ગાંધીનગર :ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પ્રક્રિયાનો અભ્યાસ અર્થે શ્રીલંકાના કમિશનર જનરલ ઓફ ઇલેક્શન્સ એમ. કે. એસ. એસ. રથનાયકે અને મોરેશિયસના ચીફ ઇલેક્ટોરલ ઓફિસર વિજીયાની કૂંજન ગુજરાત પધાર્યા છે. આજે ગાંધીનગરમાં મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ બંને મહાનુભાવોએ ગુજરાત વિધાનસભાની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા (Election process) અને ચૂંટણી તંત્રની સજ્જતા (Preparedness of electoral system) વિશે વિગતવાર જાણકારી મેળવી હતી.
ETV Bharat / assembly-elections
Gujarat Assembly Election 2022 : શ્રીલંકા અને મોરેશિયસના બંન્ને અધિકારીઓ મતદાન મથકની લેશે મુલાકાત - Second phase voting
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પ્રક્રિયાનો અભ્યાસ કરવા શ્રીલંકાના કમિશનર જનરલ ઓફ ઇલેક્શન્સ રથનાયકે અને મોરેશિયસના ચીફ ઇલેક્ટોરલ ઓફિસર વિજીયાની કૂંજન ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ગાંધીનગરમાં મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ બંને મહાનુભાવોએ ગુજરાત વિધાનસભાની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા (Election process) અને ચૂંટણી તંત્રની સજ્જતા (Preparedness of electoral system) વિશે વિગતવાર જાણકારી મેળવી હતી.
બંન્નેમહાનુભાવોએ અમદાવાદમાં ડિસ્પેચ સેન્ટરની લીધી મુલાકાત :શ્રીલંકાના કમિશનર જનરલ ઓફ ઇલેક્શન્સ એમ. કે. એસ. એસ. રથનાયકે અને મોરેશિયસના ચીફ ઇલેક્ટોરલ ઓફિસર વીજીયાની કૂંજન ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના ઇન્ટરનેશનલ ઇલેક્શન વીઝીટર પ્રોગ્રામ અંતર્ગત ગુજરાત પધાર્યા છે. સવારે આ બંન્ને મહાનુભાવોએ અમદાવાદમાં ડિસ્પેચ સેન્ટરની મુલાકાત લીધી હતી અને સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. બપોરે મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં અધિક મુખ્ય નિર્વાચન અધિકારી કુલદીપ આર્ય, અશોક માણેક, સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી અશોક પટેલ અને અજય ભટ્ટ સાથે આ મહાનુભાવોએ બેઠક કરી હતી. ગુજરાતના અધિકારીઓએ તેમને ગુજરાતના ચૂંટણી તંત્રની મતદાર યાદીની તૈયારીથી લઈને મત ગણતરી સુધીની કામગીરી વિષે અને સમગ્ર વહીવટી તંત્ર વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.
શ્રીલંકા અને મોરેશિયસના બંન્ને અધિકારીઓ મતદાન મથકની લેશે મુલાકાત :શ્રીલંકા અને મોરેશિયસના આ બંન્ને અધિકારીઓ ગુજરાતની ચૂંટણી, ચૂંટણી તંત્રની સજ્જતા અને કામગીરીથી અત્યંત પ્રભાવિત થયા હતા. આજે બીજા તબક્કાના મતદાનના (Second phase voting) દિવસે આ બંને અધિકારીઓ મતદાન મથકોની મુલાકાત લેશે અને આખીય પ્રક્રિયાનું અવલોકન કરશે.