને ત્રણ ટમે હાર્યો છું છતાં પણ મેં પ્રજાના કામો કરતો રહ્યો છું. જેથી સ્થાનિક લોકો સતત મારી સાથે રહ્યાં છે. માટે જ મેં તેમના વિશ્વાસથી ઉમેદવારી નોંધાવી છે.
ઉમેદવારી કરતાં ખળભળાટપાદરા બેઠક ઉપર દિનુમામા અપક્ષ ચૂંટણી લડવાની કરેલી જાહેરાતથી પાદરાના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપના આગેવાનોમાં અને હરિફ ઉમેદવારોમાં દોડધામ મચી જવા પામી છે. આ જાહેરાતથી પાદરા બેઠક ઉપરનાં રાજકીય સમીકરણોમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે.
ગંભીર આક્ષેપ દીનુમામાનો બે સાંસદો ઉપર ટિકિટ કાપવા બાબતે ગંભીર આક્ષેપ ભાજપમાંથી પોતાની ટીકીટ કપાઈ જવા બાબતે દિનુમામાએ વડોદરાનાં અને છોટાઉદેપુરના ભાજપાના વર્તમાન સાંસદ સભ્યો સામે ગંભીર આક્ષેપો કર્યા હતાં. જેથી આ મુદ્દો ચર્ચાના ચગડોળે ચઢયો હતો. આમ, દિનુમામાની ભાજપમાંથી ઉમેદવાર તરીકે બાદબાકી થઈ જતાં અને અપક્ષ ઉમેદવારી નોધાવી હોવાથી મામલો ગરમાયો છે.
ચૂંટણી જીતવા માટે મક્કમદિનુમામા સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ આ બેઠક ઉપર ગમે તે ભોગે ચૂંટણી લડવા અને મોટા માર્જીનથી આ બેઠક ઉપર જીત હાંસલ કરવા માટે મકકમ છે. આમ, પાદરા બેઠક ઉપર દિનુમામાએ કરેલી અપક્ષ ઉમેદવારીથી રાજકીય સમીકરણોમાં મોટી ઉથલપાથલ જોવા મળશે. તેમજ મોટી જવા જૂની થશે તેવાં ગણિત રાજકીય પંડિતો માંડી રહયાં છે. પરંતુ પરિણામ તો આવનાર સમય જ બતાવશે.