જામનગર:જામનગર ગ્રામ્યની બેઠક (Jamnagar rural seat) પર ચૂંટણી લડી રહેલા કૃષિમંત્રી રાઘવજી પટેલને (Agriculture Minister Raghavji Patel) ગઇ રાત્રે ખૂબ કડવો અનુભવ થયો છે. અહીંના જુના નાગના વિસ્તારમાં (Juna Nagana area) સભાને સંબોધવા પહોંચેલા રાઘવજી પટેલ પર સ્થાનિક લોકોએ પ્રશ્ર્નોનો મારો ચલાવીને દેકારો બોલાવી દેતા ભાજપના ઉમેદવારને પોતાની સભાનો સંકેલો કરીને સભા છોડીને જતા રહેવાનો વારો (Opposition to Raghavji Patel) આવ્યો હતો.જામનગર ગ્રામ્યના (jamnagar rural area)કેટલાક ગામડાઓમાં પણ ભાજપના ઉમેદવાર સામે રોષ જોવા મળ્યો છે.આ બાબતના પડઘા મતદાનમાં પડવાની પૂરેપૂરી સંભાવના દેખાઇ રહી છે.
સતવારા સમાજમાં ભયંકર નારાજગી: જામનગર ગ્રામ્યની બેઠક પર આમ પણ ભાજપના કમીટેડ વોટ એવા સતવારા સમાજમાં ભયંકર નારાજગી છે. આ કમીટેડ વોટ આ વખતે ભાજપમાં પડવાની કોઇ શક્યતા હાલની તકે દેખાતી નથી. સતવારા સમાજને મનાવવા માટે ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવામાં આવી રહ્યું છે, પરંતુ ઘોડા છૂટી ગયા બાદ તબેલા તાળા મારવા જેવો ઘાટ સર્જાઇ રહ્યો છે. આ લોકરોષ જો 1લી ડિસેમ્બર એટલે કે મતદાનના દિન સુધી યથાવત રહેશે તો ભાજપના કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ જેવા ચહેરાઓને માઠા પરિણામ ભોગવવા પડી શકે છે.જુના-નવા નાગના વિસ્તારમાં રાઘવજી પટેલની સભા હતી ત્યારે અગાઉ વચન આપ્યા બાદ કેટલાક કામો થયા ન હોવાથી લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો અને કેટલાક લોકોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.