જુનાગઢ:આગામી રાજ્ય વિધાનસભાની (Gujarat assembly election 2022) સામાન્ય ચૂંટણીને લઈને હવે રાજકીય પક્ષો (Political parties) પોતાના ચૂંટણી પ્રચારને લઈને સજ્જ બનતા જોવા મળશે. મતદાનને હવે માત્ર 20 દિવસ જેટલો સમય બાકી છે ત્યારે જુનાગઢ શહેરમાં (Junagadh city) કેટલીક જગ્યા પર 'ભૂલતા નહીં' તેવા બેનરો ('don't forget' banners being put up) લગાવીને રહસ્યમય સંજોગોમાં ચૂંટણી પ્રચાર થતો જોવા મળી રહ્યો છે.
'ભૂલતા નહીં': આ શબ્દો છે જૂનાગઢના માર્ગો પર લગાવવામાં આવેલા હોર્ડિગ્સ પરના ચૂંટણીનો માહોલ ધીમે ધીમે શરૂ થઈ રહ્યો છે. મતદાનને આડે હવે માત્ર 20 દિવસ જેટલો સમય બાકી છે આવી પરિસ્થિતિમાં જુનાગઢ શહેરમાં કેટલાક વિસ્તારોમાં 'ભૂલતા નહીં' તેવા મોટા હોર્ડિગસ લગાવીને રહસ્યમય ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે. આ પ્રકારનો પ્રચાર જૂનાગઢના રાજકીય ઇતિહાસમાં પ્રથમ વખત થઈ રહ્યો છે. બેનર પર કોઈ રાજકીય પક્ષ કે ઉમેદવારની સાથે પક્ષનું ચૂંટણી ચિન્હ જોવા મળતું નથી. પરંતુ ખૂબ જ રહસ્ય ઉપજાવે તે પ્રકારે 'ભૂલતા નહીં' તેવા મોટા હોર્ડિગ્સ અને બેનર લગાવીને ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે. જે અહીંથી પસાર થતા પ્રત્યેક લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. પરંતુ આ બેનર કોણે લગાવ્યા છે તેને લઈને અવઢવની સ્થિતિમાં પણ જોવા મળે છે.