બારડોલીહાલ ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )ને લઇ અલગ અલગ પક્ષના નેતાઓ પ્રચાર માટે ગામેગામ જઈ રહ્યા છે. જે વિસ્તારમાં કામો ન થયા હોય તે વિસ્તારમાં લોકોના રોષનો ભોગ નેતાઓએ બનવું પડી રહ્યું છે. ત્યારે આવી જ એક ઘટના મહુવાના વર્તમાન ધારાસભ્ય ( Mahuva assembly seat ) અને ઉમેદવાર મોહન ઢોડિયા ( Mahuva MLA Mohan Dhodiya ) સાથે બની હતી. તેઓ બુધવારના રોજ તેમના મતવિસ્તારમાં પડતા બારડોલી તાલુકાના ઉવા ગામે ( National High Way Problem at Uva Village ) તાલુકા ભાજપ પ્રમુખ જયંતિ પટેલ સાથે પ્રચાર અર્થે ગયા હતાં. જ્યાં ગામના લોકોએ તેમને સ્થાનિક પ્રશ્નોને લઈને ઘેર્યા હતાં.
ETV Bharat / assembly-elections
ગ્રામજનોના પ્રશ્નનો જવાબ ન અપાતા મહુવાના ધારાસભ્ય મોહન ઢોડિયાએ સભા છોડી ભાગવું પડ્યું - Gujarat Assembly Election 2022
ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) ને લઇ સુરતની મહુવા વિધાનસભા બેઠક ( Mahuva assembly seat ) પર ભાજપના ઉમેદવાર અને સતત બે ટર્મથી ધારાસભ્ય મોહન ઢોડિયાએ ( Mahuva MLA Mohan Dhodiya ) ગ્રામજનોનો રોષ જોઈ સભા અધવચ્ચે છોડી જવું પડ્યું હતું. ઉવા ગામે નેશનલ હાઇવે નંબર 53નો સર્વિસ રોડ અને કટ બાબતે ( National High Way Problem at Uva Village ) ગ્રામજનોએ તેમને ઘેર્યા હતા.
શું હતાં સવાલો ગ્રામજનોએ ઉવા ગામના પાટિયા પાસે નેશનલ હાઇવે નંબર 53 પર કટ અને સર્વિસ રોડની ( National High Way Problem at Uva Village ) માંગણી પુરી ન થઈ હોઇ ભારે રોષ જોવા મળ્યો હતો. મોહન ઢોડિયાએ ( Mahuva MLA Mohan Dhodiya ) આ મારા હાથમાં નથી કેન્દ્ર સરકારમાં આવતું હોય સાંસદનું કામ છે એમ કહી હાથ ઊંચા કરી દીધા હતાં. ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરતા મોહન ઢોડિયા બે હાથ જોડી સભા છોડીને જતા રહ્યાં હતાં. આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાઇરલ થતા ભાજપ નેતાઓ પણ દોડતા થઈ ગયા હતાં.
ઉવા ગામ નજીક કટ અને સર્વિસ રોડની માગણી જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલે ઉવા ગામ નજીક કટ અને સર્વિસ રોડ ( National High Way Problem at Uva Village ) નહીં બને તો જે તે સમયે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જો કે જિલ્લા પંચાયતની ચીમકીની પણ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ પર અસર થઈ ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ હાઇવે બન્યો ત્યારથી ગ્રામજનો કટ અને સર્વિસ રોડની માગ કરતા આવ્યા છે. પણ તેમની માગ પુરી થઈ શકી નથી.