મહેસાણાના ધારાસભ્ય નીતિન પટેલ(Mehsana MLA Nitin Patel) ચૂંટણીલડી રહ્યા નથી. પરંતુ હાલના સમયમાં પણ નિતિન પટેલ (Mehsana MLA Nitin Patel) લોકોમાં લોકલાડિલા છે. નિતિન પટેલ લોકોમાં અને વિસ્તારમાં એટલી નામના ધરાવે છે કે હજુ પણ મહેસાણા(Mehsana assembly seat) નામ પડતાની સાથે નિતિન પટેલ જ લોકોને યાદ આવે. મહત્વની વાત એ છે કે તેમને આ વખતે કોઇ પણ પદ સોંપવામાં (Gujarat Assembly Election 2022) આવ્યું નથી. પરંતુ શું કારણે તે હજુ કોઇ જાણી શકાયું નથી.
જૂના જોગીઓનેપરંતુ એ ચોક્કસ જોવા મળ્યું હતું કે જૂના જોગીઓનેકોઇને આ વખતે શામેલ કરવામાં આવ્યા નથી. પરંતું આ ચૂંટણી સમયમાં મહેસાણા બાજુ જે પોસ્ટર લાગેલા છે, તેમાં નરેન્દ્ર મોદી,અમિત શાહ, બીજી તરફ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ જોવા મળે છે પરંતુ તેમની સાથે મહેસાણામાં નીતિન પટેલ પણ પોસ્ટરમાં જોવા મળી રહ્યા છે. ત્યારે એવું કહીએ કે નિતિન પટેલનો જિલ્લામાં તેમની લોકપ્રિયતાનો આ એક ચોક્કસ પુરાવો કહી શકાય.
પાટીદાર હુકમનો એક્કો મહેસાણા બેઠક પર આ વખતે ઉમેદવાર મુકેશ પટેલને ઉતાર્યા છે. નીતિન પટેલને 2017ની ચૂંટણીમાં મહેસાણા વિધાનસભા બેઠક પર ઉતારવામાં આવ્યા હતા. કડવા પાટીદાર નેતા સમાજમાં એટલી નામના ધરાવે છે કે તે કોઇ પણ પાર્ટીની સાથે હોય તેમને મત મળે અને બહુમતીથી જીતે જ. એવું જ કંઇક બન્યું હતું 2017ની ચૂંટણીમાં.આ સમયે હાર્દિક પટેલ દ્રારા પુરા ગુજરાતમાં પાટીદાર આંદોલન કરવામાં આવ્યું હતું અને તે સમયે જ ભાજપે તેમના જ જિલ્લા મહેસાણામાંથી ઉતાર્યા હતા.